શોધખોળ કરો

ગૂગલે આપ્યો ઝટકો, જૂનમાં Google Pay સહિત આ સર્વિસ થઇ રહી છે બંધ

ગૂગલ જૂનમાં મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યું છે. વાસ્તવમાં ગૂગલ જૂન મહિનામાં તેની બે લોકપ્રિય સેવાઓ બંધ કરવા જઈ રહ્યું છે

ગૂગલ જૂનમાં મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યું છે. વાસ્તવમાં ગૂગલ જૂન મહિનામાં તેની બે લોકપ્રિય સેવાઓ બંધ કરવા જઈ રહ્યું છે. જેના કારણે લાખો યુઝર્સને અસર થશે. જોકે, જૂનમાં ગૂગલની સર્વિસ બંધ થવાની ભારતીય યુઝર્સ પર શું અસર પડશે? Google Pay અને Google VPN સેવા જૂનમાં બંધ કરવામાં આવી રહી છે. ચાલો જાણીએ કે આ સેવાઓ કેમ ધીરે ધીરે બંધ કરવામાં આવી રહી છે.

Google VPN સેવા

Google ની માલિકીની Google One VPN સેવા 20 જૂન, 2024 થી બંધ કરવામાં આવશે. આ સેવા ભારતમાં ક્યારેય શરૂ કરવામાં આવી નહોતી. આવી સ્થિતિમાં Google VPN સેવા બંધ થવાથી ભારતીય યુઝર્સને કોઈ અસર થશે નહીં. Google Pixel 7 સીરિઝના યુઝર્સને મફત Pixel VPN સેવા આપવાનું ચાલુ રખાશે. તેમાં Google Pixel 7, Google Pixel 7 Pro, Google Pixel 7a અને Fold સ્માર્ટફોનનો સમાવેશ થાય છે.

ગૂગલ પે

ગૂગલ પે એપ આ વર્ષે 4 જૂનથી અમેરિકામાં બંધ થઈ જશે. જો કે, ભારત અને સિંગાપોર જેવા બજારોમાં Google Pay પહેલાની જેમ કામ કરવાનું ચાલુ રાખશે. ભારત અને સિંગાપોરમાં ગૂગલ પે એપનો ઉપયોગ કરતા યુઝર્સે ચિંતા કરવાની જરૂર નથી. અમેરિકન માર્કેટમાં ગૂગલ પે સર્વિસની જગ્યાએ ગૂગલ વોલેટ ઓફર કરવામાં આવશે. હાલમાં જ ભારતમાં Google Wallet સેવા પણ શરૂ કરવામાં આવી છે, પરંતુ ભારતમાં Google Pay અને Google બંને અલગ-અલગ સેવાઓ તરીકે કામ કરશે. મતલબ કે ભારતીય Google Pay એપ યુઝર્સ કોઈપણ રોકટોક વિના પૈસાની લેવડદેવડ કરી શકશે.

ફોટા અથવા મેસેજને કેવી રીતે રિકવર કરશો ?

વાસ્તવમાં વોટ્સએપે તેના Delete for me ફીચરમાં મોટો ફેરફાર કર્યો છે, જેની જાણકારી યુઝર્સને આપવામાં આવી રહી છે. પહેલા એવું થતું હતું કે જો આપણે આકસ્મિક રીતે કોઈ મેસેજ ડિલીટ કરી દઈએ તો તેને રિકવર કરવો મુશ્કેલ થઈ જાય છે, પરંતુ હવે આવું નહીં થાય.

વોટ્સએપના નવા ફીચરમાં યુઝર્સ ડિલીટ થયેલા મેસેજને undo મારફતે રિકવર કરી શકશે. આ ફીચરની મદદથી કોઈ મેસેજને ડિલીટ કર્યા બાદ યુઝર પાસે તેને નિર્ધારિત સમયની અંદર પરત લાવવાનો વિકલ્પ મળશે. જેવી જ યુઝરને ખબર પડશે કે તેણે આકસ્મિક રીતે કંઈક ડિલીટ કરી દીધું છે, તે અનડૂ પર ટેપ કરીને મેસેજ અથવા ફોટોને રિકવર કરી શકશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?

ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર

હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો

Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ

સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 

ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 

Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત

Embed widget