1લી જૂનથી બંધ થઇ જશે ગૂગલની આ ફ્રી સર્વિસ, હવે આ ફેસિલિટીના ચૂકવવા પડશે પૈસા, જાણો વિગતે
કંપની ગૂગલ ફોટો ક્લાઉડ સ્ટૉરેજ સર્વિસ (Google Photos Cloud Storage Service) અત્યાર સુધી એકદમ ફ્રીમાં આપતુ હતુ. પરંતુ નવી પૉલીસી પ્રમાણે 1 જૂન, 2021થી આને બંધ કરી કરી રહી છે, એટલે કે જો તમે તમારા ફોટોઝ અથવા ડેટા ગૂગલ ફોટો અથવા ડ્રાઇવ અથવા કોઈ અન્ય જગ્યાએ સ્ટોર કરો છો, તો તમારે તેના માટે ચાર્જ ચૂકવવો પડશે.
નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓ ગણાતી ગૂગલ (Google) હવે પોતાના યૂઝર્સ પાસેથી ચાર્જ વસૂલવાની તૈયારીઓ કરી રહી છે. સામાન્ય રીતે ગૂગલ પોતાની દરેક સર્વિસ પોતાના યૂઝર્સને ફ્રીમાં (Google Free Services) આપતી હતી, જોક હવે ગૂગલે પોતાની પૉલીસીમાં થોડો ફેરફાર કરતા વીડિયો, યુટ્યૂબ, સ્ટૉરેજ, ક્લાઉડ સર્વિસ વગેરેમાં ચાર્જ વસૂલવાનુ શરૂ કરી દીધુ છે. હવે આ લિસ્ટમાં ગૂગલ ફોટો ક્લાઉડ સર્વિસનુ (Google Photos Cloud Storage Service) નામ પણ જોડાઇ જશે. રિપોર્ટ છે કે આગામી મહિને એટલે કે 1લી જૂનથી ગૂગલ આ સર્વિસ માટે ચાર્જ (Google Service Charge) વસૂલશે. આ ફેસિલિટી અંગે કંપનીએ પોતાના યૂઝર્સને અગાઉથી જ જાણ કરી દીધી હતી.
ખાસ વાત છે કે, કંપની ગૂગલ ફોટો ક્લાઉડ સ્ટૉરેજ સર્વિસ (Google Photos Cloud Storage Service) અત્યાર સુધી એકદમ ફ્રીમાં આપતુ હતુ. પરંતુ નવી પૉલીસી પ્રમાણે 1 જૂન, 2021થી આને બંધ કરી કરી રહી છે, એટલે કે જો તમે તમારા ફોટોઝ અથવા ડેટા ગૂગલ ફોટો અથવા ડ્રાઇવ અથવા કોઈ અન્ય જગ્યાએ સ્ટોર કરો છો, તો તમારે તેના માટે ચાર્જ ચૂકવવો પડશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર ગૂગલ દ્વારા ગ્રાહકોને અમર્યાદિત મફત સ્ટોરેજ આપવામાં આવી રહ્યું છે, જેના દ્વારા યૂઝર્સ તેમાં તેમના ફોટા, ડૉક્યૂમેનેટ, વીડિયો અથવા કોઈપણ વસ્તુને ઓનલાઇન સ્ટૉર કરી શકે છે, અને ઇન્ટરનેટ દ્વારા ગમે ત્યાં એક્સેસ કરી શકે છે. જોકે ગૂગલ તેના ગ્રાહકોને 15 જીબી સુધી સ્ટૉર કરવાની મંજૂરી આપે છે, પરંતુ ગ્રાહકોને આના કરતાં વધુ જગ્યાની જરૂર છે અને જો તેઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે, તો તેઓએ આ માટે અલગથી ચાર્જ ચુકવવો પડશે.
કેટલો વધારાનો ચાર્જ ચુકવવો પડશે?
જો ગૂગલનો કોઇ યૂઝર્સ 15જીબી કરતા વધારે સ્ટોરેજ વાપરવા માંગે છે, તો તેણે દર મહિને 1.99 ડોલર એટલે કે 146 રૂપિયા ચૂકવવા પડશે. કંપની દ્વારા તેનું નામ ગૂગલ વન રાખવામાં આવ્યું છે. તેનો વાર્ષિક ચાર્જ 19.99 ડોલર અથવા લગભગ 1500 રૂપિયા છે. નવા ફોટા અને વીડિયો સંગ્રહવા માટે ગ્રાહકે ચાર્જ ચૂકવવો પડશે, જ્યારે જૂના ફોટા અને વીડિયો પહેલાની જેમ સુરક્ષિત રહેશે.