શોધખોળ કરો
Advertisement
વૈશ્વિક હસ્તીઓના એકાઉન્ટ હેક થયા બાદ સરકારની Twitterને નોટિસ, માંગી અનેક વિગતો
ભારતની સુરક્ષા એજન્સીએ ટ્વિટર પાસે હેકિંગનો શિકાર બનેલા ભારતીય યૂઝર્સની માહિતી માંગી છે. સાથે યૂઝર્સ હેકિંગના કઈ રીતે શિકાર બનાવ્યા તેની પણ જાણકારી માંગી છે.
નવી દિલ્હી: વૈશ્વિક હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેકની ઘટના બાદ ભારતની સાયબર સુરક્ષા એજન્સી Cert-Inએ ટ્વિટરને નોટિસ આપી છે. સૂત્રો અનુસાર, સુરક્ષા એજન્સીએ ટ્વિટર પાસે હેકિંગનો શિકાર બનેલા ભારતીય યૂઝર્સની માહિતી માંગી છે. સાથે યૂઝર્સ હેકિંગના કઈ રીતે શિકાર બનાવ્યા તેની પણ જાણકારી માંગી છે. આ હેકિંગથી કેવા પ્રકારની સૂચનાઓ પ્રભાવિત થઈ છે તે અંગે પણ વિગતો માંગી છે.
સૂત્રોએ જણાવ્યું કે, Cert-Inએ ટ્વિટર પાસે એ જાણકારી માંગી છે કે, કેટલા ભારતીય યૂઝર્સે દુર્ભાગ્યપૂર્ણ ટ્વીટ અને લિંક પર વિઝિટ કરી અને શું ટ્વિટરે પ્રભાવિત યૂઝર્સને તેમની પ્રોફાઈલમાં હેકિંગ તથા અનધિકૃત ઉપયોગ વિશે જણાવ્યું છે. સાથે હુમલાની
રીત વિશેની વિગતો પણ માંગી છે. આ સિવાય હેકિંગ થતું અટકાવવા માટે ટ્વિટર દ્વારા કરવામાં આવેલી સુધારાત્મક કાર્યવાહીની વિગતો પણ માંગી છે.
હાલમાં જ સાયબર હુમલાવરોએ વૈશ્વિક હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેક કર્યા હતા. જેમાં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ ઉમેદવાર જો બિડેન સાથે સાથે અમેઝનના સીઈઓ જેફ બેજોસ, માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક જેવી મોટી વૈશ્વિક હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ બુધવારે હેક થઈ ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement