કેંદ્ર સરકારે આ VPN Apps પર કરી મોટી કાર્યવાહી, એપ સ્ટોર પરથી કરી દિધી ડિલીટ
VPN Apps પર ભારત સરકારે મોટી કાર્યવાહી કરી છે. એપ સ્ટોર અને Google Play Storeને ઘણી VPN Appsને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

VPN Apps : VPN Apps પર ભારત સરકારે મોટી કાર્યવાહી કરી છે. એપ સ્ટોર અને Google Play Storeને ઘણી VPN Appsને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આમાં Cloudflareનું લોકપ્રિય VPN 1.1.1.1 અને અન્ય ઘણા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક્સ (VPN)નો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, આ VPN એપ્સને હટાવવા પાછળનું કારણ કાનૂની ઉલ્લંઘનને દર્શાવવામાં આવ્યું છે. ગૂગલ પ્લેસ્ટોર અને એપ સ્ટોર પરથી આ વીપીએન એપ્સને હટાવી દેવામાં આવી છે.
TechCrunchના રિપોર્ટ અનુસાર, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એપ્સને હટાવવાનો આદેશ ભારતીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, એપના ડેવલપર્સને મોકલવામાં આવેલા મેસેજમાં Appleએ ગૃહ મંત્રાલયના એક વિભાગ ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરની "ડિમાન્ડ"નો ઉલ્લેખ કર્યો છે.
કેન્દ્રનો આરોપ છે કે ડેવલપરની સામગ્રી ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરે છે. જોકે, મંત્રાલય કે ટેક જાયન્ટ્સ એપલ, ગૂગલ અને ક્લાઉડફ્લેરે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. VPN એપ્સ માટે સરકાર દ્વારા ઘણા નિયમો નક્કી કરવામાં આવ્યા હતા.
VPN પ્રોવાઈડર્સે આ નિયમોનું પાલન કરવાનું હતું
આ નિયમોમાં, VPN પ્રોવાઈડર્સ અને ક્લાઉડ સર્વિસ ઓપરેટરો માટે તેમના વપરાશકર્તાઓના વિગતવાર રેકોર્ડ રાખવા ફરજિયાત બનાવવામાં આવ્યા હતા. તેમાં એડ્રેસ, IP એડ્રેસ અને પાંચ વર્ષના ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી સામેલ છે. આ નિયમો અનુસાર, આ વસ્તુઓનો સંગ્રહ કરવો પડશે અને જરૂર પડ્યે સરકારી એજન્સીને ઉપલબ્ધ કરાવવો પડશે.
મોટા VPN એપ પ્લેયર્સે કર્યો હતો વિરોધ વ્યક્ત
મોટા VPN એપ પ્લેયર્સે આ નિયમનો સખત વિરોધ કર્યો હતો. NordVPN, ExpressVPN SurfShark અને ProtonVPN જેવા ઈન્ડસ્ટ્રી પ્લેયર્સે તેનો વિરોધ કર્યો હતો. આ લોકોએ આ નિયમ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભારતના નવા નિયમોના જવાબમાં ઘણા અગ્રણી VPN પ્રોવાઈડર્સે દેશમાંથી તેમના સર્વર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પાછું ખેંચવાની યોજના જાહેર કરી છે.
તમને જણાવી દઈએ કે NordVPN, ExpressVPN અને SurfShark જેવી એપ્સ હજુ પણ ભારતીય ગ્રાહકોને સેવા આપવાનું ચાલુ રાખે છે. જોકે, તેઓએ દેશમાં આવી એપ્સનો પ્રચાર કરવાનું બંધ કરી દીધું છે.
15 જાન્યુઆરીથી BSNL બંધ કરવા જઈ રહ્યું છે આ સર્વિસ, લાખો ગ્રાહકો પર પડશે અસર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
