WhatsApp કોલ સરળતાથી થઇ શકે છે રેકોર્ડ, મોટાભાગના લોકો નહી જાણતા હોય આ ટ્રિક
ઘણી વખત લોકોના મનમાં આ સવાલ પણ આવે છે કે શું વોટ્સએપ કોલ રેકોર્ડ કરી શકાય છે?
![WhatsApp કોલ સરળતાથી થઇ શકે છે રેકોર્ડ, મોટાભાગના લોકો નહી જાણતા હોય આ ટ્રિક Here’s how to record WhatsApp calls in Android and ios device WhatsApp કોલ સરળતાથી થઇ શકે છે રેકોર્ડ, મોટાભાગના લોકો નહી જાણતા હોય આ ટ્રિક](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/04/d5b46b7f341b5ebc3311861bd82acdef170433053459974_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
WhatsApp આજે એક મહત્વપૂર્ણ એપ છે. 99 ટકા સ્માર્ટફોન યુઝર્સે ચોક્કસપણે તેમના ફોનમાં WhatsApp ઇન્સ્ટોલ કરેલું હશે. એપથી લોકો વચ્ચેનું અંતર ઘટ્યું છે. વોટ્સએપના આવવાથી માઇલો દૂર બેઠેલી વ્યક્તિ પણ એકબીજા સાથે જોડાયેલી રહે છે. શરૂઆતમાં વોટ્સએપ માત્ર એક મેસેજિંગ એપ હતી પરંતુ પછી ધીમે-ધીમે તેમાં ઘણા ખાસ ફીચર્સ ઉમેરવામાં આવ્યા અને એ જ રીતે એપમાં કોલિંગ ફીચર પણ આવી ગયું. કૉલિંગ સુવિધા આવવાથી વસ્તુઓ વધુ સરળ બની ગઈ. ઘણી વખત આપણે કલાકો સુધી કોલ પર રહીએ છીએ અને કેટલો સમય પસાર થઈ ગયો છે તેનો ખ્યાલ નથી આવતો. ઘણી વખત લોકોના મનમાં આ સવાલ પણ આવે છે કે શું વોટ્સએપ કોલ રેકોર્ડ કરી શકાય છે?
ઘણા લોકો જાણતા નથી કે આ કરવું સરળ છે. કોઈપણ વ્હોટ્સએપ કોલ રેકોર્ડ કરી શકે છે. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે વોટ્સએપ પર એવી કોઈ સત્તાવાર ટ્રિક નથી કે જેના દ્વારા કોલ રેકોર્ડ કરી શકાય. તેથી, અમે તમને એક અલગ બિનસત્તાવાર ટ્રિક જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે WhatsApp કૉલ્સ રેકોર્ડ કરી શકો છો.
સ્ટેપ બાય સ્ટેપ બાય જાણો રીત
આ માટે સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી કોલ રેકોર્ડિંગ એપ ડાઉનલોડ કરવી પડશે. ઉદાહરણ તરીકે અહીં આપણે Cube ACR વિશે વાત કરી રહ્યા છીએ. (App Call Recorder, Automatic Call Recorder પણ થર્ડ પાર્ટી એપ્સ છે).
એકવાર તે ઇન્સ્ટોલ થઈ જાય તે બ્રેકગ્રાઉન્ડમાં ચાલશે. હવે વોટ્સએપ પર જાવ અને કોઈને પણ વોઈસ કોલ કરો. તમે વોટ્સએપ કોલ સ્ટાર્ટ કરતાની સાથે જ ક્યુબ એસીઆર ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જશે અને તમારા કોલનું રેકોર્ડિંગ ફોનના ઈન્ટરનલ સ્ટોરેજમાં સેવ થઈ જશે.
જો તમે તમારા સેવ કરેલા કોલ્સ ક્યાં છે તે જોવા માંગો છો અને તમે તેને ફરીથી સાંભળવા માંગો છો તો તમારે ફાઇલ મેનેજર પર જવું પડશે. જો તમને અહીં રેકોર્ડિંગ ન મળે તો તમે ક્યુબ એસીઆર એપ્લિકેશન પર પણ જઈ શકો છો અને રેકોર્ડિંગ જોઈ શકો છો.
iPhone પર WhatsApp કૉલ રેકોર્ડિંગ કેવી રીતે થશે?
સૌ પ્રથમ તમારા ફોનને કેબલ દ્વારા Mac સાથે કનેક્ટ કરો અને પછી ‘Trust this computer’ પર જાવ. હવે Mac પર CMD+Spacebar દબાવો અને તેના પર 'સ્પોટલાઇટ' ઇન્સ્ટોલ કરો. આ પછી ‘ક્વિક ટાઈમ પ્લેયર’ શોધો અને તેને ઇન્સ્ટોલ કરો. હવે ફાઇલ પર જાવ અને 'ન્યૂ ઓડિયો રેકોર્ડિંગ' પર ટેપ કરો. હવે ઓપ્શન માટે તમારે iPhone સિલેક્ટ કરવાનું રહેશે અને તે પછી Record બટન પર ટેપ કરો.
હવે વોટ્સએપ કોલ શરૂ કરો અને આ રીતે નોર્મલ કોલ અને વોટ્સએપ કોલ બંને ક્વિક ટાઈમમાં સેવ થઈ જશે. ધ્યાનમાં રાખો કે કોલ પૂરો થયા પછી ક્વિક ટાઈમ પર રેકોર્ડિંગ બંધ કરો અને ફાઈલ સેવ કરો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)