કોરોના સમયમાં તમે પોતાના પીએફ ખાતામાંથી કેટલી રકમ ફરીથી ઉપાડી શકો છો, જાણો અહીં પુરો હિસાબ-કિતાબ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન પોતાના ગ્રાહકોને સહયોગ આપવાની અનુમતિ આપી દીધી છે. આ અંતર્ગત નૉન-રિફન્ડેબલ કૉવિડ-19 એડવાન્સનો લાભ ઉઠાવી શકો છો.
નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન પોતાના ગ્રાહકોને સહયોગ આપવાની અનુમતિ આપી દીધી છે. આ અંતર્ગત નૉન-રિફન્ડેબલ કૉવિડ-19 એડવાન્સનો લાભ ઉઠાવી શકો છો. મહામારી દરમિયાન સભ્યોની નાણાંકીય આવશ્યકતાને પુરી કરવા માટે વિશેષ નિકાશીની જોગાવાઇ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત માર્ચ, 2020માં કરી હતી.
આ જોગવાઇ અંતર્ગત ત્રણ મહિના માટે મૂળ વેતન અને મોંઘવારી ભથ્થાની સીમા સુધી બિન-વાપસી યોગ્ય રકમ કે ઇપીએફ ખાતામાં સદસ્યની જમા રકમની 75 ટકા સુધી આપવામાં આવશે. આ અંતર્ગત સદસ્ય ઓછી રકમ માટે પણ અરજી કરી શકે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે સોમવારે કહ્યું- કૉવિડ-19 દરમિયાન ઇપીએફઓ સદસ્યોને મોટી સહાયતા મળી રહી છે. ખાસ કરીને તે લોકો માટે જેનુ માસિક વેતન 15,000 રૂપિયાથી ઓછુ છે. ઇપીએફઓએ અત્યાર સુધી 76.31 લાખ કૉવિડ એડવાન્સ અરજીઓનો નિપટારો કરી દીધો છે. આ અંતર્ગત 18,698.15 કરોડ રૂપિયા વિતરિત કર્યા છે.
બીજીવાર પણ મળી શકે છે એડવાન્સ.......
ઇપીએફઓના 6 કરોડ સબ્સક્રાઇબર્સ આનો લાભ ઉઠાવી શકે છે, અને કારખાનાઓ અને જુદાજુદા પ્રતિષ્ઠાનોમાં કામ કરનારા કર્મચારી આ રકમને કાઢવા માટે પાત્ર છે. આ માટે ઇપીએફ યોજના, 1952ના પેરા 68 એલ ના ઉપ-પેરા 3ને જોડવામાં આવી છે. સંશોધિત કર્મચારી ભવિષ્ય નિધિ કોષ યોજના ગત 28 માર્ચથી લાગુ કરવામા આવી હતી. કોરોનાની બીજી લહેર દરમિયાન મ્યૂકૉરમાયકૉસિસ એટલે કે બ્લેક ફંગગને હાલમાં મહામારી જાહેર કરવામા આવી છે. આ આપદાની ઘડીમાં ઇપીએફઓનો પ્રયાસ છે કે તે સદસ્યોની નાણાંકીય જરૂરિયાતોને જોતા તેમની મદદ કરી શકે. આવામાં જે સદસ્યો પહેલી જ કૉવિડ-19 એડવાન્સ લઇ ચૂક્યા છે, તે બીજીવાર એડવાન્સ લઇ શકશે. બીજીવાર કૉવિડ-19 એડવાન્સ લેવાની પ્રક્રિયા અને જોગવાઇ બિલકુલ પહેલા લીધેલા એડવાન્સના જેવી જ છે. કોરોના મહામારીના કારણે આ યોજના અંતર્ગત લોકો અત્યારે આનો ખુબ લાભ લઇ રહ્યાં છે.