શોધખોળ કરો

WhatsApp: +92, +84, +62 જેવા સ્પામ કોલથી પરેશાન છો, તો ઓન કરી લો આ સેટિંગ, મળશે રાહત

WhatsApp calls : આ રિપોર્ટમાં અમે તમને તેનાથી બચવાની એક શાનદાર રીત જણાવવા જઈ રહ્યા છીએ

WhatsApp calls : ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પર સ્પામ કોલના કેસ સતત વધી રહ્યા છે. તાજેતરમાં WhatsApp પર +84, +62, +60 નંબરો પરથી સ્પામ કોલ આવી રહ્યા હતા. આવા કોલ્સ તમને ખરાબ રીતે ફસાવી શકે છે અને પૈસા પડાવી શકે છે. આ અંગે સરકાર દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં આ કોલ ભારતમાંથી નહીં પરંતુ અન્ય દેશોમાંથી કરવામાં આવી રહ્યા છે અને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. હવે સ્કેમર્સ નવા નંબરો પરથી કોલ કરી રહ્યા છે. જો તમને આવા સ્પામ કોલ અથવા મેસેજ આવી રહ્યા છે તો આ રિપોર્ટમાં અમે તમને તેનાથી બચવાની એક શાનદાર રીત જણાવવા જઈ રહ્યા છીએ.

વોટ્સએપ કોલ એક મોટું કૌભાંડ છે

આવો જાણીએ કે +92, +84, +62 જેવા નંબરો પરથી કોલ ક્યાંથી આવે છે. વાસ્તવમાં આવા કોલ મલેશિયા, કેન્યા, વિયેતનામ અને ઈથોપિયાથી કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં આ સ્પામ વોટ્સએપ નંબરો પરથી આવતા કોલ્સમાં ઘણો વધારો થયો છે. આ ISD નંબરો પરથી આવતા કૉલ્સ સામાન્ય રીતે વીડિયો કૉલ્સ હોય છે. આ સિવાય ભારતીય કોડ નંબરો પરથી આવતા અજાણ્યા કોલ પણ ખતરનાક છે.

આ નંબરો પરથી વીડિયો કોલ કરવામાં આવી રહ્યા છે અને કોલ રિસીવ કર્યા બાદ તમે કંઈક સમજી શકશો ત્યાં સુધીમાં આ સાયબર ઠગ પોતાનું કામ કરી ચૂક્યા છે. તેમને માત્ર થોડીક સેકન્ડનો વીડિયો જોઈએ છે જેમાં તમારો ચહેરો દેખાય છે. આ પછી તમારા ચહેરાને અશ્લીલ વીડિયો સાથે  એડિટ કરવામાં આવે છે અને પછી તમને બ્લેકમેઇલ કરવાની રમત શરૂ થાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી છે.

WhatsAppનું નવું પ્રાઇવસી ફીચર

વોટ્સએપે થોડા દિવસો પહેલા સાયલન્ટ અનનોન કોલર ફીચર બહાર પાડ્યું છે જેનો ઉપયોગ કરીને અજાણ્યા નંબરો પરથી કોલ ડિફોલ્ટ રૂપે સાયલન્સ કરી શકાય છે. સાયલન્ટ અનનોન કોલર ફીચર વોટ્સએપના નવા પ્રાઈવસી ફીચર તરીકે રજૂ કરવામાં આવ્યું છે. મેટાના જણાવ્યા અનુસાર, આ ફીચરની મદદથી તમને અજાણ્યા નંબરો પરથી આવતા કોલથી છૂટકારો મળશે. નવા ફીચરની મદદથી અજાણ્યા નંબરો પરથી આવતા કોલને ઓટોમેટીક સાયલન્સ કરી શકાશે. જો કે, યુઝર્સ આ કૉલ્સને પછીથી કૉલ્સ ટેબમાં જોઈ શકે છે.

વોટ્સએપ પર અજાણ્યા નંબરને કેવી રીતે સાયલન્ટ કરશો

- સૌથી પહેલા તમારી વોટ્સએપ એપ ઓપન કરો. જો એપ અપડેટ ન થઈ હોય તો પહેલા એપ અપડેટ કરો.

-હવે WhatsApp સેટિંગ્સમાં જાવ. અહીં તમારે 'Privacy' ના વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે.

-હવે 'કોલ્સ' વિકલ્પ પર ટેપ કરો.

-અહીં તમને 'Silence unknown callers' નો નવો વિકલ્પ જોવા મળશે.

-આ સેટિંગ ઓન કરો.

-આ પછી તમારા વોટ્સએપ નંબર પર અજાણ્યા નંબરોથી આવતા કૉલ્સ સાયલન્ટ થઈ જશે.

-જો કે, તમે આ કૉલ્સને પછીથી કૉલ્સ ટૅબમાં જોઈ શકો છો.

ટોપ સ્ટોરી

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Embed widget