શોધખોળ કરો
તમે તમારા ફોનને સેનેટાઈઝરથી સાફ કરો છો તો થઈ જાવ સાવધાન, ફોનમાં થઈ શકે છે શોર્ટ સર્કિટ
કોરોના બાદ ફોન રિપેરિંગ સેન્ટર પર ફોન રીપેર કરાવવા માટે આવતા ફોનની સંખ્યા ઘણી વધી ગઈ છે.

સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોના વાયરસને કારણએ લોકોને વારંવાર સાબુથી હાથ ધોવા અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. લોકોમાં ડર છે કે ક્યાં તે ઇનફેક્ટેડ ન થઈ જાય. માટે લોકો ઘરેથી બહાર જતા સમયે પોતાની સાથે સેનેટાઈઝ અને માસ્ક લગાવીને જાય છે. એવામાં ઘણાં લોકો પોતોના ફોનને પણ ડિસઇન્ફેક્ટેડ કરવા માટે સેનેટાઈઝરનો ઉપયોગ કરે છે.
સેનેટાઈઝરથી ફોનને થતાં નુકસાન
1- સ્ક્રીન અને સ્પીકરને થઈ શકે છે ખરાબ
કેટલાક લોકો ફોનને સાફ કરવા માટે એન્ટી બેક્ટીરિયલ વેટ-વાઇપ્સનો પણ ઉપયોગ કરે છં પરંતુ કેટલાક લોકો હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરે છે. આલ્કોહોલ યુક્ત સેનેટાઈઝરને ફોન પર છાંટીને ઘસીને સાફ કરે છે. પરંતુ શું તમને ખબર છે આમ કરવાથી તમારા ફોનને નુકસાન થઈ શકે છે. મોટેભાગે સેનેટાઈઝરથી તમારા ફોનની સ્ક્રીન, હેડફોન જેક અને સ્પીકર પણ ખરાબ થઈ શકે છે.
2- ફોનમાં શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે
કોરોના બાદ ફોન રિપેરિંગ સેન્ટર પર ફોન રીપેર કરાવવા માટે આવતા ફોનની સંખ્યા ઘણી વધી ગઈ છે. રિપેરિંગ સેન્ટર પર મોટેભાગે એવા જ ફોન આવી રહ્યા છે જેને સેનેટાઈઝરથી સાફ કરવામાં આવ્યા હોય. નિષ્ણાંતોનું કહેવું છે કે, લોકો મોબાઈલને એ રીતે સેનેટાઈઝરથી સાફ કરે કે ફોનના હેડફોન જેકમાં સેનેટાઈઝર જાય છે. તેનાથી ફોનમાં શોર્ટ સર્કિટ થવાનું પણ જોખમ રહે છે.
3- ડિસ્પ્લે અને કેમેરો પણ થઈ શકે છે ખરાબ
ફોનને સેનેટાઈઝરથી સાફ કરવા પર તમારા ફોનનો રંગ બદલાઈ શકે છે. આલ્કોહોલવાળા સેનેટાઈઝર ફોનના ડિસ્પ્લે અને કેમેરા લેન્સને પણ ખરાબ કરી શકે છે. તેનાથી ફોનના ડિસ્પ્લેનો રંગ પીળો પડી શકે છે.
વધુ વાંચો
Advertisement





















