SIM Rules: વધારે સિમ કાર્ડ રાખવા બનશે મુસીબત, કાયદાની જાળમાં ફસાશો ને થશે 2 લાખનો દંડ, જાણો નવા નિયમ વિશે...
SIM Rules Under Telecom Act: ભારતમાં ટેલિકૉમ્યૂનિકેશન એક્ટ 2023 લાગુ કરવામાં આવ્યો છે. આમાં સરકારે લોકો સાથે છેતરપિંડી અને કૉલ પર ફ્રૉડ રોકવા માટે ઘણા કડક નિયમો બનાવ્યા છે
SIM Rules Under Telecom Act: ભારતમાં ટેલિકૉમ્યૂનિકેશન એક્ટ 2023 લાગુ કરવામાં આવ્યો છે. આમાં સરકારે લોકો સાથે છેતરપિંડી અને કૉલ પર ફ્રૉડ રોકવા માટે ઘણા કડક નિયમો બનાવ્યા છે. નિયમોમાં લોકો તેમના નામે કેટલા સિમ કાર્ડ મેળવી શકશે તેની ખાસ કાળજી રાખવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ આ નિયમોનો ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કેટલા સિમ કાર્ડ કરાવી શકાય છે ઇશ્યૂ
ટેલિકોમ એક્ટ 2023 મુજબ, વ્યક્તિ તેના નામ પર કેટલા સિમ કાર્ડ મેળવી શકે છે તે સંપૂર્ણપણે તે ક્યાં રહે છે તેના પર નિર્ભર કરે છે. જો કોઈ વ્યક્તિ જમ્મુ અને કાશ્મીર, આસામ અને ભારતના ઉત્તર-પૂર્વના લાયસન્સ સર્વિસ ક્ષેત્રો (LSA)માં રહે છે, તો તે માત્ર છ સિમ લઈ શકે છે. સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે અહીં મર્યાદા ઓછી રાખવામાં આવી છે. આ વિસ્તારો સિવાય દેશના અન્ય સ્થળોએ લોકો તેમના નામે ઇશ્યૂ કરાયેલા નવ સિમ કાર્ડ મેળવી શકે છે.
નિયમોને તોડવા પર ચૂકવવો પડશે મોટો દંડ
નવા નિયમો અનુસાર જો કોઈ નિર્ધારિત નંબર કરતા વધુ સિમ લેશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં આરોપી વ્યક્તિને ટેલિકૉમ્યૂનિકેશન એક્ટ હેઠળ 50,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. એટલું જ નહીં, જો આરોપી વારંવાર આવું કંઈક કરશે તો તેને 2 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.
આ સાથે, જો કોઈ વ્યક્તિ છેતરપિંડી, ઠગાઇ અથવા અયોગ્ય માધ્યમનો ઉપયોગ કરીને સિમ કાર્ડ મેળવે છે, તો તેને 3 વર્ષ સુધીની જેલ અથવા 50 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.
ક્યાંક તમારા નામથી કોઇ બીજુ નથી યૂઝ કરી રહ્યું ને સિમ
ઘણી વખત એવું બને છે કે સાયબર છેતરપિંડી કરનારાઓ તમારા નામના સિમનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તમને તેની જાણ પણ હોતી નથી. આ જાણવા માટે તમારે સરકારી પોર્ટલ www.sancharsathi.gov.in પર જવું પડશે અને ત્યાં જરૂરી માહિતી ભર્યા બાદ ફોન પર OTP આવશે.
આ OTP ભર્યા પછી, એક નવું પેજ ખુલશે, જ્યાં તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા તમામ મોબાઈલ નંબર આપવામાં આવશે. આનાથી તમને ખબર પડશે કે કોઈ તમારા નામે લીધેલા સિમનો ઉપયોગ કરી રહ્યું છે.