Tips: તમે નથી ઇચ્છતા કે કોઇ ઇન્સ્ટાગ્રામ પર તમને ઓનલાઇન જુએ, તો આ રીતે કરી શકો છો તમારા Activity Statusને ઓફ
જે રીતે વૉટ્સએપ પર લોકો જોઇ શકે કે તેમ ઓનલાઇ છો કે નહીં, ઠીક આ જ રીતે ઇન્સ્ટાગ્રામ પર પણ Activity Status હોય છે,
Instagram Tips : ઇન્સ્ટાગ્રામ દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેનારી સોશ્યલ મીડિયા એપ્સમાની એક છે. ઇન્સ્ટાગ્રામ પર તમે તસવીર કે વીડિયો પૉસ્ટ કરી શકો છો, શૉર્ટ વીડિયો તરીકે તમે આના પર Reels ક્રિએટ પણ કરી શકો છો. વૉટ્સએપ સ્ટેટસની જેમ અહીં સ્ટૉરી લગાવી શકો છો. તમે દોસ્તો સાથે ચેટિંગ પણ કરી શકો છે કે પછી રીલ્સ પણ શેર કરી શકો છો, મેટા આ આની પેરેન્ટ્સ કંપની છે, ફેસબુક, અને વૉટ્સએપ પણ મેચાની અંદર જ આવે છે.
Activity Status શું છે ?
જે રીતે વૉટ્સએપ પર લોકો જોઇ શકે કે તેમ ઓનલાઇ છો કે નહીં, ઠીક આ જ રીતે ઇન્સ્ટાગ્રામ પર પણ Activity Status હોય છે, આ ફિચરથી જે લોકો તમારી સાથે ચેટ કરવા માંગે છે, તે ચેટ પણ કરી શકે છે. તેઓ જોઇ શકે છે કે, તમે ઓનલાઇન છો કે, ઓફલાઇન.
કેટલાક લોકોને આ ફિચરનું કામ હોય છે, પરંતુ કેટલાયને આ બતાવવુ નથી ગમતુ. જો તમે ઇન્સ્ટાગ્રામ પર તમારા આ Activity Statusને છુપાવવા માંગો છો કે બંધ કરવા માંગો છો, તો આસાનીથી કરી શકો છે.
ઇન્સ્ટાગ્રામ પર ઓનલાઇન સ્ટેટસ કઇ રીતે છુપાવશો ?
સૌથી પહેલા એ ચેક કરો કે તમારુ ઇન્સ્ટાગ્રામ લેટેસ્ટ વર્ઝન પર અપડેટ છે કે નહીં, જો નથી, તો સૌથી પહેલા એપને અપડેટ કરી લો, આ પછી નીચે બતાવવામાં આવેલા સ્ટેપ્સને ફોલો કરો.
- તમારા Android અને iOS સ્માર્ટફોન પર ઇન્સ્ટાગ્રામ ઓપન કરો.
- નીચે જમણીબાજુએ આપેલા ખુણામાં પોતાની પ્રૉફાઇલ પર ટેપ કરો.
- ઉપર જમણી બાજુએ ત્રણ લાઇન પર ટેપ કરો.
- સેટિંગ્સ ઓપન કરો.
- પ્રાઇવસી ઓપ્શન પર ટેપ કરો.
- નીચેની બાજુએ થોડુ સ્ક્રૉલ કરો અને એક્ટિવિટી સ્ટેટસ ટેબ પર ટેપ કરો.
- અહીંથી Activity Statusને ઓફ કરી દો.
Smartphone Tips: ફોનમાં WhatsApp અને Insta એકસાથે ચલાવી શકો છો તમે, બહુ ઓછા લોકો જાણે છે આ ટ્રિક્સ
Multitasking In Smartphone: આપણા સ્માર્ટફોનમાં એવા કેટલાય ફિચર્સ અવેલેબલ છે, જેનાથી આપણે અજાણ છીએ, આપણે આપણા સ્માર્ટફોનથી મલ્ટીટાસ્કિંગ કરી શકીએ છીએ. પરંતુ મોટાભાગના લોકો આવી વસ્તુઓને નથી જાણતા. તમને ખબર છે તમારી મોબાઇલની સ્ક્રીન પર વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ એકસાથે ચલાવી શકાય છે, નહીં ને, જાણો આ કઇ રીતે કરી શકાય છે.
એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 થી ઉપરની તમામ ઓપરેટિંગ સિસ્ટમમા સ્પિલ્ટ સ્ક્રીન (Split Screen) ની સુવિધા મળે છે. આ જ રીતે પિક્ચર ઇન પિક્ચર મૉડ (PIP), ફ્લૉટિંગ વિન્ડો અને ક્વિક સ્વિચિંગ (Quick Switch)નો પણ ઓપ્શન સ્માર્ટફોનમાં મળે છે.
આ રીતે તમે પણ ચલાવો એકસાથે બે એપ -
સ્પિલ્ટ સ્ક્રીનનો લાભ લેવા માટે તમારે સૌથી પહેલા કોઇપણ બે એપ્સ ખોલવાની છે, પછી સ્માર્ટફોનમાં મિનિમાઇઝ બટનને થોડી વાર સુધી દબાવી રાખો. આવુ કરતાં જ તરત જ સ્ક્રીન સ્પિલ્ટ થઇ જશે અને નીચેની સ્ક્રીન પર તમે બીજી એપ ચલાવી શકો છો.
તમારી સુવિધા માટે અમે અહીં એક તસવીર એડ કરી રહ્યા છીએ, આ જ રીતે તમે ફ્લૉટિંગ સ્ક્રીનને પણ ઓન કરી શકો છો. આ માટે તમારે મિનીમાઇઝ બટનને દબાવવાનુ છે, અને ટૉપ રાઇટ કૉર્નર પર દેખાઇ રહેલા ત્રણ ડૉટ પર ક્લિક કરવાનુ છે. અહીં તમને ફ્લૉટિંગ વિન્ડોનો ઓપ્શન દેખાશે. આના પર ક્લિક કરતાં જ તમે એકસાથે બે-બે કામ કરી શકશો.