Jio-Airtel સામે દેસી કંપનીની ધમાલ, ત્રણ મહિના સુધી ફ્રી ઇન્ટરનેટ, સાથે 18 ઓટીટી સબ્સક્રીપ્શન અને સ્માર્ટ ટીવી
Excitel New Broadband Plan: રિલાયન્સ જિઓ એરટેલ દેશની અગ્રણી બ્રૉડબેન્ડ કંપનીઓ છે, પરંતુ આ બધાની વચ્ચે એક એવી કંપની આવી છે જે ઓછી કિંમતે વધુ લાભ આપી રહી છે
Excitel New Broadband Plan: રિલાયન્સ જિઓ એરટેલ દેશની અગ્રણી બ્રૉડબેન્ડ કંપનીઓ છે, પરંતુ આ બધાની વચ્ચે એક એવી કંપની આવી છે જે ઓછી કિંમતે વધુ લાભ આપી રહી છે. આ કંપનીનું નામ Excitel છે. કંપનીએ ગ્રાહકો માટે ખાસ ઓફર કરી છે. આ ઓફર હેઠળ કંપની 3 મહિના માટે ફ્રી ઇન્ટરનેટ અને 18 પ્રકારના OTT (જેમ કે Netflix, Amazon Prime)નું સબસ્ક્રિપ્શન આપી રહી છે. આ ઓફર હેઠળ કંપની ગ્રાહકોને આકર્ષી રહી છે અને સારી ગુણવત્તાનું ઇન્ટરનેટ પ્રદાન કરવાનું વચન આપી રહી છે. અહીં અમે તમને આ ઓફર વિશે માહિતી આપી રહ્યાં છીએ.
Excitel નો નવો 499 રૂપિયા મહિના વાળો પ્લાન -
Excitelની નવી ઓફર 499 રૂપિયા પ્રતિ માસ છે. જો તમે 9 મહિના સુધી ઈન્ટરનેટનો ઉપયોગ કરો છો તો તમને 3 મહિના ફ્રી ઈન્ટરનેટ મળશે. સાથે જ તમને 18 OTT પ્લેટફોર્મ અને 150 થી વધુ ચેનલો જોવા મળશે. આ ઓફર હજુ પણ એક્ટિવ છે. આ ઓફરમાં તમે Amazon Prime, Disney + Hotstar, Sony Liv, Altbalaji અને બીજા ઘણા જેવા 18 OTT પ્લેટફોર્મની ઍક્સેસ મેળવો છો. આ ઓફર હેઠળ, કંપની ગ્રાહકોને આકર્ષી રહી છે અને સારી ગુણવત્તાનું ઇન્ટરનેટ પ્રદાન કરવાનું વચન આપી રહી છે. આ પ્લાન સાથે તમને ફ્રી લાઈવ ટીવી ચેનલ્સ અને ફ્રી સ્માર્ટ ટીવી અથવા HD પ્રોજેક્ટર પણ મળશે. કંપનીની આ ઓફર 35 થી વધુ શહેરોમાં ઉપલબ્ધ છે.
Excitel એ લૉન્ચ કર્યા આ બે નવા પ્લાન -
Excitel એ આ મહિનાની શરૂઆતમાં બિગ સ્ક્રીન પ્લાન નામના બે નવા બ્રૉડબેન્ડ પ્લાન લૉન્ચ કર્યા હતા. આ પ્લાનની કિંમત 1,299 રૂપિયા અને 1,499 રૂપિયા છે. આ સ્કીમમાં યૂઝર્સને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ, OTT સબ્સ્ક્રિપ્શન, મફત લાઇવ ટીવી ચેનલો અને મફત સ્માર્ટ ટીવી અથવા HD પ્રૉજેક્ટર મળશે. તમને જણાવી દઈએ કે કંપનીની આ ઓફર 35 થી વધુ શહેરોમાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો
Vivoના આ ફોનનો કેમેરા DSLRને આપે છે ટક્કર, ફોટોગ્રાફી માટે બેસ્ટ સાથે 3D કર્વ્ડ ડિસ્પ્લે, જાણો