જિઓની નવી દિવાળી ઓફર: ૬૯૯ રૂપિયામાં ફોન સાથે ૧૨૩ રૂપિયાનો માસિક પ્લાન ફ્રીમાં મળશે
Jio Rs 699 phone offer: રિલાયન્સ જિઓ દિવાળી પહેલા તેના ગ્રાહકો માટે એક પછી એક નવી ઓફર લાવી રહ્યું છે. કંપનીએ હવે ગ્રાહકો માટે એક નવી ધમાકેદાર ઓફર રજૂ કરી છે.
![જિઓની નવી દિવાળી ઓફર: ૬૯૯ રૂપિયામાં ફોન સાથે ૧૨૩ રૂપિયાનો માસિક પ્લાન ફ્રીમાં મળશે jio diwali offer 699 mobile 123 recharge જિઓની નવી દિવાળી ઓફર: ૬૯૯ રૂપિયામાં ફોન સાથે ૧૨૩ રૂપિયાનો માસિક પ્લાન ફ્રીમાં મળશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/19/df2757519c88687a3f5bb10862848e06172933778783378_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jio Diwali mobile offer: દિવાળી પહેલા ફેસ્ટિવ સીઝનમાં રિલાયન્સ જિઓ સતત તેના ગ્રાહકોને સરપ્રાઈઝ આપી રહ્યું છે. રિલાયન્સ જિઓ તરફથી તાજેતરમાં જ રિચાર્જ પ્લાનમાં ઘણા પ્રકારના ગિફ્ટ બેનિફિટ્સની જાહેરાત કરવામાં આવી હતી અને હવે કંપની એક વધુ ઓફર લઈને આવી છે. રિલાયન્સ જિઓએ એક નવી દિવાળી ઓફર લોન્ચ કરી છે. જિઓની નવી ઓફરની સૌથી ખાસ વાત એ છે કે કંપની ગ્રાહકોને માત્ર ૬૯૯ રૂપિયામાં મોબાઈલ ફોન ખરીદવાની તક આપી રહી છે.
જિઓની લેટેસ્ટ દિવાળી ઓફરમાં માત્ર સ્તા ભાવે મોબાઈલ ફોન જ નહીં પરંતુ ગ્રાહકોને મોબાઈલ સાથે માસિક રિચાર્જ પ્લાન પણ ઓફર કરવામાં આવી રહ્યો છે. જિઓની બંને ઓફર મર્યાદિત સમય માટે છે.
દિવાળીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. દિવાળી પહેલા જ જિઓએ એક મોટો ધમાકો કર્યો છે. કંપની તેના કરોડો ગ્રાહકોને જિઓ ભારત 4G ફોન માત્ર ૬૯૯ રૂપિયામાં ખરીદવાની બમ્પર ઓફર આપી રહી છે. જણાવી દઈએ કે જો તમે ઓફર પછી આ ફોન ખરીદો છો તો તમારે તેના માટે ૯૯૯ રૂપિયા ખર્ચ કરવા પડશે.
જિઓ ભારતને 2G મુક્ત કરવાની દિશામાં પગલાં ભરતા સ્તા ભાવે 4G ફોન ઓફર કરી રહ્યું છે. જો તમે જિઓ ભારત 4G ફોન ખરીદો છો તો તમને ૧૨૩ રૂપિયાનો માસિક રિચાર્જ પ્લાન મળશે. આમાં તમને કોઈપણ નેટવર્કમાં અનલિમિટેડ ફ્રી કૉલિંગની સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત દર મહિને તમને આ પ્લાનમાં 14GB ડેટા ઓફર કરવામાં આવે છે. જિઓનો આ રિચાર્જ ૪૫૫થી વધુ લાઈવ ટીવી ચેનલ સાથે આવે છે.
જિઓ ભારત 4G ફીચર ફોન ઘણી સુવિધાઓ સાથે આવે છે. આ ફોનમાં QR કોડને સ્કેન કરવાની સુવિધા આપવામાં આવી છે. આની મદદથી તમે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો. આ ઉપરાંત તમને આમાં ગ્રુપ ચેટ, વીડિયો શેરિંગ, ફોટો અને મેસેજિંગની સુવિધા પણ આપવામાં આવે છે. આમાં તમને 2.8 ઈંચની ડિસ્પ્લે મળે છે. આમાં તમને 3.5mm નો ઓડિયો જેક આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ફોનમાં ટોર્ચ, એફએમ રેડિયો, કેમેરા જેવી સુવિધાઓ પણ મળે છે.
આ પણ વાંચોઃ
સાવધાન! બટન દબાવતાં જ થઈ શકે છે ફ્રોડ,આ રીતે ઓળખો નકલી IVR કૉલ્સને
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)