શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નવા વર્ષે Jioની યૂઝર્સને શાનદાર ભેટ, Airtel અને VI પર કોલ કરવા માટે હવે કોઈ ચાર્જ નહીં લાગે
હાલમાં જિઓથી અન્ય નેટવર્ક પર કોલિંગ માટે દરેક પ્લાનની સાથે કેટલીક IUC મિન્ટ્સ મળે છે.
રિલાયન્સ જિઓની જે ઓફરની નવા વર્ષે યૂઝર્સ રાહ જોઈ રહ્યા હોય છે તેની જાહેરાત જિઓએ આજે વર્ષ 2020ના છેલ્લા દિવસે કરી દીધી છે. જિઓ હેપ્પી ન્યૂ યર ઓફર 2021 લોન્ચ કરવામાં આવી છે. જિઓએ કહ્યું કે, નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2021થી તેના ગ્રાહકો પહેલાની જેમ જ તમામ નેટવર્રક પર અનલિમિટેડ કોલિંગ કરી શકશે. જણાવીએ કે હાલમાં જિઓથી અન્ય નેટવર્ક પર કોલિંગ માટે દરેક પ્લાનની સાથે કેટલીક IUC મિન્ટ્સ મળે છે.
રિલાયન્સ જિઓએ કહ્યું કે, ભારતીય ટેલીકોમ નિયામક પ્રાદિકરણ એટલે કે ટ્રાઈના નિર્દેશાનુસાર એક જાન્યુઆરીથી તમામ લોકલ વોઇસ કોલ્સ માટે ઇન્ટરકનેક્ટ યૂઝેસ ચાર્જીસ (IUC)પૂરા કરવામાં આવે છે. ત્યાર બાદ જોઇથી અન્ય કોઈપણ નેટવર્ક પર કોલ ફ્રી થઈ જશે.
જિઓમાં ઓન નેટ એટલે કે જિઓથી જિઓ પર કોલ હંમેશા ફ્રી જ હતું. પરંતુ હવે ઓફ નેટ એટલે કે અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે પણ હવે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે.
આ સાથે જ જીઓએ નવા પ્રી પેડ પ્લાન લોન્ચ કર્યા છે જેમાં 129 રૂપિયા, 149 રૂપિયા, 199 રૂપિયા અને 555 રૂપિયાના પ્લાન સામેલ છે. આ પ્લાનની વેલિડિટી ક્રમશઃ 28 દિવસ, 24 દિવસ, 28 દિવસ અને 84 દિવસ છે. આ પ્લાનના ફાયદાની વાત કરીએ તો 129 રૂપિયાવાળા પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે 2 જીબી ડેટા મળશે. 149 રૂપિયાવાળા પ્લાનમાં રોજ 1 જીબી ડેટાની સાથે તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળશે. 199 રૂપિયાવળા પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા અને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. અને 555 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા અને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion