શોધખોળ કરો

JioStar ડૉમેન થઇ ગયું લાઇવ, બનશે Reliance Jio અને Disney+ Hotstar નું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ?

JioStar.Com: Jio અને Hotstarના મર્જરના સમાચાર વચ્ચે દિલ્હી સ્થિત એક એપ ડેવલપરે JioHotstar.com ડૉમેન ખરીદ્યું હતું

JioStar.Com: રિલાયન્સ જિઓ અને સ્ટાર ઈન્ડિયા ઈન્ડિયાનું મર્જર હવે અંતિમ તબક્કામાં છે, જેના કારણે જિઓ સિનેમા અને ડિઝની પ્લસ હૉટસ્ટારનું મર્જર થવાની સંભાવના છે. આ દરમિયાન નવું ડૉમેન JioStar.com લાઇવ કરવામાં આવ્યું છે, જેમાં Jio Star Coming Soon દેખાઈ રહ્યું છે. એવી અટકળો છે કે 14 નવેમ્બરથી આ વેબસાઇટ દ્વારા Jio અને Hotstarની સ્ટ્રીમિંગ સર્વિસ ઉપલબ્ધ થઈ શકે છે.

JioCinema પર એન્ટરટેન્ટમેન્ટ, Disney+ Hotstar પર સ્પૉર્ટ્સ 
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો રિલાયન્સ જિઓ IPL અને ISL જેવી તમામ સ્પૉર્ટ્સ ઈવેન્ટ્સને Disney+ Hotstar દ્વારા સ્ટ્રીમ કરશે, જ્યારે વેબસીરીઝ, ટીવી સીરિયલો અને મૂવીઝ JioCinema પર બતાવવામાં આવશે. ડિઝની+ હૉટસ્ટારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્પૉર્ટ્સ સ્ટ્રીમિંગ માટે વધુ સારું છે, તેથી તેનો ઉપયોગ ખાસ કરીને આ હેતુ માટે કરવામાં આવશે.

JioHotstar ડૉમેન પહેલાથી જ વેચાઇ ગયુ છે 
Jio અને Hotstarના મર્જરના સમાચાર વચ્ચે દિલ્હી સ્થિત એક એપ ડેવલપરે JioHotstar.com ડૉમેન ખરીદ્યું હતું, જેને તેણે હરાજીમાં વેચવાની યોજના બનાવી હતી. પાછળથી સમાચાર આવ્યા કે આ ડૉમેન દુબઈમાં રહેતા બે બાળકોએ ખરીદ્યું હતું અને કંપનીને મફતમાં આપવાનો દાવો કર્યો હતો. Jiostar.com લાઇવ થયા પછી એવી ચર્ચા છે કે Jio આ ડૉમેન દ્વારા તેની સ્ટ્રીમિંગ સર્વિસ શરૂ કરશે.

ડૉમેન વેચનારાઓને ઝટકો 
છેલ્લા કેટલાય વર્ષોથી Disney+ Hotstar પર લાઇવ ક્રિકેટ મેચો સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. ડિઝની પ્લસ હૉટસ્ટાર પાસે હજુ પણ તમામ ICC ઇવેન્ટ્સના સ્ટ્રીમિંગ રાઇટ્સ છે. હાલમાં જ એક રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આ બે OTT પ્લેટફોર્મ JioHostarના નામે મર્જ કરવામાં આવશે. આ મર્જરને ધ્યાનમાં રાખીને, દિલ્હી સ્થિત એક એપ ડેવલપરે આ ડૉમેન ખરીદ્યું અને તેને હરાજી માટે મૂક્યું. આ ડૉમેનની હરાજીમાંથી મળેલી રકમનો ઉપયોગ તે તેના ઉચ્ચ અભ્યાસ માટે કરવા જઈ રહ્યો હતો.

આ પછી, આ ડૉમેન દુબઈ સ્થિત બે રેસિડેન્ટ્સે ખરીદ્યું હતું અને કંપનીને મફતમાં આપવાનો દાવો કર્યો હતો. તાજેતરમાં જિઓ અને હૉટસ્ટારના ડૉમેનને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અટકળો બહાર આવી રહી હતી. JioStar નામની નવી વેબસાઈટ લૉન્ચ થયા બાદ એવું લાગે છે કે Jio હવે આ ડૉમેન દ્વારા તેની સ્ટ્રીમિંગ સર્વિસ ઉપલબ્ધ કરાવશે. તાજેતરમાં ChatGPT બનાવતી કંપની OpenAIએ Chat.comના ડૉમેન માટે રૂ. 120 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.

આ પણ વાંચો

ઓર્ડિનન્સ, એક્ટ અને બિલ શું હોય છે ? જાણી લો આ ત્રણેયમાં તફાવત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
બાળકને આપી રહ્યાં છો ઈન્ટરનેટ ઍક્સેસ? પહેલા આ જરૂરી અને મહત્વના મુદ્દા સમજી લો
બાળકને આપી રહ્યાં છો ઈન્ટરનેટ ઍક્સેસ? પહેલા આ જરૂરી અને મહત્વના મુદ્દા સમજી લો
Laptopથી Phone ચાર્જ કરવું કેટલું સુરક્ષિત? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
Laptopથી Phone ચાર્જ કરવું કેટલું સુરક્ષિત? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Embed widget