(Source: ECI/ABP News/ABP Majha)
Telecom Bill 2023: હવે જો નકલી સિમ કાર્ડ વેચ્યૂ કે ખરીદ્યું તો થશે જેલ-દંડ, આવ્યો આ નવો નિયમ
બુધવારે લોકસભામાં ટેલિકોમ બિલ 2023 પસાર થયા બાદ તે ગુરુવારે રાજ્યસભામાં પણ પસાર થયું હતું અને હવે સિમ કાર્ડના વેચાણ અને ખરીદી માટે નવા નિયમો અમલમાં આવ્યા છે
Telecom Bill 2023: દેશમાં મોદી સરકાર અત્યારે સંસદમાં એક પછી એક બિલ પાસ કરી રહી છે. આમાં આજે એક મહત્વનું બિલ પણ પસાર થયુ છે. બુધવારે લોકસભામાં ટેલિકોમ બિલ 2023 પસાર થયા બાદ તે ગુરુવારે રાજ્યસભામાં પણ પસાર થયું હતું અને હવે સિમ કાર્ડના વેચાણ અને ખરીદી માટે નવા નિયમો અમલમાં આવ્યા છે. આ બિલ સામાન્ય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે તો લાખોનો દંડ અને કેટલાક વર્ષની જેલની જોગવાઈ છે. નવા બિલમાં તમારા માટે કઈ કઈ મહત્વની બાબતો છે તે વિગતવાર જાણો અહીં....
સૌથી પહેલા જાણી લો કે નવું બિલ 138 વર્ષ જૂના ભારતીય ટેલિગ્રાફ એક્ટનું સ્થાન લેશે. નવા બિલ હેઠળ જો કોઈ વ્યક્તિ ખોટી રીતે રાષ્ટ્રીય સુરક્ષા (મોબાઈલ, સિમ કાર્ડ, વાઈફાઈ વગેરે જેવા ટેલિકોમ ગેજેટ્સ દ્વારા) માટે જોખમ ઊભું કરે છે અથવા આવા કામમાં સંડોવાયેલ જોવા મળે છે, તો તેને 3 વર્ષની જેલ અથવા દંડની સજા થશે. 2 કરોડનો દંડ ભરવો પડશે. તેમજ આ બંને સજા પણ આપી શકાય છે. જો ટેલિકોમ ઓપરેટરને કોઈ નુકસાન થાય છે તો 50 લાખ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. ઉપરાંત, સરકારી અધિકારીઓ અને સરકારને સંબંધિત વ્યક્તિના કનેક્શનને ટેપ કરવાનો અધિકાર હશે અને જો જરૂરી હોય તો, તેઓ તેને કાયમ માટે રદ પણ કરી શકે છે.
નકલી સિમ લેવા પર આટલો દંડ
જો કોઈ વ્યક્તિ નકલી આઈડી સાથે સિમ કાર્ડ લે છે, તો તેને 3 વર્ષની જેલ અને 50,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. અથવા તમને આ બંને સજા મળી શકે છે. સિમ કાર્ડ વેચતા દુકાનદારો માટે વેરિફિકેશન જરૂરી છે. આના વિના તેઓ હવે કોઈપણ સિમ વેચી શકશે નહીં. ઉપરાંત, હવે ગ્રાહકોનું બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત છે.
સિમ ક્લૉન કરવું તે પણ ક્રાઇમ
જો કોઈ વ્યક્તિ સિમને ખોટી રીતે ક્લૉન કરે છે, એટલે કે તે જ સિમ પોતાના નામે ઈશ્યૂ કરે છે, તો આ પણ ગુનો ગણાશે. નવા બિલ હેઠળ હવે કંપનીઓએ તમને પ્રમૉશનલ મેસેજ મોકલતા પહેલા તમારી પરવાનગી લેવી પડશે. જો તમને પરવાનગી વિના બોલાવવામાં આવે તો 2 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે.
જનહિતમાં મોકલવામાં આવી શકે છે મેસેજ
નવા નિયમ હેઠળ, જો કોઈ સંદેશ જાહેર હિતમાં હોય તો ટેલિકોમ કંપનીઓ કોઈપણ પરવાનગી વિના આવા સંદેશા મોકલી શકે છે. જેમ કે સરકારી આરોગ્ય યોજના અથવા કટોકટીના સમયમાં સંબંધિત કોઈપણ સંદેશ વગેરે.