Battlegrounds Mobile India: ગેમનુ બીટા વર્ઝન થયુ અવેલેબલ, ફક્ત આ લોકોને મળશે રમવાનો મોકો, જાણો.......
બીટા વર્ઝનમાં સિલેક્ટેડ યૂઝર્સને જ બીટા ટેસ્ટિંગનો મોકો મળે છે. ગૂગલ પ્લે સ્ટૉર અનુસાર બીટા વર્ઝન યૂઝર્સની સંખ્યા પુરી થઇ ચૂકી છે. ત્યારબાદ Battlegrounds Mobile Indiaના બીટા ટેસ્ટિંગ રિક્વેસ્ટને બંધ કરી દેવામાં આવી છે.
નવી દિલ્હીઃ દેશમાં PUBGના ઇન્ડિયન વર્ઝન Battlegrounds Mobile India ગેમનો લોકો જોરદાર ઇન્તજાર કરી રહ્યાં છે. આના ફેન્સ આ ગેમના લૉન્ચિંગને લઇને ઉત્સુકત છે. માનવામાં આવી રહ્યું છે કે ગેમની લૉન્ચિંગ નજીક આવી ગઇ છે. આ પહેલા આ ગેમ ભારતમાં ડાઉનલૉડિંગ માટે અવેલેબલ કરાવી દેવામાં આવી છે. જોકે, હજુ આના ફક્ત બીટા વર્ઝનની ટેસ્ટિંગ માટે અવેલેબલ કરાવવામાં આવ્યુ છે. એટલે કે સીમિત સંખ્યમાં જ યૂઝર્સ આને ગૂગલ પ્લે સ્ટૉર પરથી ડાઉનલૉડ કરી શકે છે. બીટા વર્ઝન બાદ આને જલ્દી લૉન્ચ થવાની સંભાવના છે.
ગણતરીના યૂઝરર્સને જ મળ્યો મોકો--
બીટા વર્ઝનમાં સિલેક્ટેડ યૂઝર્સને જ બીટા ટેસ્ટિંગનો મોકો મળે છે. ગૂગલ પ્લે સ્ટૉર અનુસાર બીટા વર્ઝન યૂઝર્સની સંખ્યા પુરી થઇ ચૂકી છે. ત્યારબાદ Battlegrounds Mobile Indiaના બીટા ટેસ્ટિંગ રિક્વેસ્ટને બંધ કરી દેવામાં આવી છે. આનો અર્થ હવે આ ગેમ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી.
ગેમ રમવા માટે આ હશે શરતો--
Battlegrounds Mobile India ગેમને OTP દ્વારા જ લૉગ-ઇન કરી શકાશે.
OTP વેરિફાઇ કર્યા બાદ જ ગેમ જ રમી શકાશે.
પ્લેયર્સ વેરિફાઇ કૉડને ત્રણ વાર નાંખી શકશો, આ પછી આ ઇનવેલિડ થઇ જશે.
એક વેરિફિકેશન કૉડ ફક્ત પાંચ મિનીટ સુધી જ વેલિડ રહેશે. આ પછી આ એક્સપાયર થઇ જશે.
લૉગ-ઇન માટે પ્લેયર્સ ફક્ત 10 વાર OTP રિક્વેસ્ટ કરી શકશે. આનાથી વધુ કરવા પર 24 કલાક માટે રિક્વેસ્ટ બેન થઇ જશે.
પ્લેયર એક મોબાઇલ નંબર પરથી મેક્સિમમ 10 એકાઉન્ટ પર રજિસ્ટર કરી શકશે.
મળી શકે છે આ અપડેટ-
પબજીમાં મેપને પાર કરવા માટે એવા કેટલાય વ્હીકલ્સ છે, જે ગેમમાં રેન્ડમલી મળશે. આ વ્હીકલ્સમાંનુ એક UAZ જીપમાં એક સાથે ચાર પ્લેયર્સની સ્ક્વૉડ બેસી શકે છે. આમાં બેસીને આ સ્ક્વૉડ મેપને પાર કરી શકે છે. આ ઉપરાંત Erangel મેપને હવે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાના ટીઝરમાં સામેલ કરવામાં આવ્યુ છે. આ ટીઝરમાં મેપ ‘Erangel’ નામથી બતાવવામાં આવ્યુ છે. કંપનીએ આ વખતે આનુ નામ બદલી નાંખ્યુ છે.