Loan Apps Banned: લેજીપે અને ઇન્ડિયાબુલ્સ હૉમ લૉન સહિત કેટલીય એપ્સને સરકારે કરી બેન, જાણો કારણ
સરકારે આ એપ્સને બેન કરવાનો ફેંસલા બાદ જ કેટલીય એપ્સને એ જાણકારી આપી છે કે, તેની વેબસાઇટે કામ કરવાનુ બંધ કરી દીધુ છે.
Online Loan Apps Banned: કેન્દ્રની મોદી સરકારે ડિજીટલ સ્ટ્રાઇક કરતાં ફિનટેક ફર્મ LazyPay, IndiaBulls હૉમ લૉન સહિત બીજી કેટલીય ઓનલાઇન લૉન એપ્સ અને સટ્ટાબાજીની એપ્સ (Online Betting Apps) પર રોક લગાવી દીધી છે. આઇટી મિનીસ્ટ્રી (IT Ministry) માંથી મળેલી જાણકારી અનુસાર, સરકારે કુલ 232 એવી એપ્સ પર બેન લગાવ્યો છે, જે વિદેશોથી નિયંત્રિત કરવામાં આવે છે. આમાં આવી કેટલીય એપ્સ સામેલ છે જે ચીનમાંથી ઓપરેટ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કેટલીય એપ્સ પર પણ આ ફેંસલાની અસર છે, જે ભારતમાંથી ઓપરેટ કરવામાં આવે છે.
LazyPayને કરવામાં આવી બ્લૉક -
સરકારે આ એપ્સને બેન કરવાનો ફેંસલા બાદ જ કેટલીય એપ્સને એ જાણકારી આપી છે કે, તેની વેબસાઇટે કામ કરવાનુ બંધ કરી દીધુ છે. PayU એ દ્વારા ચલાવવામાં આવી રહેલી એપ LazyPayએ જાણકારી આપી છે કે, તેની અધિકારિક વેબસાઇટ અને એપે કામ કરવાનું બંધ કરી દીધુ છે. આવામાં આ મામલાને સુલજાવવાના દરેક પગલા ઉઠાવવાની કોશિશ કરવામાં આવી રહી છે અને સરકારે આઇટી વિભાગને જલદી આ વિશે વાચતીત શરૂ કરશે.
આ વેબસાઇટ્સને પણ કરવામાં આવી બ્લૉક -
LazyPay ઉપરાંત મિનીસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રૉનિક્સ એન્ડ ઇન્ફૉર્મેશન ટેકનોલૉજી (Meity) એ હાઉસિંગ ફાઇનાન્સ કંપની ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ કંપની અને Kissht.com એ પણ વેબસાઇટ પર બ્લૉક કરી દીધી છે. આ બન્ને NBFC ફર્મ છે, તો RBI ની પાસે રજિસ્ટર્ડ હતી. Kissht App ભારતમાં એક ઓનલાઇન લૉન આપનારી એપ છે, જે ફ્રિઝ, ટીવી, મોબાઇલ, લેપટૉપ વગેરે સામાન ખરીદવા પર લૉનની ફેસિલિટી આપી છે. વળી, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ કંપની હૉમ લૉન આપે છે, આ ઉપરાંત સરકારે જાણકારી આપી છે કે, કુલ 138 સટ્ટાબાજીની વેબસાઇટ અને 94 ગેરકાયદે લૉન એપ્સે સરકારે બેન લગાવવાનો ફેંસલો કર્યો છે.
Apps Ban: ચાઇનીઝ એપ્સ પર સરકારની ફરી સ્ટ્રાઇક, 200થી વધુ એપ્સને કરી બેન -
Chinese App ban: મોદી સરકારે ફરી એકવાર ચાઇનીઝ એપ્સ પર ડિજીટલ સ્ટ્રાઇક કરી છે, હવે સુરક્ષાનો હવાલાથી સરકારે ચાઇનીઝ લિન્ક વાળી 200થી વધુ એપને બેન કરી દીધી છે. આ એપમાં 138 બેટિંગ એપ અને 94 લૉન એપ સામેલ છે. ગૃહ મંત્રાલયમાંથી જાણકારી આવી છે કે, ઇલેક્ટ્રૉનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) આ ચાઇનીઝ લિંક વાળી એપને તાત્કાલિક અને ઇમર્જન્સી આધાર પર પ્રતિબંધિત અને બ્લૉક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
રિપોર્ટ્ અનુસાર ગૃહમંત્રાલયે છ મહિના પહેલા જ 288 ચાઇનીઝ લૉન એપ પર નજર રાખવાનુ શરૂ કર્યુ હતુ. આમાથી 94 એપ એવી છે, જે એપ સ્ટૉર પર ઉપસબ્ધ છે, અને અન્ય થર્ડ પાર્ટી લિંન્કના માધ્યમથી કામ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇલેક્ટ્રૉનિક્સ અને સૂચના પ્રસારણ મંત્રાલય (MeitY) એ અઠવાડિયે ગૃહ મંત્રાલયને આ એપ્સને બ્લૉક કરવાનો નિર્દેશ આપ્યો હતો, જે પછી ઇલેક્ટ્રૉનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયે આ એપ્સને બ્લૉક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઇમર્જન્સી આધાર પર લગાવાયો બેન -
રિપોર્ટ અનુસાર, તેલંગાણા, ઓડિશા, અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની સાથે સાથે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ એપ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. જે પછી આ ચાઇનીઝ લિન્ક વાળી 138 બેટિંગ એપ અને 94 લૉન એપને તાત્કાલિક અને ઇમર્જન્સી આધાર પર બેન અને બ્લૉક કરી દેવામાં આવી છે.