શોધખોળ કરો

Malware : Google Play Storeમાં મળ્યો ભયાનક વાયરસ, આ રીતે બનાવે છે મુર્ખ

જે કુલ 100 મિલિયન ડાઉનલોડ્સ સાથે 60 એપ્સમાં જોવા મળ્યું

Android Malware : ગુગલ પ્લે એપમાં માલવેર મળી આવ્યું છે. આ એપ્સની સંખ્યા 60ની નજીક છે અને એપ્સને લગભગ 100 મિલિયન ડાઉનલોડ્સ મળ્યા છે. ગુગલ પ્લેમાં 'ગોલ્ડોસન' નામનું નવું એન્ડ્રોઇડ માલવેર મળી આવ્યું છે, જે કુલ 100 મિલિયન ડાઉનલોડ્સ સાથે 60 એપ્સમાં જોવા મળ્યું છે. આ આંકડો ખરેખર આશ્ચર્યજનક છે. McAfeeની રિસર્ચ ટીમે આ માલવેરની શોધ કરી છે. આ માલવેર લોકોનો સંવેદનશીલ ડેટા એકત્ર કરવામાં સક્ષમ છે, જેમાં યુઝર્સની ઇન્સ્ટોલ કરેલી એપ્સ, વાઇફાઇ અને બ્લૂટૂથ કનેક્ટેડ ડિવાઇસ અને જીપીએસ માહિતીનો સમાવેશ થાય છે.

અજાણતા વિકાસકર્તાઓએ આ કામ કર્યું

BleepingComputer અહેવાલ મુજબ, માલવેર ઘટકને તૃતીય-પક્ષ લાઇબ્રેરી સાથે લિંક કરવામાં આવ્યું છે જેને ડેવલપર્સ અજાણતાં તમામ 60 એપ્સમાં સમાવી લીધું છે. હવે આ એપ્સ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે અને લાખો લોકોએ તેને ડાઉનલોડ કરી છે. રિપોર્ટ અનુસાર, આ માલવેર યૂઝર્સની પરવાનગી વગર બેકગ્રાઉન્ડમાં જાહેરાતો પર ક્લિક કરીને તેમની સાથે છેતરપિંડી કરી શકે છે.

આ રીતે ગોલ્ડસન કરે છે  કામ

જ્યારે યુઝર્સ ગોલ્ડોસન મૉલવેર ધરાવતી ઍપ ચલાવે છે, ત્યારે લાઇબ્રેરી ડિવાઇસને રજિસ્ટર કરે છે અને ઠગ રિમોટ સર્વરમાંથી તેનું કન્ફિગરેશન પુનઃપ્રાપ્ત કરે છે. સેટઅપ જણાવે છે કે, કેવી રીતે અને કેટલી વાર ગોલ્ડોસને સંક્રમિત ઉપકરણ પર ડેટા-ચોરી અને એડ-ક્લિકિંગ કાર્યો કરવા જોઈએ.

વધુમાં, અહેવાલ જણાવે છે કે ડેટા સંગ્રહ પદ્ધતિ સામાન્ય રીતે દર બે દિવસે સક્રિય થવા માટે સેટ છે. એન્ડ્રોઇડ 11 પછી એન્ડ્રોઇડને વધુ સુરક્ષિત બનાવવામાં આવ્યું છે. પરંતુ રિપોર્ટ અનુસાર, ઓએસના નવા વર્ઝન હોવા છતાં ગોલ્ડસન પાસે એપના 10 ટકા સેન્સિટિવ ડેટાને એક્સેસ કરવાનો અધિકાર હતો. નવાઈની વાત એ છે કે યુઝર્સને આ વિશે કંઈ જ ખબર નથી.

Air Conditioner: દુનિયાનું પહેલુ AC કોણે બનાવેલુ? સાઈઝ સાંભળી ચોંકી જશો

Willis Carrier: જેમ જેમ ઉનાળો આવે છે, એર કંડિશનરનો ઉપયોગ વધી જાય છે અને દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં સામાન્ય રીતે તમે દરેક ઘરમાં એક નાનું એર કંડિશનર જોશો. ઘર હોય કે ઓફિસ કે શાળા, દરેક જગ્યાએ એર કંડિશનર લગાવવામાં આવે છે. માર્કેટમાં 15,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીના એર કંડિશનર ઉપલબ્ધ છે. પરંતુ શું તમે જાણો છો કે, એર કંડિશનરની શરૂઆત કેવી રીતે થઈ હતી અને વિશ્વનું પ્રથમ એર કંડિશનર કોણે બનાવ્યું હતું? કદાચ બહુ ઓછા લોકો આ વિશે જાણતા હશે. આજે આ લેખમાં અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ વ્યક્તિએ વિશ્વનું પ્રથમ એર કંડિશનર બનાવ્યું હતું

એર કંડિશનરનું કામ ઓરડાના વાતાવરણને ઠંડુ કરવાનું છે. AC રૂમની ગરમ હવાને ઠંડી હવામાં ફેરવે છે. આજે બજારમાં મોર્ડન એસી માત્ર રૂમને ઠંડક જ નહીં પરંતુ રૂમને ગરમ કરીને હવાને શુદ્ધ પણ કરે છે. ACની ક્ષમતા BPU માં માપવામાં આવે છે જેને બ્રિટિશ થર્મલ યુનિટ કહેવામાં આવે છે.

વિશ્વનું પ્રથમ AC 1902માં વિલિસ હેવલેન્ડ કેરિયર દ્વારા બનાવવામાં આવ્યું હતું. વિલિસ હેવલેન્ડ કેરિયરે કોર્નેલ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે બફેલો ફોર્જ પ્રિન્ટિંગ પ્લાન્ટમાં કામ કરવાનું શરૂ કર્યું. પ્લાન્ટમાં ગરમીના કારણે અખબારમાં પ્રિન્ટિંગ યોગ્ય રીતે થતું ન હતું અને રંગીન શાહી કાગળ પર યોગ્ય રીતે છાપતી ન હતી. આ સમસ્યામાંથી બહાર આવવા માટે વિલિસ હેવલેન્ડ કેરિયરે એર કંડિશનરની શોધ કરી હતી. કેરિયરની આ શોધથી પ્રિન્ટિંગ પ્લાન્ટમાં ઠંડું વાતાવરણ ઊભું થયું અને પ્રિન્ટિંગ સરળતાથી થઈ ગયું. આ પછી 2 જાન્યુઆરી, 1906 ના રોજ, યુએસ પેટન્ટ નંબર 808897 ACની શોધ માટે કેરિયરને ફાળવવામાં આવ્યું. ત્યારબાદ આ પછી ઘણા લોકોએ AC પર કામ કર્યું અને તેમને અલગ-અલગ નંબર પણ ફાળવવામાં આવ્યા. વિલિસ હેવલેન્ડ કેરિયર દ્વારા બનાવવામાં આવેલ પહેલું એસી એટલું મોટું હતું કે, તે માત્ર કંપનીઓમાં જ લગાવી શકાય છે. તેને ઘરે લાગુ કરવું અશક્ય હતું. એવું કહેવાય છે કે, વિલિસ હેવલેન્ડે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી જ AC પર કામ કરવાનું શરૂ કર્યું અને 1902માં સફળતા મેળવી. ત્યાર બાદ કેરિયરે 1915 માં એર કંડિશનર અને હીટિંગ વેન્ટિલેશન નામની કંપની ખોલી જ્યાં તેણે મોટા પાયે તેનું ઉત્પાદન શરૂ કર્યું. 1931માં એચ.એચ. શુલ્ટ્ઝ અને જે.ક્યુ. શર્મને વિન્ડો AC બનાવ્યું જેનું પ્રથમ યુનિટ 1932માં વેચાણ માટે મૂકવામાં આવ્યું હતું અને તેની કિંમત 2015 ડોલરમાં $1,20,000 હતી.

આ વ્યક્તિએ પહેલું વિન્ડો એસી બનાવ્યું

1945માં રોબર્ટ શર્મને એક નાનું એસી બનાવ્યું હતું, જેને પોર્ટેબલ વિન્ડો એસી નામ આપવામાં આવ્યું હતું. તે પહેલું એર કન્ડીશનર હતું જે ઓરડામાં હવાને ઠંડુ, ગરમ અને શુદ્ધ કરવા માટે વપરાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Embed widget