શોધખોળ કરો

દિવાળી ટાણે માર્કેટમાં નવો સ્કેમ, યુટ્યૂબ વીડિયો પર લાઇક કરતાં જ શખ્સે 56 લાખ ગુમાવ્યા, તમે ના કરતાં આ ભૂલ...

દુકાનદાર આ છેતરપિંડી સમજી શક્યો નહીં અને પીડિતે 56.7 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું

Youtube Cyber Fraud: વોટ્સએપ અને યુટ્યુબ જેવા લોકપ્રિય પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હાલમાં જ યુટ્યુબ વીડિયો લાઈક કરવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો લાઈક કરવાના બદલામાં પાર્ટ-ટાઈમ જોબના વચનો આપવામાં આવી રહ્યા છે અને હેકર્સ તેના ઇરાદાઓ પુરા કરે છે. રિપોર્ટ અનુસાર, હેકર્સે સરળતાથી પૈસા કમાવવાની આશા રાખતા એક દુકાનદાર સાથે 56 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી.

વાસ્તવમાં શરૂઆતમાં દુકાનદારને યુટ્યુબ પર કેટલાક કામ માટે 123 રૂપિયા અને 492 રૂપિયાનું નાનું પેમેન્ટ મળ્યું હતું. આ પછી રિટર્નથી ખુશ દુકાનદાર છેતરપિંડીમાં ફસાઈ ગયો. તેને એક ટેલિગ્રામ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યો હતો જ્યાં તેને કમિશનની લાલચ આપીને પૈસા જમા કરવાનું કહેવામાં આવ્યું. દુકાનદાર આ છેતરપિંડી સમજી શક્યો નહીં અને પીડિતે 56.7 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. પરંતુ આ પછી કૌભાંડીઓએ તેનો સંપર્ક કરવાનું બંધ કરી દીધું અને આ છેતરપિંડીનો ખુલાસો થયો હતો

આવી છેતરપિંડીથી બચવા માટે જાણો 7 ટિપ્સ

  1. કોઈપણ ઓનલાઈન પ્રવૃત્તિમાં ભાગ લેતા પહેલા વ્યક્તિએ કંપની અથવા વ્યક્તિ વિશે યોગ્ય માહિતી મેળવી લેવી જોઇએ.
  2. ઓનલાઈન ઓફર્સ અને ડિસ્કાઉન્ટને યોગ્ય રીતે જાણો.
  3. વિડિયો લાઈક કરવા જેવા સાદા કામના બદલામાં પૈસાની લાલચ આપનારાઓથી સાવચેત રહો.
  4. અજાણ્યા વ્યક્તિઓ અને ગ્રુપ્સ તરફથી આવતા મેસેજથી સાવધાન રહો.
  5. જો તમને કોઈ ઓફર પર શંકા હોય તો બીજાની સલાહ લો. તમે આમાં મિત્રો, કુટુંબીજનો અથવા સાયબર સુરક્ષા નિષ્ણાતોને સામેલ કરી શકો છો.
  6. તમારી પર્સનલ ડિટેઇલ્સ જેવી કે બેન્ક વિગતો, પાસવર્ડ અથવા OTP ક્યારેય કોઈની સાથે ઓનલાઈન શેર કરશો નહીં.
  7. આ સિવાય ડિજિટલ અરેસ્ટ સ્કેમથી પણ બચો.

બટન દબાવતાં જ થઈ શકે છે ફ્રોડ

સાયબર ફ્રોડના કિસ્સાઓ દરરોજ સાંભળવા મળે છે. તમારી આસપાસ પણ ઘણા લોકો આવા ફ્રોડ કૉલ્સનો શિકાર થયા હશે. જોકે, તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખીને પોતાને બચાવી શકો છો. આ માટે તમારે થોડી સાવચેતી રાખવી પડશે, જેનાથી તમને નકલી કૉલ્સની માહિતી સમયસર મળી જશે.તાજેતરમાં IVR (ઇન્ટરેક્ટિવ વૉઇસ રિસ્પોન્સ) કૉલ્સ દ્વારા છેતરપિંડીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ પ્રકારના કિસ્સાઓમાં સામાન્ય રીતે તમને એક કૉલ આવે છે.

આ કૉલમાં એક પ્રી રેકોર્ડેડ મેસેજ હોય છે. ફ્રોડ કૉલમાં સામાન્ય રીતે જણાવવામાં આવે છે કે તમારા ક્રેડિટ કાર્ડ પર આટલા રૂપિયાની બાકી છે અથવા તમારા કાર્ડમાંથી ટ્રાન્ઝેક્શન થયું છે. જો તમે આ ચુકવણી નથી કરી, તો તમે 2 દબાવો. જો કોઈ વ્યક્તિ સ્કેમર્સના જાળમાં ફસાય જાય, તો આ પછી છેતરપિંડીની અસલી રમત શરૂ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
IND vs NZ: ભારતે 2026 ની પહેલી મેચ જીતી! વિરાટ સદી ચૂક્યો પણ રચ્યો ઈતિહાસ, કીવી ટીમ 4 વિકેટે પરાસ્ત
IND vs NZ: ભારતે 2026 ની પહેલી મેચ જીતી! વિરાટ સદી ચૂક્યો પણ રચ્યો ઈતિહાસ, કીવી ટીમ 4 વિકેટે પરાસ્ત
Virat Kohli: સદી ભલે ચૂકી ગયો, પણ કોહલીએ તોડ્યા 5 મહારેકોર્ડ! સચિન-સંગાકારા પણ રહી ગયા પાછળ
Virat Kohli: સદી ભલે ચૂકી ગયો, પણ કોહલીએ તોડ્યા 5 મહારેકોર્ડ! સચિન-સંગાકારા પણ રહી ગયા પાછળ
શું ઈરાનમાં કંઈક મોટું થવાનું છે? ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનો ઈરાને આપ્યો જવાબ, ઇઝરાયલ હાઇ એલર્ટ પર
શું ઈરાનમાં કંઈક મોટું થવાનું છે? ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનો ઈરાને આપ્યો જવાબ, ઇઝરાયલ હાઇ એલર્ટ પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુધારાના માર્ગે સમાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ કબૂતર ફેફસાં ફાડશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ગામડામાં ઓવરલોડ ટ્રક, શહેરમાં ડમ્પરોનો આતંક!
PM Modi : ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં સૌરાષ્ટ્રની ભૂમિકા
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ, 5 શહેરોમાં સિંગલ ડિઝિટમાં તાપમાન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
IND vs NZ: ભારતે 2026 ની પહેલી મેચ જીતી! વિરાટ સદી ચૂક્યો પણ રચ્યો ઈતિહાસ, કીવી ટીમ 4 વિકેટે પરાસ્ત
IND vs NZ: ભારતે 2026 ની પહેલી મેચ જીતી! વિરાટ સદી ચૂક્યો પણ રચ્યો ઈતિહાસ, કીવી ટીમ 4 વિકેટે પરાસ્ત
Virat Kohli: સદી ભલે ચૂકી ગયો, પણ કોહલીએ તોડ્યા 5 મહારેકોર્ડ! સચિન-સંગાકારા પણ રહી ગયા પાછળ
Virat Kohli: સદી ભલે ચૂકી ગયો, પણ કોહલીએ તોડ્યા 5 મહારેકોર્ડ! સચિન-સંગાકારા પણ રહી ગયા પાછળ
શું ઈરાનમાં કંઈક મોટું થવાનું છે? ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનો ઈરાને આપ્યો જવાબ, ઇઝરાયલ હાઇ એલર્ટ પર
શું ઈરાનમાં કંઈક મોટું થવાનું છે? ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનો ઈરાને આપ્યો જવાબ, ઇઝરાયલ હાઇ એલર્ટ પર
મકરસંક્રાંતિ 2026: સૂર્યનું રાશિ પરિવર્તન! જાણો 12 રાશિઓના જીવનમાં શું આવશે મોટા બદલાવ ?
મકરસંક્રાંતિ 2026: સૂર્યનું રાશિ પરિવર્તન! જાણો 12 રાશિઓના જીવનમાં શું આવશે મોટા બદલાવ ?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
ક્રિકેટના ભગવાનનો રેકોર્ડ તૂટ્યો! વિરાટ કોહલીએ વડોદરામાં રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યો
ક્રિકેટના ભગવાનનો રેકોર્ડ તૂટ્યો! વિરાટ કોહલીએ વડોદરામાં રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યો
યુનિવર્સ બોસનો રેકોર્ડ ધ્વસ્ત! રોહિત શર્માએ ક્રિસ ગેલને પછાડ્યો, વનડેમાં બનાવ્યો મહારેકોર્ડ
યુનિવર્સ બોસનો રેકોર્ડ ધ્વસ્ત! રોહિત શર્માએ ક્રિસ ગેલને પછાડ્યો, વનડેમાં બનાવ્યો મહારેકોર્ડ
Embed widget