શોધખોળ કરો

Layoffsનો સિલસિલો નથી અટક્યો, હવે Meta વધુ બીજા કર્મચારીઓની કરશે છટ્ટણી, જાણો કારણ

ફાઇનાન્સિયલ ટાઇમ્સમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, આ વર્ષે ફેસબુકનું પેરેન્ટ્સ મેટા પ્લેટફોર્મ્સ ઇન્કસે પોતાની કેટલીય ટીમોનુ બજેટ જાહેર નથી કર્યુ.

Meta Layoffs: દુનિયાભરમાં મંદીની આશંકા (Layoffs 2023) વચ્ચે હવે કેટલીય મોટી કંપનીઓએ પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે. આમાં ફેસબુકની પેરન્ટ્સ કંપની મેટા (Meta Layoffs)નું નામ પણ સામેલ છે. હવે મેટાને લઇને વધુ એક મોટી ખબર સામે આવી છે. કંપની આવનારા સમયમાં બીજા કેટલાય કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે. 

ફાઇનાન્સિયલ ટાઇમ્સમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, આ વર્ષે ફેસબુકનું પેરેન્ટ્સ મેટા પ્લેટફોર્મ્સ ઇન્કસે પોતાની કેટલીય ટીમોનુ બજેટ જાહેર નથી કર્યુ. આની પાછળનુ કારણ એ છે કે, કંપની હવે એકવાર ફરીથી વધુ બીજા કર્મચારીઓની છટ્ટણીનો પ્લાન બનાવી રહી છે. રૉયટર્સના રિપોર્ટ અનુસાર બજેટ ના મળવા અને છટ્ટણીની આશંકાના કારણે મેટાના કર્મચારીઓની વચ્ચે અનિશ્ચિતતાનો માહોલ છે. 

મેટાએ પહેલા કરી છે છટ્ટણી- 
આ પહેલા પણ મેટાએ વર્ષ 2022માં નવેમ્બર મહિનામાં લગભગ 11,000 કર્મચારીઓની છટ્ટણી કરી હતી. અહીં કંપનીના કુલ કર્મચારીઓનો 13 ટકા ભાગ હતો. ઉલ્લેખનીય છે કે, મેટા ફેસબુક (Facebook), ઇન્સ્ટાગ્રામ (Instagram)  અને વૉટ્સએપ (Whatsapp)  જેવી કંપનીઓની પેરેન્ટ્સ કંપની છે. આ પહેલા કંપનીના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) કહ્યું હતુ કે, આ વર્ષ અમારી કંપની માટે ખુબ મહત્વપૂર્ણ છે. આવામાં અમે વર્ષ 2023માં સમજણની સાથે પગલુ ભરીશું. મેટા અનુસાર, આ વર્ષે કંપનીનો ખર્ચ 89 થી 89 બિલિયન ડૉલરની વચ્ચે રહેશે. 

Google-Meta જેવી કંપનીઓમાં છટણી વચ્ચે, ગુજરાતની આ ટેક કંપનીએ કર્મચારીઓને મોંઘી કાર ગિફ્ટમાં આપી, જાણો વિગતો

Employees get Luxury Cars: ભારતીય કંપનીઓની સાથે વૈશ્વિક સ્તરે છટણીનો તબક્કો ચાલી રહ્યો છે. દરરોજ સરેરાશ 3 હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. ગૂગલ, મેટા, એમેઝોન અને માઇક્રોસોફ્ટે મોટા પાયે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આવી સ્થિતિમાં ભારતમાં એક એવી કંપની પણ છે, જેણે પોતાના કર્મચારીઓને લક્ઝરી કાર ગિફ્ટ કરી છે.

અમદાવાદની IT કંપની ત્રિધ્યા ટેક લિમિટેડ આ પગલાને કારણે ચર્ચામાં રહી છે. તાજેતરમાં કંપનીએ તેના પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે, કંપનીએ કર્મચારીઓને તેમની પ્રગતિનો શ્રેય આપતાં 13 મોંઘી અને લક્ઝરી કાર ભેટમાં આપી છે.

કંપનીએ શું કહ્યું

કંપનીના એમડી રમેશ મરંડે જણાવ્યું હતું કે કર્મચારીઓની મહેનત અને કંપનીને આગળ લઈ જવામાં તેમના યોગદાનને કારણે આ ભેટ આપવામાં આવી છે. મરંડે દાવો કર્યો છે કે કંપની કમાયેલા પૈસા કર્મચારીઓ સાથે વહેંચવામાં માને છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ કંપની કર્મચારીઓને આવી ઓફરો આપતી રહેશે. કંપનીની આ પહેલ અન્ય કર્મચારીઓને સખત મહેનત કરવા પ્રોત્સાહિત કરશે.

કર્મચારીઓની છટણી

નોંધનીય છે કે વર્ષ 2022થી મોટી કંપનીઓ મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી રહી છે. આઈટી સેક્ટરમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. તે જ સમયે, વર્ષ 2023 ના પ્રથમ મહિનામાં, ટ્વિટર, માઇક્રોસોફ્ટ, ગૂગલ, મેટા અને અન્ય મોટી કંપનીઓએ લોકોને નોકરીમાંથી દૂર કરવાની જાહેરાત કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
Embed widget