Twitter Blue Tick: ટ્વીટરે 8 ડૉલર સબ્સક્રિપ્શનનો ફેંસલો પાછો ખેંચ્યો, ફેક એકાઉન્ટમાં ઉછાળો બન્યુ કારણ
કંપનીના એક સુત્રનુ માનીએ તો આ પ્રૉગ્રામને લૉન્ચ કર્યા બાદ ફેક એકાઉન્ટની સંખ્યામાં ઝડપથી વધારો થવા લાગ્યો હતો. આને ધ્યાનમાં રાખતા કંપનીએ આ પ્રૉગ્રામના ફેંસલાને પાછો ખેંચ્યો છે.
Twitter $8 Subscription Plan Suspended: ટ્વીટરના નવા નવા ફેંસલા દુનિયાને ચોંકાવી રહ્યાં છે. ટ્વીટરના નવા માલિક એલન મસ્કે શુક્રવારે એકવાર ફરીથી એક મોટો નિર્ણય લીધો છે, જે ફરીથી ચર્ચામાં છે. રિપોર્ટ અનુસાર, કંપનીએ આ અઠવાડિયાની શરૂઆતમાં લૉન્ચ કરવામાં આવેલા 8 ડૉલર વાળા બ્લૂ ટિક સબ્સક્રિપ્શન પ્રૉગ્રામને સસ્પેન્ડ કરી દીધો છે. કંપનીના એક સુત્રનુ માનીએ તો આ પ્રૉગ્રામને લૉન્ચ કર્યા બાદ ફેક એકાઉન્ટની સંખ્યામાં ઝડપથી વધારો થવા લાગ્યો હતો. આને ધ્યાનમાં રાખતા કંપનીએ આ પ્રૉગ્રામના ફેંસલાને પાછો ખેંચ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલના ગ્રાહકોની પાસે હજુ પણ આ સુવિધા ચાલુ રહશે.
કેમ બદલવો પડ્યો નિર્ણય -
રિપોર્ટનુ માનીએ તો બ્લૂ ટિક સબ્સક્રિપ્શન પ્રૉગ્રામ શરૂ થતાં જ ફેક એકાઉન્ટનુ પુર આવવા લાગ્યુ હતુ. એટલે સુધી કંપનીને પણ આપત્તિન નહતી, પરંતુ છેલ્લા બે દિવસમાં ફેક એકાઉન્ટથી એવા એવા ટ્વીટ કરવામાં આવ્યા, જેને કંપનીને આને બંધ કરવા માટે મજબૂર કરી દીધી. એક શખ્સે નિન્ટેન્ડો ઇન્ક નામની પ્રૉફાઇલ પર બ્લૂ ટિક લીધુ અને અસલી કંપની બતાવતા સુપર મારિયોની એક ફોટો પૉસ્ટ કરી. આમાં મીડલ ફિંગર બતાવવામાં આવ્યુ હતુ, વળી, એક શખ્સે દિગ્ગજ ફાર્મા કંપની એલી લિલી એન્ડ કંપની તરીકે વેરિફાય કરાવ્યા બાદ ટ્વીટ કર્યુ કે ઇન્સુલિન હવે ફ્રી છે. એટલુ જ નહીં એક શક્સે તો Tesla Inc.નુ પણ ફેક એકાઉન્ટ બનાવીને આ કંપનીની સુરક્ષા રેકોર્ડની મજાક ઉડાવી.
કંપની સતત ચર્ચામાં રહી -
ઉલ્લેખનીય છે કે, દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે આને થોડાક દિવસો પહેલા ટ્વીટરનુ અધિગ્રહણ કર્યુ હતુ, આ પછીથી તેમના તરફથી લાવવામા આવેલા ફેંસલા આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા છે, અને તેમને કમાન સંભાળતા જ સૌથી પહેલા બ્લૂ ટિકના 8 ડૉલર પર સબ્સક્રિપ્શન બેઝ વાળુ બનાવવાની જાહેરાત કરી. આ પછી કંપનીએ હાઇ-પ્રૉફાઇલ એકાઉન્ટ માટે "ઓફિશિયલ" બેઝને શરૂ કર્યુ. વળી હવે ફેક એકાઉન્ટના કેસો વધે તો 8 ડૉલર બ્લૂ ટિક સબ્સક્રિપ્શન પ્રૉગ્રામને જ કેન્સલ કરી દીધો. ખાસ વાત છે કે ટ્વીટરની કમાન સંભાળતા જ એલન મસ્કે પરાગ અગ્રવાલને પદ પરથી હટાવી દીધા હતા અને તમામ કામકામ પર જાતે જ નજર રાખવા લાગ્યા, બાદમાં એક પછી એક વિચિત્ર નિર્ણયો લેવા લાગ્યા હતા. જેની લોકો સોશ્યલ મીડિયા પર ખુબ નિંદા કરી રહ્યાં હતા.