Big Updates: હવે Netflixનો પાસવર્ડ કોઇની પણ સાથે શેર નહીં કરી શકાય, બદલાયો નિયમ
OTT પ્લેટફોર્મ Netflix વિશ્વભરમાં યૂઝર્સની પસંદ છે.Netflix OTT પ્લેટફોર્મ પર ભારત અને વિદેશની લોકપ્રિય મૂવીઝ અને વેબ સીરીઝ ઉપલબ્ધ છે
Netflix Big Updates: ઓટીટી પ્લેટફોર્મ ચલાવનારી કંપની નેટફ્લિક્સ (Netflix) તરફથી પોતાની રેવન્યૂ વધારવા માટે મોટુ પગલુ ભરવામાં આવ્યુ છે, કંપનીએ કહ્યું કે, એક નેટફ્લિક્સ એકાઉન્ટને એક પરિવાર દ્વારા જ ઉપયોગ કરવામાં આવી શકશે. કંપનીના આ નિર્ણયથી મોટી સંખ્યામાં તે યૂઝર્સ પ્રભાવિત થશે, જે પોતાના નેટફ્લિક્સ એકાઉન્ટના પાસવર્ડ અન્ય યૂઝર્સ સાથે પણ શેર કરે છે.
OTT પ્લેટફોર્મ Netflix વિશ્વભરમાં યૂઝર્સની પસંદ છે.Netflix OTT પ્લેટફોર્મ પર ભારત અને વિદેશની લોકપ્રિય મૂવીઝ અને વેબ સીરીઝ ઉપલબ્ધ છે, જેમાં Squid Game થી The Good Doctor સુધીના ઓપ્શનો છે. આ પ્લેટફોર્મ પર દર મહિને કેટલીય ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થાય છે. આ પ્લેટફોર્મ પર યૂઝર્સ પોતાનો પાસવર્ડ મિત્રો સાથે શેર કરે છે પરંતુ આવનારા અઠવાડિયાથી યૂઝર્સ આમ કરી નહી શકે.
કેમ લીધો આ નિર્ણય ?
આ વર્ષની શરૂઆતમાં નેટફ્લિક્સે કહ્યું હતુ કે, દુનિયાભરમાં અવેલેબલ 10 કરોડથી વધુ તેના યૂઝર્સ પોતાના એકાઉન્ટને શેર કરે છે. આનાથી કંપનીની નવી ટીવી અને ફિલ્મો બનાવવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. મંગળવારે, નેટફ્લિક્સે રેવન્યૂ વધારવા માટે એક નવું પગલું લેવામાં આવ્યું છે, જેના કારણે Netflix એકાઉન્ટનો ઉપયોગ ફક્ત એક પરિવાર જ કરી શકશે. વિશ્વભરમાં તેમના 100 મિલિયનથી વધુ યૂઝર્સ તેમના એકાઉન્ટ પાસવર્ડ્સ શેર કરે છે, જેના કારણે કંપનીની આવક પર પણ અસર પડી છે. આ કારણે હવે કંપનીએ કેટલાક દેશોમાં એકાઉન્ટ પાસવર્ડ શેર કરનારા યૂઝર્સ માટે એક પ્લાન રજૂ કર્યો છે, જેમાં વધુ પૈસા ચૂકવીને એકથી વધુ લોકોને એડ કરી શકાય છે. જે 100થી વધુ દેશોમાં લાગુ કરવામાં આવ્યું છે. એપ્રિલમાં પણ નેટફ્લિક્સે જણાવ્યું હતું કે, તેના ગ્રાહકોની સંખ્યા 232.5 મિલિયન સુધી પહોંચી ગઈ છે, જે વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ રેકોર્ડ બનાવે છે. આ સાથે જ એ જોવાનું રહેશે કે, આ જાહેરાત બાદ કંપની પર શું અસર પડે છે.
Payment : Google Payમાં હવે RuPay ક્રેડિટ કાર્ડથી પણ કરી શકશો UPI પેમેંન્ટ
Google pay Now Supports Rupay Credit Card : ગૂગલ પે યુઝર્સ હવે ક્રેડિટ કાર્ડ દ્વારા પણ UPI પેમેન્ટ કરી શકશે. કંપનીએ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારી કરી છે અને રૂપે ક્રેડિટ કાર્ડ આધારિત UPI પેમેન્ટ શરૂ કર્યું છે. જોકે શરૂઆતમાં એપ પર કેટલીક બેંકોના ક્રેડિટ કાર્ડ જ સ્વીકારવામાં આવશે. Google Pay વપરાશકર્તાઓ Axis Bank, Bank of Baroda, Canara Bank, HDFC, Indian Bank, Kotak Mahindra Bank, Punjab National Bank અને Union Bankના ક્રેડિટ કાર્ડ વડે UPI પેમેન્ટ કરી શકશે. હાલમાં દેશની સૌથી મોટી બેંક SBIનું નામ આ યાદીમાં નથી. કંપનીએ કહ્યું કે, તે ટૂંક સમયમાં અન્ય બેંકોને પણ આ યાદીમાં સામેલ કરશે.
અત્યાર સુધી એપ પર માત્ર ડેબિટ કાર્ડ પેમેન્ટનો વિકલ્પ ઉપલબ્ધ હતો. પરંતુ હવે યુઝર્સ ક્રેડિટ કાર્ડ દ્વારા પણ પેમેન્ટ કરી શકશે. જો કે, મોટાભાગની UPI એપ્સ ડેબિટ કાર્ડ આધારિત પેમેન્ટને જ સપોર્ટ કરે છે. હાલમાં ભારતમાં એવી કોઈ UPI એપ નથી કે જે એપ પર વિઝા અને માસ્ટર ઈશ્યૂ કરેલ ક્રેડિટ કાર્ડ પેમેન્ટની સુવિધા આપે.
આ રીતે એડ કરો ક્રેડિટ કાર્ડ
ઉપર જણાવેલ બેંકોના ક્રેડિટ કાર્ડ ઉમેરવા માટે પહેલા એપ પર જાઓ અને પ્રોફાઇલ વિભાગમાં જાઓ
હવે તમારા કાર્ડની વિગતો દાખલ કરો અને OTP દાખલ કરીને કાર્ડને સાચવો. આગામી વખતે ચુકવણી કરતી વખતે ક્રેડિટ કાર્ડ પસંદ કરો.
મોટોરોલાએ આજે ભારતમાં મિડ રેન્જ સેગમેન્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તેની કિંમત 29,999 રૂપિયા છે. તમે ફ્લિપકાર્ટ દ્વારા ફોન ખરીદી શકશો. Motorola Edge 40 ને MediaTek Dimensity 8020 પ્રોસેસર, 50MP કેમેરા અને 5000 mAh બેટરી મળે છે.