શોધખોળ કરો

Netflix યુઝર્સ માટે ખરાબ સમાચાર, બે જૂનથી આ ડિવાઇસ પર બંધ થઇ જશે સર્વિસ!

નેટફ્લિક્સે સ્પષ્ટ કર્યું છે કે 2 જૂન, 2025થી કેટલાક જૂના ડિવાઇસ પર તેની  સર્વિસ બંધ થઇ જશે.

જો તમે પણ તમારા જૂના Fire TV Stick મારફતે નેટફ્લિક્સનો આનંદ માણી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે થોડા નિરાશાજનક હોઈ શકે છે. નેટફ્લિક્સે સ્પષ્ટ કર્યું છે કે 2 જૂન, 2025થી કેટલાક જૂના Amazon Fire TV ડિવાઇસ પર તેની  સર્વિસ બંધ થઇ જશે.

આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?

વાસ્તવમાં નેટફ્લિક્સ હવે એક નવું અને વધુ એડવાન્સ વિડિયો ફોર્મેટ AV1 અપનાવવા જઈ રહ્યું છે. આ ટેકનોલોજી ઓછા ડેટામાં સારી ગુણવત્તાવાળા વિડિયો બતાવવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ સમસ્યા એ છે કે જૂના ડિવાઇસ તેને સપોર્ટ કરતા નથી. ખાસ કરીને તે Amazon Fire TV  મોડલો જે 2014 અને 2016માં લોન્ચ થયા હતા.

કયા યુઝર્સને અસર થશે?

જેમની પાસે ફર્સ્ટ જનરેશન Fire TV Stick, 2014નું Fire TV  અથવા 2016માં આવેલું Alexa Voice Remote  ધરાવતું Fire TV Stick  છે તેમને નેટફ્લિક્સ યુઝ કરવામાં મુશ્કેલી પડશે. આ ડિવાઇસ 2 જૂન પછી Netflix ને સપોર્ટ કરશે નહીં.

હવે શું કરશો?

જો તમે આ જૂના ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા છો અને Netflix તમારા મનોરંજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તો તમારા સેટઅપને અપગ્રેડ કરવાનો આ યોગ્ય સમય છે. Fire TV Stick 4K જેવા નવા યુગના ડિવાઇસ વધુ સારી ગતિ, શાનદાર પિક્ચર ક્વોલિટી અને લેટેસ્ટ ટેકનોલોજી સાથે આવે છે. હાલમાં આ ડિવાઇસ અમેઝોન અને ફ્લિપકાર્ટ પર લગભગ 5999 રૂપિયામાં ઉપલબ્ધ છે (જોકે કિંમતમાં વધઘટ થઈ શકે છે).

ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે અને સમય જતાં જૂના ડિવાઇસ આઉટડેટેડ થઈ રહ્યા છે. જો તમે નેટફ્લિક્સ પર તમારા મનપસંદ શો કે મૂવીને કોઈપણ અડચણ વિના જોવા માંગતા હોવ તો હવે નવા ડિવાઇસમાં રોકાણ કરવું જરૂરી બની ગયું છે.                                                                                                                                      

ટોપ સ્ટોરી

WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!
Embed widget