(Source: ECI/ABP News/ABP Majha)
Appleએ પોતાના યૂઝર્સને આપી ખાસ ફેસિલિટી, હવે માસ્ક પહેરીને પણ અનલૉક થશે iPhone, જાણો કઇ રીતે....
આ અપડેટમાં કંપનીએ એક ખાસ ફિચર આપ્યુ છે. જેમાં ચહેરા પર માસ્ક લગાવીને પણ તમે ફોનની સાથે સાથે બીજી એપ્સને અનલૉક કરી શકશો. આ ઉપરાંત આમાં કપનીએ સિરીને પણ નવો અવાજ આપ્યો છે. સાથે નવી ઇમૉજી પણ એડ કરી છે.
નવી દિલ્હીઃ દિગ્ગજ અમેરિકન ટેક કંપની એપલ પોતાના યૂઝર્સ માટે ખાસ ફેસિલિટી લઇને આવ્યુ છે. એપલે પોતાના યૂઝર્સ માટે iOS 14.5 રિલીઝી કરી દીધી છે. આ અપડેટમાં iPhone યૂઝર્સ એપલ વૉચ દ્વારા પોતાના ડિવાઇસને અનલૉક કરી શકશે. આ અપડેટમાં કંપનીએ એક ખાસ ફિચર આપ્યુ છે. જેમાં ચહેરા પર માસ્ક લગાવીને પણ તમે ફોનની સાથે સાથે બીજી એપ્સને અનલૉક કરી શકશો. આ ઉપરાંત આમાં કપનીએ સિરીને પણ નવો અવાજ આપ્યો છે. સાથે નવી ઇમૉજી પણ એડ કરી છે.
મળશે આ ખાસ ફિચર્સ.....
આ અપડેટ બાદ કંપની પોતાના નિવેદનમાં કહ્યું કે, iOS 14.5 ફ્રી સૉફ્ટવેર અપડેટ અવેલેબલ છે. એપલે કહ્યું- કાંડામાં એપલ વૉચને પહેરવાની સાથે જ ફોન અનલૉક થઇ જશે. આના માટે ફોનની નજીક જઇને તેને એકવાર જોવો પડશે. આ પછી યૂઝર્સ વૉચ તરફથી એક ફિડબેક મળશે, જેમાં ફોનને અનલૉક થવાની જાણ થઇ જશે. કંપનીએ જણાવ્યુ કે હજુ આ ફિચર iPhone Xમાં આપવામાં આવ્યુ છે, અને બાદમાં આ એપલ વૉચ સીરીઝ 3 અને ત્યારબાદના ડિવાઇસમાં આપવામાં આવશે.
2021ની ત્રિમાસિકમાં થયું બમ્પર વેચાણ.....
Appleએ આ વર્ષની પહેલી ત્રિમાસિકમાં 10 લાખથી વધુ ફોન સેલ થવાનો દાવો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર જાન્યઆરીથી માર્ચની વચ્ચે iPhone 11 અને iPhone XRનુ કંપનીના કુલ શિપમેન્ટમાં 67 ટકા ભાગ રહ્યો છે. કંપનીને હજુ પણ આનુ વધુ વેચાણ થવાની આશા છે.
કોરોના કાળમાં આ સ્માર્ટફોન સૌથી વધુ વેચાયા.....
રિપોર્ટ પ્રમાણે ગ્લૉબલ સ્માર્ટફોન સેલ્સ વૉલ્યૂમમાં ગયા વર્ષની સરખામણીમાં 7 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે, જે લગભગ 1.4 બિલિયન યૂનિટ હતો. વર્ષ 2021માં ગ્લૉબલ સ્માર્ટફોન હૉસસેલ એવરેજ સેલિંગ પ્રાઇસ 6 ટકા વધીને 294 ડૉલર થઇ ગયુ છે. આના પરિણામ એ હશે કે સ્માર્ટફોન હૉલસેલ રેવન્યૂ 400 બિલિયન ડૉલરથી વધુ હશે. આમને આશા હતી કે અલ્ટ્રા-પ્રીમિયમ સેગમેન્ટ (600 ડૉલરથી વધુ) હતુ. આના કારણે iPhone 12 સ્માર્ટફોનનુ શાનદાર સેલિંગ રહ્યું. લેટેસ્ટ રિસર્ચ ફૉર સ્ટ્રેટેજી એનાલિસ્ટના રિપોર્ટ અનુસાર, કોરોના વાયરસના કારણે આર્થિક ઉથલપાથલ અને કમજોર કન્ઝ્યૂમર કૉન્ફિડન્સ હોવા છતાં સ્માર્ટફોન માર્કેટ ફરીથી વર્ષ 2021માં સ્પીડ પકડશે. વર્ષ 2021માં અમેરિકા, ચીન અને ભારતમાં સૌથી વધુ સ્માર્ટફોનનુ વેચાણ થયુ છે. આ ત્રણેય દેશોમાં વર્લ્ડવાઇડ કુલ 54 ટકા સ્માર્ટફોન સેલ થયા છે.