ફેસબુકે ભારત સરકાર સાથે કરી પાર્ટનરશીપ, હવે 17 ભાષાઓમાં મળશે વેક્સિન સંબંધિત જાણકારી, જાણો વિગતે
ફેસબુક પોતાની એપમાં એક એવુ ફિચર (FB New Feature) જોડશે જેની મદદથી લોકોને વેક્સિન સંબંધિત (Vaccine Information) તમામ જાણકારી તેમાથી મળી શકશે.
નવી દિલ્હીઃ ફેસબુકે (Facebook) ભારતમાં કોરોના મહામારીને (Covid-19) લઇને મદદ કરવા ભારત સરકારની (Indian Government ) સાથે ભાગીદારી કરી છે. ફેસબુક પોતાની એપમાં એક એવુ ફિચર (FB New Feature) જોડશે જેની મદદથી લોકોને વેક્સિન સંબંધિત (Vaccine Information) તમામ જાણકારી તેમાથી મળી શકશે. આ નવા ફિચરમાં 17 ભાષાઓ હશે. આ ફિચર વેક્સિનેશન સેન્ટર (Vaccine Center) શોધવામાં મદદ કરશે અને તેના દ્વારા 46 વર્ષથી વધુ ઉંમરના લોકો વૉક ઇન વિકલ્પ જોઇને વેક્સિન લેવા જઇ શકશે.
દેશમાં કૉવિડના (CoronaVirus) કેસો સતત વધી રહ્યાં છે. આના કારણે ભારત સરકારે (Indian Government) 18 થી 44 વર્ષની ઉંમરના લોકો માટે વેક્સિન અભિયાન (Vaccine Campaign) શરૂ કર્યુ છે. આ ઉંમરમાં કોઇ પણ આરોગ્ય સેતુ એપ કે કૉવિન એપ દ્વારા પોતાના અને પરિવારના સભ્યોનુ રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિન લગાવી શકે છે. ફેસબુકે પોતાના પ્લેટફોર્મ પર એક પૉસ્ટમાં કહ્યું- ભારત સરકારની સાથે ભાગીદારી કરતા ફેસબુક મોબાઇલ એપ પર પોતાના વેક્સિન ફાઉન્ડર ટૂલને 17 ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાનુ શરૂ કરી દેશે.
માર્ક ઝકરબર્ગે ભારતને આપ્યુ દાન.....
જાણકારી અનુસાર, ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગે દેશમાં મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને $ 10 મિલીયનનુ દાન આપવાની જાહેરાત કરી છે. ફેસબુક 5000 થી વધુ ઓક્સિજન કન્સેન્ટ્રેટર અને અન્ય મહત્વપૂર્ણ ચિકિત્સા આપૂર્તિ વધારવામાં મદદ કરવા માટે ફન્ડને તૈનાત કરવા માટે યૂનાઇટેડ વે, સ્વસ્ત, હમકુંટ ફાઉન્ડેશન, આઇ એમ ગુંડગાંવ, પ્રૉજેક્ટ મુંબઇ અને યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ સંગઠનોની સાથે ભાગીદારી કરી રહ્યું છે.
વૉટ્સએપથી પણ મળશે વેક્સિન સેન્ટરની જાણકારી....
ફેસબુક ઉપરાંત હવે વૉટ્સએપ પરથી પણ વેક્સિનેશન સેન્ટરની (Vaccination Center) જાણકારી લોકો સુધી આસાનીથી પહોંચી શકશે,
આ રીતે મેળવો જાણકારી....
વેક્સિનેશનની જાણકારી હાંસલ કરવા માટે યૂઝર્સને 9013151515 નંબર પર Namaste લખીને સેન્ડ કરવુ પડશે. આ પછી ચેટબૉટ તમને ઓટોમેટિક રિસ્પૉન્ડ કરશે. આના દ્વારા પોતાના નજીકના કૉવિડ વેક્સિનેશન સેન્ટરની ડિટેલ્સ હાંસલ કરી શકો છો. આ માટે તમને અહીં છ અંકોનો પીનકૉડ પણ નાંખવો પડશે.
આ રીતે કરવો રજિસ્ટ્રેશન....
વૉટ્સએપ પર આવેલા વેક્સિનેશન સેન્ટરના લિસ્ટની સાથે સાથે MyGovIndia ચેટ બૉક્સમાં તમને કૉવિડ-19 વેક્સિન રજિસ્ટ્રેશનની લિંક પણ મળશે, જે તમને ડાયરેક્ટ કૉવિડની વેબસાઇટ પર લઇ જશે. અહીં તમારે ફોન નંબર, ઓટીપી, અને આઇડી પ્રૂફ નંબર નાંખીને રજિસ્ટ્રેશન કરવુ પડશે.