Alert: લાખો લોકોના ફોનમાં ઘૂસ્યો આ નવો વાયરસ, Android-iPhone બન્નેમાંથી થઇ રહી છે ડેટાની ચોરી
New Malware Targeting Smartphones: આ માલવેરનું પ્રાથમિક કાર્ય ક્રિપ્ટૉકરન્સી વૉલેટ રિકવરી શબ્દસમૂહો માટે યૂઝર્સના ઉપકરણ પર હાજર તસવીરોને સ્કેન કરવાનું છે

New Malware Targeting Smartphones: આજકાલ આઇફોન અને એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર એક નવો ખતરો મંડરાઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, ગૂગલ પ્લે સ્ટૉર અને એપલ એપ સ્ટૉર પર ઘણી એપ્સમાં માલવેર ધરાવતી સૉફ્ટવેર ડેવલપમેન્ટ કિટ્સ (SDKs) જોવા મળી છે. તેનું નામ સ્પાર્કકેટ છે અને તે ક્રિપ્ટૉકરન્સી વૉલેટ્સ સંબંધિત માહિતી ચોરી કરવા માટે રચાયેલી છે. તેને ફક્ત ગૂગલ પ્લે સ્ટૉર પરથી જ બે લાખથી વધુ વખત ડાઉનલૉડ કરવામાં આવ્યું છે. આ માલવેર અત્યાર સુધીમાં લાખો લોકોને નિશાન બનાવી ચૂક્યું છે.
મહત્વપૂર્ણ જાણકારીઓ ચોરી રહ્યું છે માલવેર
અહેવાલો અનુસાર, આ માલવેરનું પ્રાથમિક કાર્ય ક્રિપ્ટૉકરન્સી વૉલેટ રિકવરી શબ્દસમૂહો માટે યૂઝર્સના ઉપકરણ પર હાજર તસવીરોને સ્કેન કરવાનું છે. આ શબ્દસમૂહો સામાન્ય રીતે સ્ક્રીન અથવા ફોટા તરીકે સંગ્રહિત થાય છે, જેનો ઉપયોગ ક્રિપ્ટોકરન્સી વૉલેટ્સને પુનઃસ્થાપિત કરવા માટે થાય છે. આ માલવેર ફોટામાંથી મહત્વપૂર્ણ ટેક્સ્ટ કાઢીને હેકર્સ સુધી પહોંચાડે છે. તેની મદદથી, હેકર્સ કોઈપણ પાસવર્ડ વિના યૂઝર્સના ક્રિપ્ટૉકરન્સી વૉલેટ્સમાં પ્રવેશ મેળવી શકે છે. આ માલવેર આઇફોન અને એન્ડ્રોઇડ પર અલગ રીતે કામ કરી રહ્યો છે.
20 થી વધુ એપ્સને બનાવી ચૂક્યુ છે નિસાન
સંશોધકોએ શોધી કાઢ્યું છે કે આ માલવેર દ્વારા હેકર્સ પ્રદેશના આધારે અલગ અલગ વ્યૂહરચના હેઠળ કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 18 એન્ડ્રોઇડ અને 10 iOS એપ્સ આ માલવેરથી સંક્રમિત મળી આવી છે. આમાંની એક એપ ChatAi છે, જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવે તે પહેલાં 50,000 થી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. પ્લે અને એપ સ્ટોર પર હજુ પણ ઘણી એવી એપ્સ ઉપલબ્ધ છે જેમાં આ માલવેર એમ્બેડેડ છે. આનાથી યુઝર્સની સુરક્ષા અંગે ચિંતાઓ વધી છે. જો તમને લાગે કે આવી કોઈ એપ તમારા ફોનમાં ડાઉનલોડ થઈ ગઈ છે તો તેને તરત જ અનઇન્સ્ટોલ કરો.





















