શોધખોળ કરો
Advertisement
આજથી મોબાઈલ નંબર પોર્ટેબિલીટી માટે નવો નિયમ લાગુ, જાણો યૂઝર્સને શું ફાયદો થશે
ટેલિકૉમ ઑપરેટર્સને દરેક મોબાઇલ નંબરની પોર્ટેબિલિટીના ટ્રાન્ઝેક્શન માટે અલગ અલગ એજન્સીઓને બીલ ચુકવવું પડે છે.
નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નંબર પોર્ટ કરવા માટે નવા નિયમ 16 ડિસેમ્બરથી લાગુ કરી દીધા છે. નવા નિયમ મુજબ હવે એક સર્વિસ એરિયામાં યૂઝર ત્રણ કામકાજી દિવસમાં પોતાનો નંબર પોર્ટ કરાવી શકશે. જ્યારે એક સર્કલથી બીજા અન્ય સર્કલમાં નંબર પોર્ટ કરવા માટે 5 વર્કિંગ દિવસ લાગશે.
ટેલિકૉમ ઑપરેટર્સને દરેક મોબાઇલ નંબરની પોર્ટેબિલિટીના ટ્રાન્ઝેક્શન માટે અલગ અલગ એજન્સીઓને બીલ ચુકવવું પડે છે. ટ્રાઈ દ્વારા હવે આ પ્રક્રિયાની 5.74 રૂપિયા ફીસ નક્કી કરવામાં આવી છે. આ ફીસ બાદ હવે ટેલિકૉમ ઑપરેટર્સને તમામ ટ્રાન્ઝેક્શનમાં બચત થશે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના સંશોધિત મોબાઈલ નંબર પોર્ટબિલીટી (MNP) પ્રક્રિયા પર 10 ડિસેમ્બરના રોજ એક નોટિસ જાહેર કરવામાં આવી હતી. જેથી 16 ડિસેમ્બરના રોજ એટલે કે આજથી મોબાઈલ નંબર પોર્ટબિલીટીની પ્રક્રિયા ઝડપી થશે.
TRAI દ્રારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોર્પોરેટ મોબાઈલ કનેક્શનની સમય અવધિમાં કોઈ પણ પ્રકારનો બદલવા કરવામાં નથી આવ્યો. TRAI દ્રારા કહેવામાં આવ્યું છે કે, MNPની પ્રક્રિયામાં સંશોધન કરવામાં આવ્યું છે. સંશોધિત MNPની પ્રક્રિયામાં યૂપીસી ત્યારે જ બનશે જ્યારે ગ્રાહક પોતાના મોબાઈલ નંબરને પોર્ટ કરશે. હવે આ સમગ્ર પ્રક્રિયા આજથી લાગુ કરી દેવામાં આવી છે. જેથી આજથી કોઈ પણ વ્યક્તિ મોબાઈલ નંબર પોર્ટ કરવાની ઈચ્છા રાખતો હોય તેને માત્ર કામકાજના દિવસોમાં 3 અને 5 દિવસમાં મોબાઈલ નંબર પોર્ટ કરી આપી દેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement