Smartphone: બે દિવસ બાદ OnePlus લૉન્ચ કરશે પોતાનો ધાંસૂ ફોન, ભારતીયો માટે છે ખુબ કામનો, જાણો
એમેઝોન પર લિસ્ટ કરવામાં આવેલા પૉસ્ટર અનુસાર, ત્રિપલ સેટઅપ Nord CE 3માં અવેલેબલ હશે. તમને નોર્ડ 3માં પણ એકસરખા જ કેમેરા સેટઅપ મળશે.
OnePlus Nord CE 3: ભારતમાં સ્માર્ટફોન માર્કેટ દિવસ દિવસે ખુબ ઝડપથી ડેવલપ થઇ રહ્યું છે. કોરિયન, અમેરિકન અને ચીની કંપનીઓ પોતાના હાઇએન્ડ સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ કરી રહી છે. આ કડીમાં વધુ એક હાઇટેક સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં આવી રહ્યો છે. ચીની સ્માર્ટફોન મેકર કંપની OnePlus આગામી 5 જુલાઈએ મૉસ્ટ અવેટેડ Oneplus Nord 3 અને Nord CE 3 સ્માર્ટફોન લૉન્ચ કરશે. કંપનીએ બંને સ્માર્ટફોનને એમેઝૉન પર લિસ્ટ કરી દીધા છે અને, તેની કેટલીક ડિટેલ્સ પણ શેર કરી છે. આ આર્ટિકલમાં અમે તમને Oneplus Nord Ce 3 વિશે માહિતી આપી રહ્યાં છીએ, નવા ફોનમાં Amoled ડિસ્પ્લે અવેલેબલ હશે જે 120hzના રિફ્રેશ રેટને સપૉર્ટ કરશે. કંપનીએ ગયા વર્ષે લૉન્ચ થયેલા Nord CE 2માં LCD ડિસ્પ્લે આપી હતી. આ ઉપરાંત નવા ફોનને સ્નેપડ્રેગન 782G SoCનો સપોર્ટ મળશે, જે CE 2 પર એક મોટું અપડેટ હશે. આમાં કંપનીએ ક્વાલકૉમ સ્નેપડ્રેગન 695ને સપોર્ટ કર્યો હતો.
એમેઝોન પર લિસ્ટ કરવામાં આવેલા પૉસ્ટર અનુસાર, ત્રિપલ સેટઅપ Nord CE 3માં અવેલેબલ હશે. તમને નોર્ડ 3માં પણ એકસરખા જ કેમેરા સેટઅપ મળશે.
હોઇ શકે છે આટલી કિંમત -
ટિપસ્ટર યોગેશ બ્રારના જણાવ્યા અનુસાર, OnePlus Nord CE 3ની કિંમત 25,000 રૂપિયાથી 28,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. Oneplus Nord 3ની કિંમત અમેઝૉન લિસ્ટિંગ દરમિયાન લીક થઈ ચૂકી છે. ફોનની કિંમત કદાચ 33,000 રૂપિયાથી શરૂ થશે.
સ્પેશિફિકેશન વિશે વાત કરીએ તો Oneplus Nord CE 3 માં 6.7-ઇંચની FHD Plus Amoled ડિસ્પ્લે મળશે જે 120hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. ફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ મળી શકે છે, જેમાં OIS સપોર્ટ સાથે 50MP પ્રાથમિક કેમેરા, 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને 2MP ત્રીજો કેમેરા હોઈ શકે છે. ફ્રન્ટમાં 16MP કેમેરા હોઈ શકે છે. 80 વૉટના ફાસ્ટ ચાર્જિંગ સાથે સ્માર્ટફોનમાં 5000 એમએએચની બેટરી મળી શકે છે.
આ 2 સ્માર્ટફોન OnePlus પહેલા લૉન્ચ થશે
OnePlus પહેલા Motorola અને IQ પોતાના નવા સ્માર્ટફોન લૉન્ચ કરશે. Motorola 3 જુલાઈએ Motorola Razr 40 સીરીઝ અને IQOO, IQOO Neo 7 Pro 5G સ્માર્ટફોન લૉન્ચ કરશે. બંને સ્માર્ટફોનની કિંમત લૉન્ચ પહેલા જ જાણી લેવામાં આવી છે. મોટોરોલાની આગામી સીરીઝ 59,999 રૂપિયાથી શરૂ થશે જ્યારે iQoo ફોન 33,999 રૂપિયાથી શરૂ થશે.
Join Our Official Telegram Channel: