iPhoneને ટક્કર આપવા Oneplus લાવ્યુ નવી ચાર્જિંગ ટેકનોલૉજી, કયા ફોનમાં મળશે આ સુવિધા, જાણો વિગતે
રિપોર્ટ પ્રમાણે, આ સ્માર્ટફોન વનપ્લસ નૉર્ડ 3 હોઇ શકે છે. વનપ્લસ નૉર્ડ 3ને 150W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આ વર્ષની બીજી ત્રિમાસિકમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ સ્માર્ટફોન માર્કેટમાં હવે દરેક કંપનીઓ પોતાની હરીફ કંપનીને ટક્કર આપવા માટે નવા નવા અખતરા કરીને નવી નવી ટેકનોલૉજીનો સહારો લેવાનુ શરૂ કરી દીધુ છે. હવે કડીમાં ચીની કંપની વનપ્લસે એક ખાસ ચાર્જિંગ ટેકનોલૉજી લઇને આવી છે. વનપ્સલે તાજેતમરમાં જ પોતાના નવા સ્માર્ટફોન Oneplus NOrd CE 2ને લૉન્ચ કર્યો હતો. હવે કંપની પોતાની નૉર્ડ સીરીઝમાં વધુ એક સ્માર્ટફોન લૉન્ચ કરવાનુ પ્લાનિંગ કરી રહી છે.
કયો હશે ફોન અને શું છે નવી ચાર્જિંગ ટેકનોલૉજી-
રિપોર્ટ પ્રમાણે, આ સ્માર્ટફોન વનપ્લસ નૉર્ડ 3 હોઇ શકે છે. વનપ્લસ નૉર્ડ 3ને 150W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આ વર્ષની બીજી ત્રિમાસિકમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. નવો વનપ્લસ ફોન વનપ્લસ નૉર્ડ 2ની આગામી જનરેશન હોવાની આશા છે, જેને ગયા વર્ષે જુલાઇમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષના મૉડલમાં Warp Charge 65 (65W) ચાર્જિંગ ટેકનોલૉજી હતી જેને 30 મિનીટમાં બેટરી ઝીરોથી 100 ટકા સુધી ચાર્જ કરવા માટે રેટ કરવામાં આવ્યુ છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં MWCમાં, વનપ્લસની સિબલિંગ કંપની રીયલમીએ પોતાના 150W SuperVOOC ચાર્જિંગ સ્ટાન્ડર્ડની જાહેરાત કરી. જેના વિશે દાવો કરવામાં આવ્યો કે આ 15 મિનીટમાં 4,500mAhની બેટરી ફૂલ ચાર્જ કરી દે છે. Realme એ પોતાના 150W ચાર્જિંગના માપદંડને પણ રજૂ કર્યો જેને તે 150W UltraDart ચાર્જ કહે છે. રિપોર્ટ અનુસાર, વનપ્લસ નૉર્ડ 3 રીયલમી જીટી નિયો 3 પર બેઝ હોઇ શકે છે. જેને એમડબ્લ્યૂસી 2022માં કંપની 150W ચાર્જિંગ ટેકનોલૉજીની સાથે જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ એક 5જી સ્માર્ટફોન હશે. સાથે જ આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે.
વનપ્લસે હજુ સુધી વનપ્લસ નૉર્ડ 3 વિશે કોઇપણ ડિટેલની પુષ્ટી નથી કરી, છતાં સ્માર્ટફોન નિર્માતાએ જુલાઇ 2020માં વનપ્લસ નૉર્ડના લૉન્ચ બાદથી વર્ષમાં એકવાર નવો નૉર્ડ ફ્લેગશિપ રજૂ કરવાનો રેકોર્ડ બનાવી રાખ્યો છે. છેલ્લા બે વર્ષમાં વનપ્લસના ઐતિહાસિક રિકોર્ડને જોતા વનપ્લસ નૉર્ડ 3 જુલાઇમાં આવી શકે છે.
આ પણ વાંચો.......
Health Tips: આ એક ચીજ ખાવાથી વધે છે ઈમ્યુનિટી, હાડકાં-હૃદય અને શરીર બનશે મજબૂત
Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન
Weight Loss Tip: રોજિંદા રસોઇમાં વપરાતા આ પાનના સેવનથી ફટાફટ ઉતરશે વજન
ગળામાં ચેઇન બાંધીને બાંધ્યા શારીરિક સંબંધ, પછી મહિલાએ પ્રેમીની કરી હત્યા
CISFમાં ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી, 12મું પાસ પણ અરજી કરી શકે છે