OFFER: ગૂગલ પિક્સલ 6A પર પણ 80% ડિસ્કાઉન્ટ, તમે માત્ર 9,499 રૂપિયામાં પણ ખરીદી શકો છો.....
સ્માર્ટફોનમાં 6.14 ઇંચની ડિસ્પ્લે છે, જે 60Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આમાં ફુલ HD+ રિઝોલ્યુશન ઉપલબ્ધ છે. હેન્ડસેટ ગૂગલ ટેન્સર પ્રોસેસર પર કામ કરે છે.
નવી દિલ્હીઃ એન્ડ્રોઇડનો જો બેસ્ટ એક્સપીરિયન્સ લેવો છે, તો તમારા માટે ગૂગલનો ફોન સારો ઓપ્શન બની શકે છે, નવા વર્ષ પર કંપની બે નવા સ્માર્ટફોન પણ લૉન્ચ કરવાની છે, આ બધાની વચ્ચે નવા વર્ષે ગૂગલ પોતાના ગૂગલ પિક્સલ 6A સ્માર્ટફોન પર શાનદાર ઓફર આપી રહી છે. તમે આ ફોનની સસ્તી કિંમતે ઘરે લઇ જઇ શકો છે, આ એક સારો 5G ફોન છે અને તમે આને 9,499 રૂપિયામાં ખરીદી શકો છો, જોકે, ગૂગલના આ સ્માર્ટફોનની કિંમત આમ તો માર્કેટમાં 44,000 રૂપિયા છે, ઓફર અંતર્ગત તમને MRP પર 78% નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
ગૂગલ પિક્સલ 6A પર મળી રહી છે ઓફર -
ઇ-કૉમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર ગૂગલ પિક્સલ 6Aને 29,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે, એમઆરપી પર તમને 31.81% નું ડિસ્કાઉન્ટ પહેલાથી ફ્લિપકાર્ટ પર આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જો તમે ગૂગલ પિક્સલ 6Aને ફેડરલ બેન્કના કાર્ડથી પેમેન્ટ કરીને ખરીદો છો, તો તમને 3,000 રૂપિયાનુ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે, જ્યારે બેન્ક ઓફ બરોડાના કાર્ડ પર તમને 2,000 રૂપિયાની વધારાની છૂટ મળશે. એટલુ જ નહીં આ સ્માર્ટફોન પર તમને એક્સચેન્જ ઓફરનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત તમે 17,500 રૂપિયા સુધી બચાવી શકો છો, જો તમને તમામ ઓફરનો લાભ મળે છે, તો મોબાઇલ ફોનની કિંમત 29,999 રૂપિયાથી ઓછી થઇને 9,499 રૂપિયા થઇ જશે. ધ્યાન રાખો, તમને એક્સચેન્જ ઓફરનો પુરેપુરો લાભ ત્યારે મળશે જ્યારે તમારો જુનો ફોન સારી કન્ડિશનમાં હશે.
ગૂગલ પિક્સલ 6Aની સ્પેશિફિકેશન્સ -
આમાં તમને 60Hz રિફ્રેશ રેટ, પ્લાસ્ટિક બેક અને સરળ ડિઝાઇન સાથે સ્ક્રીન મળશે. જો કે, આવા ઘણા બધા પોઈન્ટ્સ પણ છે, જે તમને અન્ય કોઈ ફોનમાં નહીં મળે. આ કિંમત પર, તમને Google ની નવીનતમ સુવિધાઓ, પ્રીમિયમ અનુભવ અને બહેતર કેમેરા સેટઅપ મળશે.
સ્માર્ટફોનમાં 6.14 ઇંચની ડિસ્પ્લે છે, જે 60Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આમાં ફુલ HD+ રિઝોલ્યુશન ઉપલબ્ધ છે. હેન્ડસેટ ગૂગલ ટેન્સર પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 6GB રેમ અને 128GB સ્ટોરેજ છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. તેમાં 12.2MP મુખ્ય લેન્સ અને 12MP સેકન્ડરી લેન્સ છે.
ફ્રન્ટમાં કંપનીએ 8MP સેલ્ફી કેમેરો આપ્યો છે. આ ડિવાઈસ એન્ડ્રોઈડ 12 પર કામ કરે છે અને હવે તેને એન્ડ્રોઈડ 13નું અપડેટ પણ મળી રહ્યું છે. તેને પાવર આપવા માટે, 4410mAh બેટરી આપવામાં આવી છે. જો કે, ઝડપી ચાર્જિંગના કિસ્સામાં, તમારે સંતુષ્ટ થવું પડશે. આ સ્માર્ટફોન Titan M2 સિક્યુરિટી ચિપ સાથે આવે છે.