શોધખોળ કરો
આ ચાઈનીઝ કંપનીએ પોતાના ચાર પોપ્યૂલર સ્માર્ટફોનની કિંમતમાં કર્યો ધરખમ ઘટાડો, જાણો કેટલા સસ્તા મળી રહ્યાં છે
કંપનીએ પોતાના લોકપ્રિય સ્માર્ટફોન Poco M2, Poco C3, Poco M2 Pro અને Poco X3 મોડલની કિંમતમાં ઘટાડો કર્યો છે.

નવી દિલ્હી: સ્માર્ટફોન નિર્માતા કંપની Pocoએ પોતાના યૂઝર્સને નવા વર્ષની ભેટ આપતા ચાર સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. યૂઝર્સ આ સ્માર્ટફોનની મૂળ કિંમતની સરખામણીએ ખૂબજ ઓછી કિંતમાં ખરીદી શકે છે. કંપનીએ Poco M2, Poco C3, Poco M2 Pro અને Poco X3 મોડલની કિંમતમાં ઘટાડો કર્યો છે. નવી કિંમત સાથે આ સ્માર્ટફોન કંપનીની વેબસાઈટ અને ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર સેલ માટે ઉપલબ્ધ થઈ ગયા છે. Poco M2 Poco M2ના 6GB + 64GB સ્ટોરેજવાળા મોડલે યૂઝર્સ 9,999 રૂપિયામાં ખરીદી શકે છે જ્યારે 6GB + 128GB સ્ટોરેજવાળા ફોનને 10,999 રૂપિયામાં ખરીદી શકે છે . 6GB + 128GB સ્ટોરેજવાળા ફોનની મૂળ કિંમત 14,999 રૂપિયા છે. Poco M2 Pro Poco M2 Proના 4GB + 64GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 16,999 રૂપિયા છે. જેને યૂઝર્સ હવે 12,999 રૂપિયામાં ખરીદી શકે છે. 6GB + 64GB સ્ટોરેજવાળા મોડલની કિંમત 13,999 રૂપિયા, 6GB + 128GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 15,999 રૂપિયા રાખવામાં આવી છે. Poco X3 Poco X3ના 6GB + 128GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમતમાં ઘટાડા બાદ હવે આ સ્માર્ટફોનને યૂઝર્સ 17,999 રૂપિયામાં ખરીદી શકે છે. Poco C3 Poco C3ના 4GB + 64GBની સ્ટોરેજવાળઆ મોડલને યૂઝર્સ 8,499 રૂપિયામાં ખરીદી શકશે. જેમાં પ્રોસેસર MediaTek Helio G35 આપવામાં આવ્યું છે સાથે તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ પણ આપવામાં આવ્યું છે.
વધુ વાંચો





















