WhatsApp લાવી રહ્યું છે એક ખાસ ફિચર, પ્રૉફાઇલ પિક્ચરના સેટિંગ મળશે મોટુ અપડેટ, જાણો શું છે
એપમાં યૂઝર્સની સુવિધાઓને ધ્યાનમાં રાખતા નવા નવા ફિચર્સ જોડવામાં આવી રહ્યાં છે, સાથે જુના ફિચર્સમાં નવા અપડેટ્સ પણ આપવામાં આવે છે
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પોતાના બેસ્ટ ફિચર્સ માટે દુનિયાભરમાં પૉપ્યૂલર છે. એપમાં યૂઝર્સની સુવિધાઓને ધ્યાનમાં રાખતા નવા નવા ફિચર્સ જોડવામાં આવી રહ્યાં છે, સાથે જુના ફિચર્સમાં નવા અપડેટ્સ પણ આપવામાં આવે છે. જેથી યૂઝર્સને બેસ્ટ એક્સપીરિયન્સ મળી રહે.
હવે કંપની એક ખાસ ફિચર પર કામ કરી રહી છે, ખરેખરમાં અત્યાર સુધી પ્રૉફાઇલ પિક્ચર માટે ત્રણ ઓપ્શન મળે છે, જેમાં એક તો જોઇ શકાય છે કે નહીં, કે પછી તે પોતાના કૉન્ટેક્ટમાં છે. વળી, હવે આમાં વધુ એક ઓપ્શન જોડવામાં આવી રહ્યું છે. જાણો શું છે આ .....
અત્યારે નથી આવો કોઇ ઓપ્શન-
આ અપડેટમાં આવ્યા બાદ યૂઝર્સની પ્રૉફાઇલ પિક્ચરના સેટિંગમાં 'My Contacts Except'નો ઓપ્શન પણ સિલેક્ટ કરી શકશે. આની મદદથી તમે નક્કી કરી શકશો કે તમારા કૉન્ટેક્ટ્સ લિસ્ટમાં કોણ કોણ તમારી પ્રૉફાઇલ પિક્ચર જોઇ શકે છે. આના પહેલા આમાં કંપની તરફથી માત્ર 'Everyone', 'My Contacts' અને 'Nobody'નો જ ઓપ્શન મળે છે.
એન્ડ્રોઇડ યૂઝર્સ માટે થશે અવેલેબલ-
WABetaInfoના રિપોર્ટ અનુસાર કંપની તરફથી આ અપડેટ Android બીટા વર્ઝન 2.21.21.2 માટે અવેલેબલ થશે. આવામાં માનવામાં આવી રહ્યું છે કે આ ફિચર હાલ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે જ ઉપલબ્ધ થશે. જોકે આશા છે કે બાદમાં આ ફિચર iOS યૂઝર્સ માટે પણ લાવવામાં આવી શકે છે.
WhatsApp એ ઓગસ્ટમાં 20 લાખથી વધારે ભારતીય યૂઝર્સના એકાઉન્ટ બ્લોક કર્યા-
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp એ નવા IT નિયમો હેઠળ કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં કંપનીએ 20 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપ (WhatsApp)ને ઓગસ્ટમાં 420 ફરિયાદો મળી હતી, જેમાં કાર્યવાહી કરીને આ ખાતાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વોટ્સએપે તેના માસિક રિપોર્ટમાં આ માહિતી આપી છે. અગાઉ, કંપનીએ ભારતમાં 16 જૂન અને 31 જુલાઈ વચ્ચે 30,27,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.
આટલા લાખો ખાતા પર પ્રતિબંધ મૂક્યો
વોટ્સએપ (WhatsApp) ના તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટ અનુસાર, કંપનીએ ઓગસ્ટ મહિના દરમિયાન ભારતમાં 20,70,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તે જ સમયે, તેની મૂળ કંપની ફેસબુકે ઓગસ્ટ મહિના દરમિયાન નિયમોના 10 ઉલ્લંઘનની શ્રેણીમાં 3.17 કરોડ કન્ટેન્ટ પર કાર્યવાહી કરી.
આટલા કેસનો નિકાલ કર્યો
ફેસબુક (Facebook) અને વોટ્સએપ (WhatsApp) ઉપરાંત, ઇન્સ્ટાગ્રામ (Instagram)એ આ સમયગાળા દરમિયાન નવ અલગ અલગ કેટેગરીમાં તેના પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલી 2.2 મિલિયન કન્ટેન્ટ દૂર કર્યું. ફેસબુક (Facebook)ના જણાવ્યા અનુસાર, કંપનીને તેની ભારતીય ફરિયાદ સિસ્ટમ દ્વારા 1 થી 31 ઓગસ્ટ વચ્ચે 904 વપરાશકર્તાઓના અહેવાલો પ્રાપ્ત થયા હતા. તેમાંથી 754 કેસોનો નીકાલ કરવામાં આવ્યો હતો.
આ કન્ટેન્ટ સામેલ છે
બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, 30 મિલિયનથી વધુ સામગ્રીમાં સ્પામ (29 મિલિયન), હિંસા (26 મિલિયન), પુખ્ત નગ્નતા અને જાતીય પ્રવૃત્તિ (20 મિલિયન), દ્વેષપૂર્ણ ભાષણ (242,000) અને આવા મુદ્દાઓ ધરાવતી અન્ય સામગ્રી શામેલ છે.