શોધખોળ કરો

Train News: રેલવેની નવી સ્માર્ટ બુકિંગ સિસ્ટમ, ટિકિટ બુકિંગ થશે 5 ગણી ઝડપી

Railway New Ticket Booking System:ટિકિટ બુકિંગ સિસ્ટમ : ભારતીય રેલવે 40 વર્ષ જૂની સિસ્ટમને AI ટેક્નોલોજીથી અપગ્રેડ કરશે, ટિકિટ બુકિંગ 5 ગણું ઝડપી થશે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 40 વર્ષ જૂની ટિકિટ સિસ્ટમ AI ટેક્નોલોજીથી બદલાશે.
  • નવી સિસ્ટમ ટિકિટ કન્ફર્મેશનની સચોટ આગાહી કરશે.
  • હાલની સિસ્ટમ કરતાં 5 ગણી ઝડપી બુકિંગ થશે.
  • મુસાફરો કેન્સલેશન ફી વગર તારીખ બદલી શકશે.

Railway New Ticket Booking System: ભારતમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ઘણા મુસાફરો મહિનાઓ પહેલાથી ટિકિટ બુક કરાવે છે જેથી તેમને કન્ફર્મ ટિકિટ મળી રહે. પરંતુ ઘણી વખત સર્વર ધીમું હોવું, ટિકિટ કન્ફર્મેશન અંગે યોગ્ય માહિતી ન મળવી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવે આ તમામ સમસ્યાઓ દૂર કરવા માટે ભારતીય રેલવે પોતાની 40 વર્ષ જૂની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS)માં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. નવી સિસ્ટમ AI ટેક્નોલોજીથી સજ્જ હશે, જેના કારણે ટિકિટ બુકિંગ વધુ ઝડપી અને સરળ બનશે.

40 વર્ષ જૂની સિસ્ટમમાં મોટો બદલાવ
રેલવે અનુસાર હાલની રિઝર્વેશન સિસ્ટમ વર્ષ 1986માં શરૂ કરવામાં આવી હતી. વચ્ચે નાના-મોટા ફેરફારો થયા હતા, પરંતુ હવે સમગ્ર સિસ્ટમને સંપૂર્ણપણે અપગ્રેડ કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ અધિકારીઓને ઓગસ્ટ મહિનાથી નવી સિસ્ટમ લાગુ કરવાની સૂચના આપી છે.

નવી સિસ્ટમ શા માટે જરૂરી બની?

  • ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થયા પછી તેનો ઉપયોગ ઝડપથી વધ્યો છે.
  • દેશની લગભગ 88 ટકા ટિકિટ બુકિંગ ઓનલાઈન થાય છે.
  • વધતા ટ્રાફિકને કારણે જૂની સિસ્ટમ ધીમી પડી જાય છે.
  • મુસાફરોને રિયલ ટાઈમ અપડેટ મેળવવામાં મુશ્કેલી પડે છે.
  • RailOne એપની વધતી લોકપ્રિયતા
  • હવે ભારતીય રેલવેની RailOne એપ લોકોમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે.

આ એપ ગયા જુલાઈમાં લોન્ચ કરવામાં આવી હતી.અત્યાર સુધીમાં તેને 3.5 કરોડથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. એપમાં ટિકિટ બુકિંગ ઉપરાંત ફરિયાદ નિવારણની સુવિધા પણ ઉપલબ્ધ છે.નવી સિસ્ટમની ખાસિયતો એ છે કે , તેમાં  AI ટિકિટ કન્ફર્મ થશે કે નહીં જણાવશે.નવી સિસ્ટમમાં AI આધારિત પ્રિડિક્શન ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચર જૂના બુકિંગ ડેટા અને ટ્રેન્ડના આધારે જણાવશે કે વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થવાની કેટલી શક્યતા છે. રેલવે મુજબ તેની સચોટતા 94 ટકા સુધી રહેશે.

હવે બુકિંગ થશે 5 ગણું ઝડપી
નવી સિસ્ટમ પ્રતિ મિનિટ 1.25 લાખ ટિકિટ બુક કરવાની ક્ષમતા ધરાવશે. હાલની સિસ્ટમ માત્ર 25 હજાર ટિકિટ પ્રતિ મિનિટ બુક કરી શકે છે. આથી સર્વર પરનો દબાણ ઘટશે અને દલાલો તેમજ ગેરકાયદેસર સોફ્ટવેર પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે. 

આ પણ વાંચો:WhatsApp નું અપડેટ, iPhone પર આવવાનો છે Liquid Glass લૂક, હવે ચેટ થશે પુરેપુરી ટ્રાન્સપરન્ટ

હવે કેન્સલેશન ફી વગર મુસાફરીની તારીખ બદલી શકાશે
નવી વ્યવસ્થા હેઠળ મુસાફરો કન્ફર્મ ટિકિટ રદ કર્યા વગર જ મુસાફરીની તારીખ બદલી શકશે. ખાસ વાત એ છે કે, તેના માટે કોઈ કેન્સલેશન ફી ચૂકવવાની રહેશે નહીં.

તત્કાલ ટિકિટ માટે આધાર ફરજિયાત
તત્કાલ ટિકિટ બુકિંગમાં ગડબડ અટકાવવા માટે હવે ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવશે.

મુસાફરોને શું ફાયદો થશે?
ટિકિટ બુકિંગ વધુ ઝડપી બનશે.
વેઈટિંગ ટિકિટ અંગે વધુ સચોટ માહિતી મળશે.
સર્વર સંબંધિત સમસ્યાઓ ઓછી થશે.
મુસાફરોને સરળ અને વિશ્વસનીય સેવા મળશે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Embed widget