Realme લાવી રહી છે એવો ફોન જેમાં 2,50,000 થી વધુ ફોટોઝ આરામથી થઇ જશે રિસ્ટૉર, જાણો કમાલના ફિચર્સ વિશે......
રિયલમીએ આ માહિતી વેબસાઈટ પર શેર કરી છે કે નવી સીરીઝમાં 2.5 લાખથી વધુ ફોટોઝ સ્ટૉર કરી શકાય છે
Realme Narzo 60 Series: ચીની સ્માર્ટફોન કંપની રિયલમી બહુ જલદી પોતાનો નવો હાઇટેક સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની રિયલમી આવતા મહિને ભારતમાં નવી સીરીઝ લૉન્ચ કરવાની છે. આ Realme Narzo 60 સીરીઝ હોઈ શકે છે. કંપનીએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા નવી સીરીઝના લૉન્ચ વિશે હિન્ટ આપી છે. રિયલમી આગામી 22 અને 26 જૂને નવી સીરીઝ સંબંધિત માહિતી શેર કરશે. Realme Narjo 60 સીરીઝ અંતર્ગત કંપની એક કે બે ફોન લૉન્ચ કરશે, આની માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી. નવી સીરીઝ Narzo 50 સીરીઝના સક્સેસર તરીકે લૉન્ચ કરવામાં આવશે.
2.5 લાખથી વધુ ફોટોઝ થઇ જશે સ્ટૉર -
રિયલમીએ આ માહિતી વેબસાઈટ પર શેર કરી છે કે નવી સીરીઝમાં 2.5 લાખથી વધુ ફોટોઝ સ્ટૉર કરી શકાય છે. એટલે કે આમા 1TB સુધીનો સ્ટૉરેજ ઓપ્શન મળશે, જેમાં SD કાર્ડ સપૉર્ટ પણ હશે.
મળી શકે છે આ સ્પેક્સ -
હાલમાં ગીકબેન્ચ (Geekbench) બેન્ચમાર્કિંગ વેબસાઇટ પર એક સ્માર્ટફોન જોવા મળ્યો હતો જે સંભવતઃ Realme Narzo 60 5G હોઈ શકે છે. ફોનમાં MediaTek Dimensity 6020 પ્રૉસેસર, 6GB RAM અને Realme UI 4.0 સપોર્ટ મળી શકે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Realme Narjo 60 સ્માર્ટફોન Realme 11 5Gનું રિબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે. એટલે કે એ જ સ્પેશિફિકેશન્સ આમાં જોવા મળશે જે Realme 11 5Gમાં છે. જો આવું થાય તો ફોનને 90hz ના રિફ્રેશ રેટ સાથે 6.43-ઇંચ AMOLED ડિસ્પ્લે, 64MP પ્રાથમિક કેમેરા અને ફ્રન્ટમાં 8MP કેમેરા મળી શકે છે.
આ પાતળો ફૉલ્ડેબલ ફોન પણ થશે ટુંક સમયમાં લૉન્ચ -
Motorola આવતીકાલે ભારતમાં Motorola Razr 40 સીરીઝ લૉન્ચ કરી શકે છે. આ સીરીઝ અંતર્ગત કંપની બે સ્માર્ટફોન લૉન્ચ કરશે જેમાં Motorola Razr 40 અને 40 Ultraનો સમાવેશ થાય છે. જોકે, હાલમાં ચોક્કસ નથી કે કંપની આવતીકાલે જ સ્માર્ટફોન લૉન્ચ કરશે અથવા આની કેટલીક ડિટેલ્સ શેર કરશે. કેટલાક ટિપ્સર્સનું માનવું છે કે આ સીરીઝ આવતા મહિને લૉન્ચ થઈ શકે છે. આ સીરીઝ અંતર્ગત કંપની વિશ્વની સૌથી મોટી કવર ડિસ્પ્લે અને સૌથી પાતળો ફૉલ્ડેબલ ફોન લૉન્ચ કરશે.
Oppo અને Realme ફોન ચુપચાપ તમારો ડેટા ટ્રેક કરી રહ્યા છે!
તાજેતરમાં જ એક ટ્વિટર યુઝરે રાજ્યના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરને ટ્વીટમાં ટેગ કર્યા હતા જેમાં યુઝરે આરોપ લગાવ્યો હતો કે મોબાઈલ ફોન કંપનીઓ તેમનો ડેટા ચોરી રહી છે. ખરેખર, અન્ય ચાઇનીઝ સ્માર્ટફોન જેમ કે Oppo, OnePlus, Realme વગેરેમાં, Intelligent Service નામનું ફીચર ફોનમાં ડિફોલ્ટ રૂપે ચાલુ છે. આ ફીચર લોકોનો ડેટા જેમ કે કોલ, એસએમએસ, લોકેશન વગેરે એકત્રિત કરે છે અને પછી તેના આધારે મોબાઈલ અનુભવને સુધારે છે. એટલે કે એકંદરે આ ફીચર તમારા ડેટાને મોનિટર કરે છે. આ સંદર્ભમાં, વ્યક્તિએ ઇલેક્ટ્રોનિક્સ પ્રધાનને ટ્વિટ કર્યું હતું. હાલ તેની તપાસ ચાલી રહી છે. જ્યાં સુધી સરકાર તરફથી સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી અમારી તમને સલાહ છે કે તમારે આ સુવિધાને વધુ રાખવી જોઈએ નહીં.
જો તમે પણ એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, ખાસ કરીને જો તે ચાઈનીઝ હોય, તો તરત જ ઈન્ટેલિજન્ટ સર્વિસ ફીચર બંધ કરો. અમે તમને તે પદ્ધતિ વિશે જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે OnePlus, Oppo, Real Me વગેરે જેવા અન્ય સ્માર્ટફોનમાં આ સુવિધાને બંધ કરી શકો છો.
આ વિકલ્પને આ રીતે બંધ કરો
સૌથી પહેલા મોબાઈલ ફોનના સેટિંગમાં જાઓ અને પછી વધારાના સેટિંગ પર ક્લિક કરો અને સિસ્ટમ સર્વિસ પસંદ કરો.
હવે અહીં તમે Enhanced Intelligent Service નો વિકલ્પ જોશો જે ડિફોલ્ટ રૂપે ટિક કરવામાં આવશે. તેને અનચેક કરો.
આ કર્યા પછી તમારા ફોનને એકવાર રિસ્ટાર્ટ કરો.
વાસ્તવમાં જ્યારથી આ મામલો ગરમાયો છે ત્યારથી ટ્વિટર પર લોકો સતત આ ટ્વીટને રી-ટ્વીટ કરી રહ્યા છે અને કંપની અને સરકારને પૂછી રહ્યા છે કે શું અમારો ડેટા ચીનમાં ટ્રાન્સફર થઈ રહ્યો છે? કારણ કે આ તમામ કંપનીઓ ચાઈનીઝ છે અને તેમની હેડ ઓફિસ માત્ર ચીનમાં છે.