શોધખોળ કરો
Advertisement
Redmiએ લોન્ચ કર્યું ખાસ ફિટનેસ બેન્ડ, 50 મીટર પાણીમાં ડૂબવાથી પણ નહીં થાય ખરાબ
રેડમીના આ બેન્ડમાં 1.08 ઈંચ એલસીડી કલર ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં યૂઝર્સ 50થી વધુ પર્સનલાઈઝ્ટ ડાયલ સિલેક્ટ કરી શકે છે. તેમાં એક હાર્ટ રેટ મોનિટર છે.
રેડમીએ ભારતમાં પોતાનું પ્રથમ સ્માર્ટ બેન્ડ લોન્ચ કરી દીધું છે. આ સ્માર્ટબેન્ડની ખાસ એ છે કે, તેને 50 મીટર ઊંડા પાણીમાં ડૂબાડી રાખે તો પણ ખરાબ થતું નથી. આ બેન્ડમાં હાર્ટ રેટ મોનીટર અને સ્લીપ ટ્રેકિંગ મોડ આપવામાં આવ્યા છે. તેમાં વોચ ફેસ પર્સનલાઈઝ્ટ કરવાનું ઓપ્શન પણ આપવામાં આવ્યું છે.
ફિટનેસ બેન્ડની સ્પેસિફિકેશન્સ
રેડમીના આ બેન્ડમાં 1.08 ઈંચ એલસીડી કલર ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં યૂઝર્સ 50થી વધુ પર્સનલાઈઝ્ટ ડાયલ સિલેક્ટ કરી શકે છે. તેમાં એક હાર્ટ રેટ મોનિટર છે. આ બેન્ડ 5ATM સર્ટિફિકેટ સાથે આવે છે એટલે કે 50 મીટર ઊંડા પાણીમાં 10 મિનિટ ડૂબાડી રાખો તો પણ ખરાબ થતું નથી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેને અક વખત ચાર્જ કરવા પર બેટરી 14 દિવસ સુધી ચાલશે.
આ સ્માર્ટબેન્ડમાં એક ડાયરેક્ટ યૂએસબી ચાર્જિંગ આપવામાં આવ્યું છે. તેને કોઈ પણ એડપ્ટર, પાવર બેન્ક અથવા લેપટોપથી ડાયરેક્ટ ચાર્જ કરી શકાશે. કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.0 આપવામાં આવ્યું છે. આ એન્ડ્રોઈડ 4.4 અથવા તેની ઉપર અને આઈઓએસ 9.0 અથવા તેનાથી ઉપલા વર્ઝનવાળી ડિવાઈઝને સપોર્ટ કરે છે.
આ સ્માર્ટબેન્ડની કિંમત ભારતમાં 1599 રૂપિયા રાખવામાં આવી છે. જે આજથી જ Mi.com તથા અમેઝન ઈન્ડિયા પરથી ખરીદી શકાશે. આ બેન્ડનો મુકાબલો રિયલમી બેન્ડ સાથે થશે જેની કિંમત 1,499 રુપિયા છે. તેને વોટરપ્રૂફ અને ડસ્ટ માટે IP68ની રેટિંગ મળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement