શોધખોળ કરો
Jioની નવી ધમાકેદાર ઓફર, 336 દિવસની વેલિડિટી સાથે મળશે 504GB ડેટા
336 દિવસની વેલિડિટી સાથે આવનારા આ પ્લાનમાં રોજ 1.5 જીબી ડેટા પ્રમાણે કુલ 504 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે.
![Jioની નવી ધમાકેદાર ઓફર, 336 દિવસની વેલિડિટી સાથે મળશે 504GB ડેટા reliance jio ends new year 2020 offer and launched new long term plan Jioની નવી ધમાકેદાર ઓફર, 336 દિવસની વેલિડિટી સાથે મળશે 504GB ડેટા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/21161747/jio.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ પોતાની New Year 2020 ઓફર ખત્મ કરી દીધી છે. કંપનીએ આ ઓફને વર્ષની શરૂઆતમાં રજૂ કરી હતી, જે અંતર્ગત 2199 રૂપિયાના વાર્ષિક પ્લાનને 2020 રૂપિયામાં ઓફર કરવામાં આવતી હતી. આ પ્લાનને બંધ કરવાની સાથે જ જિયોએ 2121 રૂપિયાનો નવો લોંગ ટર્મ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આવો જાણીએ જિયોના આ પ્લાનમાં યૂઝર્સને શું ફાયદો થશે.
336 દિવસની વેલિડિટી સાથે આવનારા આ પ્લાનમાં રોજ 1.5 જીબી ડેટા પ્રમાણે કુલ 504 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાન જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગની સાથે આવે છે. જ્યારે બીજા નેટવર્ક્સ પર કોલ કરવા માટે આ પ્લાનમાં 12 હજાર મિનિટ્સ મળશે. રોજ 100 ફ્રી એસએમએસ ઓફર કરનારા આ પ્લાનમાં જિયો એપ્સનું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
રિલાયન્સ જિયોએ 329 અને 98 રૂપિયાવાળા પ્લાન્સને ‘એફોર્ડેબલ પ્લાન્સ’ વાળા સેક્શનથી હટાવી દીધા છે. હવે આ પ્લાન્સને કંપનીની એપ અને વેબસાઇટ પર જઈને 'Others' સેક્શનમાં જઈને જોઈ શકાય છે. પ્લાનમાં મળનારા બેનિફિટ્સની વાત કરીએ તો 329 રૂપિયાવાળા રિચાર્જમાં 84 દિવસની વેલિડિટીની સાથે 6 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહી છે. આ પ્લાનમાં જિયો નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગ મળે છે. બીજા નેટવર્ક્સ પર કોલ કરવા માટે આ પ્લાનમાં 3000 મિનિટ્સ આપવામાં આવે છે. આ પ્લાન 1000 ફ્રી એસએમએસ સાથે આવે છે.
વાત જો 98 રૂપિયાવાળા એન્ટ્રી લેવલ પ્લાનની કરીએ તો તેમાં યૂઝર્સને 300 ફ્રી એસએમેસની સાથે 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. 28 દિવસની વેલિડિટીની સાથે આવનાર આ પ્લાનમાં જિયો નેટવર્ક્સ માટે અનલિમિટેડ કોલિંગ આપવામાં આવી રહ્યું છે. બીજા નેટવર્ક્સ પર કોલ કરવા માટે આ પ્લાનમાં ફ્રી મિનિટ્સ નહીં મળે. આ પ્લાન લેનાર યૂઝર્સે અન્ય નેટવર્ક્સ પર કોલ કરવા માટે અલગથી IUC ટોપ-અપ કરાવવું પડશે.
![Jioની નવી ધમાકેદાર ઓફર, 336 દિવસની વેલિડિટી સાથે મળશે 504GB ડેટા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/21161733/jio.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)