શોધખોળ કરો

Google Form ભરતા સમયે થઈ જજો સાવધાન, મિનિટોમાં ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ

Google Form Scam: ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને હવે સાયબર ગુનેગારોએ ગુગલ ફોર્મને પોતાનું નવું હથિયાર બનાવ્યું છે

Google Form Scam: ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને હવે સાયબર ગુનેગારોએ ગુગલ ફોર્મને પોતાનું નવું હથિયાર બનાવ્યું છે. પહેલા તેનો ઉપયોગ ઓફિસ સર્વે, ઇવેન્ટ રજીસ્ટ્રેશન અથવા કોન્ટેક્ટ ફોર્મ માટે થતો હતો પરંતુ હવે સાયબર ગુનેગારો લોકો પાસેથી બેન્ક વિગતો અને લોગિન માહિતી મેળવવા માટે તેનો આશરો લઈ રહ્યા છે. કારણ કે આ ફોર્મ ગૂગલના વાસ્તવિક સર્વર પર ચાલે છે અને લિંક docs.google.com થી શરૂ થાય છે તેથી લોકો તેને જોઈને સરળતાથી છેતરાઈ જાય છે.

આ છેતરપિંડી કેવી રીતે કામ કરે છે?

આ કૌભાંડ સામાન્ય રીતે ફિશિંગ ઇમેઇલથી શરૂ થાય છે. મેઇલ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તે બેંક, ઓફિસ એડમિન અથવા પરિચિત જેવા વિશ્વસનીય સ્ત્રોત તરફથી આવે છે. ઘણી વખત ઠગો તમારા પરિચિત વ્યક્તિનું એકાઉન્ટ હેક કરે છે અને તે જ એકાઉન્ટમાંથી મેઇલ મોકલે છે, જેનાથી શંકા વધુ ઓછી થાય છે.

આ ઇમેઇલમાં મોકલવામાં આવેલી લિંક તમને સીધા ગુગલ ફોર્મ પર લઈ જાય છે. આ ફોર્મ ઘણીવાર કંપની, બેન્ક અથવા સત્તાવાર પોર્ટલની નકલ જેવું લાગે છે. આમાં તમારી પાસેથી પાસવર્ડ, કાર્ડ વિગતો અથવા અન્ય વ્યક્તિગત માહિતી માંગવામાં આવી શકે છે. કેટલીકવાર માલવેર ડાઉનલોડ કરવા માટેની લિંક્સ અથવા છેતરપિંડી માટે આપવામાં આવેલા નંબરો/ઇમેઇલ પણ તેમાં છૂપાયેલા હોય છે. સૌથી ખતરનાક બાબત એ છે કે છેતરપિંડી કરનારાઓ નવી લિંક્સ સાથે વારંવાર આ ફોર્મ બનાવી શકે છે. આનાથી સુરક્ષા સોફ્ટવેર તેમને પકડવામાં નિષ્ફળ જાય છે.

ગુગલ ફોર્મ કૌભાંડથી કેવી રીતે બચવું?

કોઈપણ ગુગલ ફોર્મ પર ક્યારેય પાસવર્ડ અથવા ચુકવણી વિગતો દાખલ કરશો નહીં.

અસામાન્ય અથવા અચાનક આવેલા મેલ પર વિશ્વાસ કરશો નહીં, ખાસ કરીને જ્યારે તેઓ તમને તાત્કાલિક પગલાં લેવાનું કહે. જો મેલ બેન્ક અથવા ઓફિસમાંથી હોવાનો દાવો કરે છે તો તે સંસ્થાનો સીધો સંપર્ક કરો અને પુષ્ટી કરો.

Google Formની નીચે અનેકવાર “Never submit passwords” અથવા “Content is neither created nor endorsed by Google” જેવો મેસેજ લખેલા હોય છે તેના પર ધ્યાન આપો.

દરેક ગુગલ ફોર્મમાં રિપોર્ટ બટન હોય છે. જો તે શંકાસ્પદ લાગે તો તાત્કાલિક તેની જાણ કરો.

જો તમે ભૂલથી માહિતી આપો તો શું કરવું?

જો તમે અજાણતામાં સંવેદનશીલ માહિતી ભરી દીધી હોય તો તાત્કાલિક તમારો પાસવર્ડ બદલો અને સંબંધિત સંસ્થા (જેમ કે બેન્ક અથવા ઓફિસ) ને જાણ કરો. જો જરૂર પડે તો તેમનો સાયબર સુરક્ષા વિભાગ તમને મદદ કરી શકે છે. ગુગલ ફોર્મ કૌભાંડ નવું હોઈ શકે છે પરંતુ તેનાથી બચવું મુશ્કેલ નથી. સાવચેત રહો શંકાસ્પદ લિંક્સ અથવા ઇમેઇલ્સને બે વાર તપાસો અને કોઈપણ અજાણ્યા ફોર્મ પર વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં. ઉપરાંત, કોઈપણ સંભવિત માલવેરથી સુરક્ષિત રહેવા માટે તમારા મોબાઇલ અને કમ્પ્યુટરને અપડેટ રાખો.

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget