(Source: ECI/ABP News/ABP Majha)
Mark Zuckerberg Birthday: 40 વર્ષના થયા માર્ક ઝકરબર્ગ, જિંદગીની ખાસ પળોની તસવીરો કરી શેર
Facebook: માર્ક ઝકરબર્ગ અને બિલ ગેટ્સે હાર્વર્ડ યૂનિવર્સિટીમાંથી (Harvard University) જ અભ્યાસ કર્યો છે. માર્ક ઝકરબર્ગે શેર કરેલા ફોટામાં તે બિલ ગેટ્સ સાથે બેઠેલા જોવા મળી રહ્યાં છે
Facebook: મેટા પ્લેટફોર્મના સીઈઓ માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg) 40 વર્ષના થઈ ગયા છે. તેના જન્મદિવસ પર તેણે પરિવાર અને મિત્રો સાથે ઘણો સમય વિતાવ્યો. માર્ક ઝકરબર્ગના જન્મદિવસ પર તેમની પત્ની પ્રિસિલા ચાને (Priscilla Chan) પાર્ટીનું આયોજન કર્યું હતું. માઇક્રોસૉફ્ટના (Microsoft) સંસ્થાપક બિલ ગેટ્સે પણ આમાં ભાગ લીધો હતો. માર્ક ઝકરબર્ગે આ પાર્ટીની તસવીરો શેર કરી છે. આમાં તે બિલ ગેટ્સ (Bill Gates) સાથે કોલેજના રૂમમાં જોવા મળે છે. આ રૂમ બિલકુલ તે રૂમ જેવો જ બનાવવામાં આવ્યો હતો જ્યાંથી માર્ક ઝકરબર્ગે ફેસબુકની શરૂઆત કરી હતી.
એક જ તસવીરોમાં દેખાયા માર્ક ઝકરબર્ગ અને બિગ ગેટ્સ
માર્ક ઝકરબર્ગ અને બિલ ગેટ્સે હાર્વર્ડ યૂનિવર્સિટીમાંથી (Harvard University) જ અભ્યાસ કર્યો છે. માર્ક ઝકરબર્ગે શેર કરેલા ફોટામાં તે બિલ ગેટ્સ સાથે બેઠેલા જોવા મળી રહ્યાં છે. આમાં ઝકરબર્ગ ખુરશી પર બેઠો છે અને બિલ ગેટ્સ નીચે સોફા પર છે. બંનેએ કેઝ્યૂઅલ કપડા પહેર્યા છે. અન્ય તસવીરોમાં માર્ક ઝકરબર્ગના જીવનની મહત્વની ક્ષણોને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમાં તેનો બાળપણનો બેડરૂમ, લૉકડાઉન દરમિયાન તેની ઓફિસ અને પિનોચિઓ પિઝેરિયા પણ બનાવવામાં આવ્યા છે.
View this post on Instagram
પ્રિસિલા ચાને દોસ્તો અને પરિવારજનોનો માન્યો આભાર
ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરતી વખતે માર્ક ઝકરબર્ગે લખ્યું કે હું આ 40 શાનદાર વર્ષો માટે આભારી છું. પ્રિસિલા ચાને મારા જીવનના મહત્વપૂર્ણ ભાગોના નમૂનાઓ બનાવીને જૂની યાદો પાછી લાવી છે. આ પાર્ટી માટે તેમનો આભાર. પ્રિસિલા ચાને આ પાર્ટીની ઘણી તસવીરો પણ શેર કરી છે. તેમણે કહ્યું કે માર્ક ઝકરબર્ગ મોટી પાર્ટીઓનું આયોજન કરવા દેતા નથી. પરંતુ, આ ખાસ અવસર પર તેણે મંજૂરી આપી. આવેલા તમામ મિત્રો અને પરિવારજનોનો આભાર. અમે બધાએ ખૂબ મજા કરી. બધાએ પોતપોતાની રીતે આ પાર્ટીની મજા માણી.
લોકોની ક્ષમતાઓને જોવાની કોશિશ કરે છે માર્ક ઝકરબર્ગ
પ્રિસિલા ચાને કહ્યું કે અમે અમારા જીવનનો લાંબો સમય સાથે વિતાવ્યો છે. માર્ક ઝકરબર્ગ વિશે મારી પ્રિય બાબત એ છે કે તે લોકો પર વિશ્વાસ કરે છે. તે આપણા બધામાં રહેલી સંભવિતતાને જોવાનો પ્રયત્ન કરે છે. મને ખબર નથી કે જીવનમાં આગળ શું સાહસ છે. પરંતુ, હું દરેક વસ્તુ માટે તૈયાર છું.