Microsoft પણ હવે AIનું દિવાનું થયું, ભારતીયોને આ સૉફ્ટવેરમાં આપશે ખાસ સર્વિસ, વાંચો.....
સમાચારમાં કહેવામાં આવ્યું છે કે માઇક્રોસૉફ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સર્વિસને જનરેટિવ AI ટેક્નોલૉજી પર સેટ કરવામાં આવી છે.
Tech News: આજકાલ ટેકનોલૉજીની દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્જેટલિજન્સ ધમાલ મચાવી રહ્યું છે. ચારેય બાજુ એઆઇની ખુબ ચર્ચા છે, હવે આ મામલે માઇક્રોસૉફ્ટે એક મોટી પહેલ કરી છે. પોતાના યૂઝર્સને એક અલગ અનુભવ કરાવવા માટે કંપનીએ જાહેરાત કરી છે કે તે પ્લેટફોર્મ ટીમ્સ, એક્સેલ અને વર્ડને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સુવિધા સાથે જોડશે. માઇક્રોસૉફ્ટ 365 કૉપાયલૉટ નામથી શરૂ થયેલી આ સર્વિસ માટે કંપનીના નવા સબસ્ક્રિપ્શન પ્લાન લેવા પડશે. બિઝનેસ ટૂડેના સમાચાર અનુસાર યૂઝર્સને આ સર્વિસ માટે 30 યૂએસ ડૉલર ચૂકવવા પડશે.
યૂઝર્સને શું થશે ફાયદો -
માઇક્રોસૉફ્ટ 365 કૉપાયલૉટ યૂઝર્સ AI સર્વિસનો લાભ લઈ શકે છે જેમ કે ઇનકમિંગ ઈમેલને રેન્કિંગ, મીટિંગ સારાંશ, સ્પ્રેડશીટ ડેટાનું વિશ્લેષણ, લેખન પ્રૉમ્પ્ટ ઓફર કરવી અને પ્રસ્તુતિઓ ડિઝાઇન કરવી. સમાચાર અનુસાર માઇક્રોસૉફ્ટની આ પહેલથી એન્ટરપ્રાઇઝ ગ્રાહકો માટે માસિક કિંમતમાં 83 ટકા સુધીનો વધારો થવાની આશા છે. આ સર્વિસનો હેતુ રિકરિંગ સબ્સ્ક્રિપ્શન્સ દ્વારા વધારાની આવક પેદા કરવાનો છે.
જનરેટિવ AI ટેક્નોલૉજી પર આધારિત સર્વિસ -
સમાચારમાં કહેવામાં આવ્યું છે કે માઇક્રોસૉફ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સર્વિસને જનરેટિવ AI ટેક્નોલૉજી પર સેટ કરવામાં આવી છે. તે માઇક્રોસૉફ્ટ ગ્રાફમાં એકત્રિત કરાયેલા યૂઝર્સના વ્યવસાયિક ડેટા પર આધારિત છે જેમાં ઈમેલ, કેલેન્ડર, ચેટ અને દસ્તાવેજોનો સમાવેશ થાય છે. કંપનીએ યૂઝર્સને ખાતરી આપી છે કે તમારી પૂર્વ નિર્ધારિત સુરક્ષા, ગોપનીયતા અથવા અનુપાલન નીતિનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. જોકે, કંપનીએ હજુ સુધી Microsoft 365 Copilot લૉન્ચ કરવાની કોઈ ઓફિશિયલ ડેટ જાહેર કરી નથી.
કંપનીએ કર્યુ છે જંગી રોકાણ -
માઇક્રોસૉફ્ટ 365 કૉપાયલૉટ લૉન્ચ કરવામાં આવ્યું છે જ્યારે માઇક્રોસૉફ્ટ, ગૂગલ અને આઈબીએમ જેવી ટેક જાયન્ટ્સ ગ્રાહક-સંચાલિત જનરેટિવ AI ટૂલ્સ રજૂ કરવા માટે સ્પર્ધા કરી રહી છે. માઇક્રોસૉફ્ટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ઓફરિંગ બનાવવા માટે નોંધપાત્ર રોકાણ કર્યું છે. આમાં OpenAI માં અબજો ડૉલરનું રોકાણ પણ સામેલ છે.