Tech News : WhatsApp યુઝર્સ થઈ જાવ સાવધાન, હવે આ રીતે થાય છે ઠગાઈ
વોટ્સએપ પર એક નવા પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું છે જેમાં લોકોને આંતરરાષ્ટ્રીય નંબરો પરથી કોલ અને મેસેજ આવી રહ્યા છે.

WhatsApp Scam: વિશ્વભરમાં 2 અબજથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. આટલી મોટી સંખ્યામાં યુઝરબેઝ હોવો એ કંપની માટે ફાયદાની વાત છે તો બીજી તરફ હેકર્સ અને સાયબર અપરાધીઓ માટે પણ સોનાની ખાણ સમાન છે. કારણ કે સાયબર અપરાધીઓ અહીં લોકોને ટાર્ગેટ કરીને સરળતાથી પૈસા કમાઈ શકે છે. આ દરમિયાન વોટ્સએપ પર એક નવા પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું છે જેમાં લોકોને આંતરરાષ્ટ્રીય નંબરો પરથી કોલ અને મેસેજ આવી રહ્યા છે.
આ રીતે બનાવવામાં આવે છે નિશાન
વોટ્સએપ યુઝર્સને સૌથી વધુ કોલ ઈથોપિયા (+251), મલેશિયા (+60), ઈન્ડોનેશિયા (+62), કેન્યા (+254) અને વિયેતનામ (+84)માંથી આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, કેટલીક એજન્સીઓ આ વિદેશી નંબરોને લોકોને વેચી રહી છે, જેનો ફાયદો ઉઠાવીને સાયબર અપરાધીઓ લોકોને નિશાન બનાવી રહ્યા છે. ટ્વિટર પર ઘણા યુઝર્સે ઇન્ટરનેશનલ નંબર પરથી આવતા ફ્રોડ કોલ અને મેસેજનો ઉલ્લેખ કર્યો છે. જો તમને ક્યારેય કોઈ આંતરરાષ્ટ્રીય નંબર પરથી કોઈ સંદેશ અથવા કૉલ આવે તો તેનો જવાબ ન આપો અને તરત જ નંબરને બ્લોક કરો અને WhatsApp પર તેની જાણ કરો.
નોકરી અપાવવાના બહાને થાય છે ખેલ
વોટ્સએપ પર અન્ય પ્રકારની છેતરપિંડી ચાલી રહી છે કે સાયબર ગુનેગારો કેટલાક લોકોને નોકરીની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. પહેલા લોકોને કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે કહેવામાં આવે છે ત્યારબાદ તેમને કેટલાક ઈનામ પણ આપવામાં આવે છે. સામેની વ્યક્તિ ફોન કરનાર પર વિશ્વાસ કરે , તો સાયબર અપરાધીઓ તેમને પોતાની જાળમાં ફસાવે છે અને તેમના પૈસા પડાવી લે છે.
તમારી જાતને આ રીતે સુરક્ષિત રાખો
સાયબર અપરાધીઓથી પોતાને સુરક્ષિત રાખવા માટે સાવચેત રહો અને ઇન્ટરનેટનો સાવચેતીથી ઉપયોગ કરો. કોઈપણ શંકાસ્પદ સંદેશ અથવા લિંક પર ક્લિક કરશો નહીં અને કોઈપણ સંજોગોમાં તમારી માહિતી સામેની વ્યક્તિને આપશો નહીં. ખાસ કરીને જ્યારે પણ ટ્રાન્ઝેક્શન આપવા સંબંધિત મુદ્દો સામે આવે છે, ત્યારે તરત જ સતર્ક થઈ જાવ અને કૉલ કાપી નાખો. બીજી વસ્તુ તમે કરી શકો છો કે, જો તમારી સાથે આવું કંઈ પણ ઘટે તો તમે સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાગૃત કરી શકો છો કે તેઓએ શું કરવું અને ન કરવું જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
