શોધખોળ કરો

હવે ખોટી રીતે સિમકાર્ડ ખરીદવા પર 3 વર્ષની કેદ અને 50 લાખનો દંડ થઈ શકે છે, જાણો શું છે નવો ટેલિકોમ કાયદો

નવો ટેલિકોમ કાયદો અમલમાં આવી ગયો છે. નવા નિયમો 26 જૂનથી લાગુ થશે. આ નવા ટેલિકોમ કાયદામાં ટેક્નોલોજીના વિકાસ પર ઘણો ભાર આપવામાં આવ્યો છે.

Telecommunication Act 2023: ટેલિકોમ સેક્ટરમાં મોટો બદલાવ આવી રહ્યો છે. 'ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023' 26 જૂનથી દેશભરમાં લાગુ થઈ ગયો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ સંસદમાં આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ હવે ભારતનો કોઈ પણ નાગરિક જીવનભરમાં 9 થી વધુ સિમ કાર્ડ મેળવી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આનાથી વધુ સિમનો ઉપયોગ કરતો જોવા મળશે તો તેને 50 હજારથી 2 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આટલું જ નહીં, છેતરપિંડી કરીને કોઈના આઈડી પરથી સિમ મેળવવા માટે 3 વર્ષની સજા થશે. સાથે જ 50 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.

હવે નવા ટેલિકોમ કાયદા હેઠળ સરકાર જરૂર પડવા પર નેટવર્કને સસ્પેન્ડ કરી શકશે. તે તમારા સંદેશાઓને અટકાવવામાં પણ સક્ષમ હશે. આ સિવાય જૂના કાયદામાં ઘણા ફેરફાર કરીને આ વખતે સરકારે ઘણી સત્તાઓ પોતાની પાસે રાખી છે. ઉદાહરણ તરીકે, કટોકટી દરમિયાન, સરકાર કોઈપણ ટેલિકોમ્યુનિકેશન સેવા અથવા નેટવર્કને નિયંત્રિત કરી શકે છે. તેમજ સરકારની પરવાનગી બાદ ખાનગી મિલકતોમાં ટાવર પણ લગાવવામાં આવશે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ કાયદાને (ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023) ગયા વર્ષે ડિસેમ્બરમાં જ સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. તે દેશના 138 વર્ષ જૂના ભારતીય ટેલિગ્રાફ એક્ટ અને 'ધ ઈન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ 1933'નું સ્થાન લેશે.

સરકાર પાસે રહેશે આ અધિકારો
ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 માં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં કોઈપણ કટોકટી અથવા યુદ્ધના કિસ્સામાં, સરકાર કોઈપણ ટેલિકોમ સેવા અથવા નેટવર્ક અને વ્યવસ્થાપનને જો જરૂરી હોય તો નિયંત્રણમાં લઈ શકશે. આ પછી સરકાર પાસે તેમને સસ્પેન્ડ કરવાની સત્તા પણ હશે. દેશના લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર કોઈપણ સંદેશના પ્રસારણને રોકી શકે છે.

લોકોને ખોટા સ્કેમ કોલથી રાહત મળશે
નવા ટેલિકોમ્યુનિકેશન એક્ટમાં સરકારે સ્પેમ કોલની સમસ્યાને ગંભીરતાથી લીધી છે. આ કારણે હવે ટેલિકોમ કંપનીઓએ લોકોને છેતરપિંડીથી બચાવવા માટે કડક પગલાં ભરવા પડશે. હવે ટેલિકોમ કંપનીઓએ કોઈપણ પ્રકારના પ્રમોશનલ મેસેજ મોકલતા પહેલા યુઝર્સની સંમતિ લેવી પડશે. આ સિવાય યુઝર્સની ફરિયાદો સાંભળવા માટે ટેલિકોમ કંપનીઓએ એક ઓનલાઈન મિકેનિઝમ બનાવવું પડશે, જેથી યુઝર્સ તેમની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકે.

ટોપ સ્ટોરી

OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
Geyser Buying Tips: શિયાળામાં મિનિટોમાં મળશે ગરમ પાણી! ક્યું ગીઝર છે બેસ્ટ? ખરીદતા પહેલાં જાણો
Geyser Buying Tips: શિયાળામાં મિનિટોમાં મળશે ગરમ પાણી! ક્યું ગીઝર છે બેસ્ટ? ખરીદતા પહેલાં જાણો
Black Friday Sale 2026 : ગેજેટ્સ ખરીદવાની શાનદાર તક, Reliance Digital આપી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
Black Friday Sale 2026 : ગેજેટ્સ ખરીદવાની શાનદાર તક, Reliance Digital આપી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Embed widget