Telegram આવતા મહિને આપશે વૉટ્સએપમાં પણ નથી એવું ખાસ ફિચર, વધી જશે એપની પૉપ્યૂલારિટી
ટેલિગ્રામ જુદાજુદા પ્લેટફોર્મ પર તેની સર્વવ્યાપક હાજરીને ટાંકીને આ ફેસિલિટીને ઇન્ટીગ્રેટેડ કરવાના ઇરાદામાં ન હતુ,
![Telegram આવતા મહિને આપશે વૉટ્સએપમાં પણ નથી એવું ખાસ ફિચર, વધી જશે એપની પૉપ્યૂલારિટી Telegram Updates: telegram will release latest and new stories feature in the next month july 2023 Telegram આવતા મહિને આપશે વૉટ્સએપમાં પણ નથી એવું ખાસ ફિચર, વધી જશે એપની પૉપ્યૂલારિટી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/24/a24e95b42a88b07e6cb73c8625cafe0d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telegram: સોશ્યલ મીડિયા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામ પોતાના યૂઝર્સને વધુ એકવાર ખાસ ફિચર આપવા જઇ રહ્યું છે. ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરૉવે પૉપ્યૂલર મેસેજિંગ એપમાં સ્ટૉરીઝ ફિચરની નેક્સ્ટ એડિશનનું અનાવરણ કર્યું. GizmoChina ના એક રિપોર્ટ અનુસાર, આ નવું ફિચર, યૂઝર્સને આગામી જુલાઇની શરૂઆતમાં મળવાનું શરૂ થઇ જશે. ખાસ વાત છે કે, આ ફિચર્સની યૂઝર્સ દ્વારા લાંબા સમયથી માંગ ઉઠી હતી, હવે તે બધાને મળવા જઇ રહ્યુ છે. વાત એવી પણ છે કે આ ફિચર વધુ સ્ટૉરીઝના ઇન્ટીગ્રેશન સાથે સંબંધિત હતા.
ટેલિગ્રામ જુદાજુદા પ્લેટફોર્મ પર તેની સર્વવ્યાપક હાજરીને ટાંકીને આ ફેસિલિટીને ઇન્ટીગ્રેટેડ કરવાના ઇરાદામાં ન હતુ, પરંતુ યૂઝર્સની માંગને ધ્યાનમાં રાખીને કંપનીએ તેની સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. ટેલિગ્રામ પર સ્ટૉરીઓનો અમલ યૂઝર્સને સ્ટૉરીઓની વિઝિબિલીટીને કન્ટ્રૉલ કરવાની ક્ષમતા આપશે. આને તમામ માટે ઉપલબ્ધ કરાવવાથી માંડીને માત્ર ચોક્કસ કૉન્ટેક્ટ્સ અથવા નજીકના મિત્રોના ગૃપો સુધી સ્ટૉરીઓ યૂઝર્સની ચેટ લિસ્ટની ટોચ પર એક્સપાન્ડેબલ સેક્સનમાં દેખાશે.
મળશે આ સુવિધાઓ -
યૂઝર્સ- અનુકુળ સુવિધાઓમાં ટેલિગ્રામ ચોક્કસ કૉન્ટેક્ટ દ્વારા પૉસ્ટ કરવામાં આવેલી સ્ટૉરીઓને હાઇડ કરવાનો ઓપ્શન આપશે, આ ચોક્કસ કૉન્ટેક્ટ્સમાં છુપાયેલા લિસ્ટમાં ખસેડીને કરી શકાય છે. વધુમાં યૂઝર્સ કેપ્શન, લિન્ક્સ એડ કરી શકે છે અને અન્ય યૂઝર્સને તેની સ્ટૉરીને ટેગ પણ કરી શકે છે. એક વિશિષ્ટ સુવિધા રજૂ કરવામાં આવી રહી છે જે યૂઝર્સને આગળ અને પાછળના બંને કેમેરા દ્વારા એકસાથે કેપ્ચર કરાયેલા તસવીરો અને વીડિયો એકસાથે પૉસ્ટ કરવાની પરમીશન આપે છે.
સ્ટૉરીની સમાપ્તિ અવધિ નક્કી કરવાનો ઓપ્શન હશે -
આ ઉપરાંત, યૂઝર્સને તેમની સ્ટૉરીઓની નક્કી સમય સેટ કરી શકે છે, તેમને 6, 12, 24 અથવા 48 કલાકમાં અદ્રશ્ય થઈ જવાના ઓપ્શન સાથે ઈન્સ્ટાગ્રામના સ્ટૉરી હાઈલાઈટ્સ ફિચરની જેમ યૂઝરના પ્રૉફાઈલ પેજ પર સ્ટૉરીઝને કાયમી ધોરણે પ્રદર્શિત રાખવાનો ઓપ્શન પણ છે. ટેલિગ્રામને આશા છે કે આ સુવિધા યૂઝર-પ્રૉફાઇલને સમૃદ્ધ બનાવશે અને કૉન્ટેક્ટ્સ વચ્ચે વધુ ગાઢ સંબંધને પ્રોત્સાહન આપશે.
Join Our Official Telegram Channel:
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)