શોધખોળ કરો

Bank Data Breach: 38 ભારતીય બેંકોના ડેટા લીક થયા હોવાની આશંકા! લાખો ટ્રાન્ઝેક્શન ઓનલાઈન ખુલ્લા પડ્યાનો દાવો

ભારત સંબંધિત એક મોટા ડેટા ઈન્ટરનેટ લીક થયા હોવાના અહેવાલ  છે.  નિષ્ણાતોના મતે, ભારતીય બેંકોના લાખો બેંક ટ્રાન્ઝેક્શન રેકોર્ડ ઓનલાઈન સામે આવ્યા હતા.

ભારત સંબંધિત એક મોટા ડેટા ઈન્ટરનેટ લીક થયા હોવાના અહેવાલ  છે.  નિષ્ણાતોના મતે, ભારતીય બેંકોના લાખો બેંક ટ્રાન્ઝેક્શન રેકોર્ડ ઓનલાઈન સામે આવ્યા હતા. આ ડેટા એક અસુરક્ષિત એમેઝોન S3 ક્લાઉડ સર્વરમાંથી લીક થયો હતો. લીક થયેલા ડેટામાં એકાઉન્ટ ધારકોના નામ, બેંક એકાઉન્ટ નંબર, વ્યવહારની રકમ અને સંપર્ક માહિતી જેવી સંવેદનશીલ માહિતી શામેલ હતી. આ દાવો સાયબર સુરક્ષા કંપની અપગાર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો.

લીક કેવી રીતે જાહેર થયું ?

સાયબર સુરક્ષા કંપની અપગાર્ડને ઓગસ્ટના અંતમાં આ ડેટા લીકની જાણ થઈ હતી. તેમના સંશોધકોએ એમેઝોન-હોસ્ટેડ સ્ટોરેજ સર્વર પર આશરે 273,000 PDF ફાઇલો શોધી કાઢી. સંશોધકોના મતે, લીક થયેલા ડેટામાં ભારતીય ગ્રાહકોના બેંક ટ્રાન્સફર રેકોર્ડનો સમાવેશ થાય છે. આમાંની મોટાભાગની ફાઇલો NACH (નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ) સાથે જોડાયેલી હતી. NACH એ એક કેન્દ્રિય સિસ્ટમ છે જેનો ઉપયોગ બેંકો દ્વારા મોટા પાયે પગાર ટ્રાન્સફર, લોન ચુકવણી અને વીજળી અને પાણીના બિલ જેવી નિયમિત ચુકવણી માટે કરવામાં આવે છે.

કઈ બેંકોનો ડેટા લીક થયો હતો ?

અપગાર્ડના મતે, આ ડેટા ઓછામાં ઓછી 38 બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે જોડાયેલો હતો. Aye Finance સૌથી વધુ સંખ્યામાં દસ્તાવેજોમાં દેખાયો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) નો પણ ઘણા દસ્તાવેજોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

NPCI એ જણાવ્યું હતું કે, "અમારી સિસ્ટમ સુરક્ષિત છે, કોઈ ડેટા લીક થયો નથી."

Aye Finance, National Payments Corporation of India (NPCI) અને અન્ય સંબંધિત સંસ્થાઓને લીકની જાણ કરવામાં આવી હતી. જોકે, સપ્ટેમ્બરની શરૂઆત સુધી ઇન્ટરનેટ પર ડેટા ખુલ્લો રહ્યો, જેમાં દરરોજ નવી ફાઇલો ઉમેરવામાં આવી. ત્યારબાદ CERT-In ને જાણ કરવામાં આવી અને સર્વર્સને સુરક્ષિત કરવામાં આવ્યા. જોકે, અત્યાર સુધી કોઈ સંસ્થાએ આ બેદરકારીની જવાબદારી સ્વીકારી નથી. NPCI એ જણાવ્યું છે કે તેની સિસ્ટમ સુરક્ષિત છે અને કોઈ ડેટા લીક થયો નથી. Aye Finance અને State Bank of India એ આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.

ડેટા સુરક્ષા અને ડિજિટલ ગોપનીયતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે

આ ઘટનાએ ફરી એકવાર ભારતમાં ડેટા સુરક્ષા અને ડિજિટલ ગોપનીયતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ગ્રાહકોનો વ્યક્તિગત ડેટા ક્યારે અને કેવી રીતે સુરક્ષિત રહેશે તેનો હજુ સુધી કોઈ નક્કર જવાબ નથી. 

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
Embed widget