Twitterમાં કૉમ્યૂનિટી એડમિનને એલન મસ્ક આપી રહ્યાં છે નવું ફિચર, હવે સવાલ-જવાબ બાદ મળશે એન્ટ્રી
ફેસબુક પર ગૃપોમાં જોડાતા પહેલા યૂઝર્સને એક પ્રશ્ન પૂછવામાં આવે છે, જેના પછી એડમિન આ આધારે નિર્ણય લે છે કે વ્યક્તિને ગૃપોમાં પ્રવેશ કરવો કે નહીં.
Twitter News and Updates: ટ્વીટર જે અત્યારે એક્સ બની ચૂક્યૂ છે, તે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર હવે મોટા મોટા અપડેટ્સ મળવાના શરૂ થઇ ગયા છે. કંપનીના માલિક એલન મસ્કે હવે આ કડીમાં વધુ એક ખાસ ફિચરને એડ કરી રહ્યાં છે. એલન મસ્ક ફેસબુક ગ્રુપની જેમ ટ્વીટર પર કૉમ્યૂનિટી એડમિન્સને એક ફિચર આપી રહ્યા છે. વાસ્તવમાં, ફેસબુક પર ગૃપોમાં જોડાતા પહેલા યૂઝર્સને એક પ્રશ્ન પૂછવામાં આવે છે, જેના પછી એડમિન આ આધારે નિર્ણય લે છે કે વ્યક્તિને ગૃપોમાં પ્રવેશ કરવો કે નહીં. મસ્ક પ્રાઇવેટ કૉમ્યૂનિટી એડમિનને સમાન સુવિધા પ્રદાન કરે છે. હવે ટ્વીટર પર પ્રાઇવેટ કૉમ્યૂનિટીમાં જોડાતા પહેલા યૂઝર્સ પૂછેલા પ્રશ્નોના જવાબ આપવા પડશે અને ગૃપોના નિયમોનું પાલન કરવું પડશે, ત્યારબાદ તેઓ મંજૂરી પર સમુદાયમાં જોડાઈ શકશે. આ ફિચર ખૂબ જ ઉપયોગી છે કારણ કે તે એડમિનને નકામા લોકોને કૉમ્યૂનિટીની બહાર રાખવામાં મદદ કરશે.
નોંધ, કોઈપણ પબ્લિક કૉમ્યૂનિટી જોડાઈ શકે છે પરંતુ આ માટે પણ ગૃપની T&C સ્વીકારવી જરૂરી છે.
gatekeeping allowed - admins of private communities can now require people to answer a question first before being able to join pic.twitter.com/fDRk8wzmA7
— X (@X) October 13, 2023
ફેસબુકમાં કોઇપણ બનાવી શકે છે ગૃપ પરંતુ....
ટ્વીટરની જેમ ફેસબુકમાં ઉપલબ્ધ પ્રશ્ન ફિચર ખૂબ જ મજબૂત છે અને જો ગ્રૂપ એડમિનિસ્ટ્રેટર ઇચ્છે, તો તે જોડતી વખતે યુઝરને મલ્ટીપલ ક્વેચ્શન પૂછી શકે છે. જોકે, ટ્વીટર પર આવું નથી. ફેસબુક એડમિન્સ પણ પ્રશ્ન કરી શકે છે કે શું તેમણે ગ્રુપની T&C વાંચી છે કે નહીં, જો હા, તો તે શું કહે છે? આ લોકોને ઉમેરવામાં ગ્રુપ એડમિનિસ્ટ્રેટરને વધુ મદદ અને સ્પષ્ટતા પૂરી પાડે છે.
જ્યારે કોઈ પણ વ્યક્તિ ફેસબુક પર જૂથ બનાવી શકે છે, ટ્વિટર સાથે આવું નથી. માત્ર પેઇડ યૂઝર્સ જ Twitter પર સમુદાયો બનાવી શકે છે. જો કે કોઈપણ તેમાં જોડાઈ શકે છે. 900 રૂપિયાની ચૂકવણી પછી Twitter પ્રીમિયમ યૂઝર્સ માટે સમુદાય સુવિધા ઉપલબ્ધ છે. ફેસબુકની જેમ ટ્વીટરનું કૉમ્યૂનિટી ફિચર હજી એટલું લોકપ્રિય નથી કારણ કે તે માત્ર પેઇડ યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે.