શોધખોળ કરો

એક ક્લિક અને બેંક એકાઉન્ટ ખાલી, UPIના આ ફીચરથી સાઈબર ઠગ કરી રહ્યા છે ફ્રોડ 

જેમ જેમ આપણે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છીએ તેમ તેમ ઓનલાઈન પેમેન્ટ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે.

UPI Auto Pay Scam: જેમ જેમ આપણે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છીએ તેમ તેમ ઓનલાઈન પેમેન્ટ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે. કોઈને પૈસા મોકલવા હોય કે બિલ ભરવાનું હોય યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા તાત્કાલિક ચુકવણી કરવામાં આવે છે. તે એટલું સરળ અને અનુકૂળ છે કે તે લોકોની પહેલી પસંદગી બની રહ્યું છે.

UPI લોકોની પહેલી પસંદગી બની રહ્યું છે

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અનુસાર, 2024 માં, UPI દ્વારા લગભગ 20.64 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2025 માં 16.99 અબજ વ્યવહારો સાથે કુલ 23.48 લાખ કરોડથી વધુ વ્યવહારો કરવામાં આવ્યા હતા. જોકે, જેમ આપણે જાણીએ છીએ કે દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. UPI ની વિશેષતા સાથે તેના કેટલાક ગેરફાયદા પણ છે. તેનો જેટલો વધુ ઉપયોગ થઈ રહ્યો છે, તેટલા જ છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

સાયબર ઠગ નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે

UPI સિસ્ટમે QR કોડ અથવા UPI ID દ્વારા વ્યવહારોને સરળ બનાવ્યા છે, પરંતુ સાયબર ઠગ વિવિધ યુક્તિઓ અપનાવીને લોકોના બેંક ખાતા મિનિટોમાં ખાલી કરી રહ્યા છે. આજે અમે તમને એક નવા કૌભાંડ - UPI ઓટો-પે રિક્વેસ્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ઘણી વખત લોકોને મોબાઈલ રિચાર્જ, વીમા ચુકવણી, ક્રેડિટ કાર્ડ બિલ, વીજળી બિલ, લોન ચુકવણીની તારીખ યાદ રહેતી નથી. આ સમસ્યાના ઉકેલ માટે, NPCI એ 2020 માં 'UPI ઓટો-પે' સુવિધા શરૂ કરી. જેમાં  વપરાશકર્તાઓની મંજૂરીથી નિયત તારીખે ખાતામાંથી પૈસા આપમેળે કપાઈ જાય છે. આ સમયસર ચુકવણી પણ સુનિશ્ચિત કરે છે અને મોડી ચુકવણી થતી નથી.

છેતરપિંડી કેવી રીતે થઈ રહી છે ?

હવે UPI ઓટો-પેમાં પૈસા આપમેળે કપાઈ જતા હોવાથી સાયબર ગુનેગારો 'ઓટો-પે રિક્વેસ્ટ' મોકલીને લોકોને ફસાવવા માટે છટકું ગોઠવી રહ્યા છે. સાયબર ગુનેગારો વપરાશકર્તાઓને છેતરીને ચુકવણી વિનંતીઓ સ્વીકારી રહ્યા છે. સોશિયલ મીડિયા પર SMS, ઇમેઇલ અથવા નકલી લિંક મોકલવામાં આવી રહી છે, જેના પર ક્લિક કરવાથી પૈસા કપાઈ જાય છે.

સ્કેમર્સ લોકોને બેંક અથવા UPI ગ્રાહક સંભાળ અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને ફોન પણ કરી રહ્યા છે અને તેમને છેતરપિંડીનો ભોગ બનાવી રહ્યા છે. તેઓ વપરાશકર્તાને ઓટો-પે એક્ટિવ કરવા માટે પિન દાખલ કરવાનું કહે છે અને પિન દાખલ કરવાથી, બધા પૈસા ખાતામાંથી કપાઈ જાય છે.

સસ્તા સબસ્ક્રિપ્શનની લાલચ આપીને પણ લોકોને ફસાવી રહ્યા છે. એકવાર ચુકવણી કરવાથી, દર મહિને બેંકમાંથી પૈસા કાપવાનું સેટિંગ આપમેળે થઈ જાય છે.

આ ઉપરાંત, કેશબેક, ઓટો પેની લાલચ આપીને ઓટો-પે વિનંતીઓ પણ સ્વીકારવામાં આવી રહી છે. તેથી લોભમાં અજાણી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો. છેતરપિંડીના કિસ્સામાં UPI એપમાં જ 'Report Fraud' અથવા 'Report Dispute'  વિકલ્પ પર જાઓ અને ક્લિક કરો અને તમારી ફરિયાદ નોંધાવો. જો તમે ઇચ્છો, તો તમે બેંકને લેખિતમાં ફરિયાદ પણ સબમિટ કરી શકો છો.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
Embed widget