Twitter: તમારે પણ જોઇએ છે પોતાના ટ્વીટર એકાઉન્ટમાં બ્લૂ ટિક ? તો ફોલો કરો આ સ્ટેપ્સ, મળી જશે આસાનીથી
અહીં બતાવેલા કેટલાક આસાન સ્ટેપ્સને ફોલો કરીને તમે પણ તમારી ટ્વીટર આઇડીને વેરિફાઇ કરાવી તેના પર બ્લૂ ટિક મેળવી શકો છો.
Twitter Blue Tick: સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર આજે લોકોની પહેલી પસંદ ચૂક્યુ છે. કરોડો લોકો પોતાના વાત ટ્વીટર પર ટ્વીટ દ્વારા રજૂ કરે છે, નેતા હોય કે અભિનેતા તમામ લોકો ટ્વીટરનો બહોળો ઉપયોગ કરી રહ્યાં છે. ટ્વીટર પર કરોડોની સંખ્યામાં એકાઉન્ટ છે, પરંતુ આમાં પણ વેરિફાઇ કરેલા એકાઉન્ટનુ મહત્વ વધુ રહે છે. જો તમે પણ ઇચ્છતા હોય કે તમારુ એકાઉન્ટ પણ વેરિફાઇ થઇ જાય તો, તો આ કામ એકદમ આસાન છે. અહીં બતાવેલા કેટલાક આસાન સ્ટેપ્સને ફોલો કરીને તમે પણ તમારી ટ્વીટર આઇડીને વેરિફાઇ કરાવી તેના પર બ્લૂ ટિક મેળવી શકો છો. જાણો સ્ટેપ્સ વિશે......
બ્લૂ ટિક મેળવવા આ તમે પણ આ રીતે કરી શકો છો એપ્લાય -
ટ્વીટર પર આઇડી વેરિફિકેશન કરાવવા માટે ટીમે ક્રાઇટેરિય નક્કી કર્યા છે. જો તમે આ ક્રાઇટેરિયામાં બંધબેસોશો તો તમને બ્લૂ ટિક આસાનીથી મળી જશે. ટ્વીટરે પોતાના ઓફિશિયલ બ્લૉગ પૉસ્ટ દ્વારા જાણકારી આપી છે કે, કયા પ્રકારના ટ્વીટર એકાઉન્ટને વેરિફાય કરાવી શકાય છે, જાણો......
1. સરકારના એકાઉન્ટ્સ
2. કંપનીઓના એકાઉન્ટ્સ
3. બ્રાન્ડ્સના ટ્વીટર હેન્ડલ્સ
4. નૉન પ્રૉફિટ ઓર્ગેનાઇઝેશન
5. ન્યૂઝ મીડિયા ટ્વીટર એકાઉન્ટ્સ
6. એન્ટરટેન્ટમેન્ટ, સ્પોર્ટ્સ, એક્ટિવિસ્ટ
વેરિફિકેશન રિક્વેસ્ટ કરવાની જાણકારી
જો તમે ટ્વીટર વેરિફિકેશન ક્રાઇટેરિયમાં આવો છો, તો તમે પોતાની ટ્વીટર આઇડીને વેરિફાય કરાવવા માટે એપ્લાય કરી શકો છો. ખરેખરમાં, હાલમાં ટ્વીટર આઇડી વેરિફિકેશન રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી રહ્યું છે. આઇડી વેરિફિકેશન માટે તમારે સૌથી પહેલા પોતાના આઇડીને ઓપન કરવાનુ છે, અને પછી સેટિંગ્સમાં જવાનુ છે. જ્યાં તમને વેરિફિકેશન રિક્વેસ્ટનો ઓપ્શન મળી જશે.
આ સ્ટેપ્સ કરો ફોલો -
Setting ઓપ્શનને સિલેક્ટ કરો અને Your Account પર ક્લિક કરી દો. હવે આ પછી Account Information પર જવાનુ છે. જ્યાં તમારે Verification Requestનો ઓપ્શન દેખાશે. એપ્લાય કરવાનો ઓપ્શન મળી ગયા બાદ,તેના પર ક્લિક કરી દો, અને પુછવામા આવનારી જરૂરી ડિટેલને ભરી દો. આમ કર્યા બાદ ટ્વીટર તમને રિક્વેસ્ટ સબમિટ કરવાનો એક કન્ફોર્મેશન ઇમેલ મોકલશે. જો તમે બ્લૂ ટિક માટે એલિજીબલ હશો, તો તમારી ટ્વીટર આઇડી એક અઠવાડિયાની અંદર વેરિફાય થઇ જશે.