Jio, Airtel બાદ હવે Vi એ મોંઘા કર્યા રિચાર્જ, આ છે નવા પ્લાન અને કિંમત
VI Internet Plan: મોબાઇલ યૂઝર્સ માટે વધુ એક મોટો ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. Jio અને Airtel પછી હવે Vodafone Ideaએ પણ રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા છે
VI Internet Plan: મોબાઇલ યૂઝર્સ માટે વધુ એક મોટો ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. Jio અને Airtel પછી હવે Vodafone Ideaએ પણ રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા છે. નવા પ્લાનની કિંમત આજથી એટલે કે 4 જુલાઈથી લાઈવ કરવામાં આવી છે. Jio અને Airtelની કિંમતોમાં વધારો કર્યાના એક દિવસ બાદ આ ફેરફાર કરવામાં આવ્યો છે. 2021 પછી આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે ટેલિકોમ કંપનીઓએ પોતાના પ્લાનની કિંમતમાં આટલો મોટો ફેરફાર કર્યો છે.
વીએ કહ્યું કે તે 5જી સર્વિસની શરૂઆત માટે પણ રોકાણ કરી રહી છે. કંપની આગામી દિવસોમાં 4G અનુભવમાં સુધારો કરશે અને 5G સર્વિસ પણ શરૂ કરી શકે છે. Vi દ્વારા કિંમતમાં વધારો કર્યા પછી, 28 દિવસનો પ્લાન 199 રૂપિયા થઈ ગયો છે, જ્યારે જૂની કિંમત 179 રૂપિયા હતી. નવા ભાવમાં આશરે 20 રૂપિયાનો વધારો થયો છે. જાણો અહીં નવા પ્લાન અને કિંમત...
એ જ રીતે, 84 દિવસનો સૌથી સસ્તો પ્લાન પહેલા 459 રૂપિયાનો હતો, જે હવે 509 રૂપિયા થઈ ગયો છે. આમાં યૂઝર્સને 6GB ઈન્ટરનેટ ડેટાની ઍક્સેસ મળશે. આમાં અનલિમિટેડ કૉલિંગની સાથે તમે SMS નો ઉપયોગ પણ કરી શકશો.
Viના વાર્ષિક પ્લાનની કિંમત 1,999 રૂપિયા થઈ ગઈ છે, જે 1799 રૂપિયા હતી. આ પ્લાનમાં યૂઝર્સને 24GB ઇન્ટરનેટ ડેટા મળશે. આ ઉપરાંત અનલિમિટેડ કૉલિંગ પણ મળશે. જેમાં લૉકલ અને એસટીડી કોલનો સમાવેશ થાય છે.
Vi ના રિચાર્જ પ્લાનમાં થયા આ ફેરફારો
3 જુલાઈથી જિયો અને એરટેલે રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. બંને ટેલિકોમ કંપનીઓએ તેમના બેઝિક પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે, જેના પછી યૂઝર્સને રિચાર્જ માટે વધુ ખર્ચ કરવો પડશે.