Vivo એ લૉન્ચ કર્યો પોતાનો સૌથી પાતળો ફૉલ્ડેબલ સ્માર્ટફોન, Samsung નું વધ્યું ટેન્સન
Vivo X Fold 5: Vivo X Fold 5 માં Qualcomm Snapdragon 8 Gen 3 પ્રોસેસર છે. આ સાથે, 16GB LPDDR5X RAM અને 1TB સુધી UFS 4.1 સ્ટોરેજ સપોર્ટ ઉપલબ્ધ થશે

Vivo X Fold 5: Vivo એ પોતાનો સૌથી પાતળો ફૉલ્ડેબલ ફોન X Fold 5 લૉન્ચ કર્યો છે. પુસ્તકની જેમ ખુલતા આ ફૉલ્ડેબલ ફોનમાં 8.03 ઇંચની મોટી સ્ક્રીન હશે. આ ઉપરાંત, આ ફોનમાં 16GB રેમ સહિત ઘણી મજબૂત સુવિધાઓ છે. Vivo નો આ ફૉલ્ડેબલ ફોન 9 જુલાઈએ લૉન્ચ થવા જઈ રહેલા Samsung Galaxy Z Fol 5 ને પડકાર આપી શકે છે.
કિંમત શું છે ?
વિવોએ આ ફૉલ્ડેબલ સ્માર્ટફોન તેના સ્થાનિક બજારમાં એટલે કે ચીનમાં રજૂ કર્યો છે. આ ફોન 6999 ચીની યુઆન એટલે કે લગભગ 83,000 રૂપિયાની પ્રારંભિક કિંમતે રજૂ કરવામાં આવ્યો છે. વિવો એક્સ ફોલ્ડ 5 ત્રણ આકર્ષક રંગ વિકલ્પો - બૈબાઈ (લીલો), ક્વિંગસોંગ (સફેદ) અને ટાઇટેનિયમ (કાળો) માં રજૂ કરવામાં આવ્યો છે. તેનું વેચાણ 2 જુલાઈથી શરૂ થશે. તેને ઈ-કોમર્સ વેબસાઇટ્સ તેમજ રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.
તેને ચાર સ્ટોરેજ વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે - 12GB RAM + 256GB, 12GB RAM + 512GB, 16GB RAM + 512GB અને 16GB RAM + 1TB. તેના અન્ય ત્રણ વેરિઅન્ટની કિંમત અનુક્રમે CNY 7,999 (આશરે રૂ. 96,000), CNY 8,499 (આશરે રૂ. 1,02,000) અને CNY 9,499 (આશરે રૂ. 1,14,000) છે.
Vivo X Fold 5 ના ફિચર્સ
Vivoનો આ ફૉલ્ડેબલ ફોન 8.03-ઇંચ 8T LTPO ફ્લેક્સિબલ મુખ્ય ડિસ્પ્લે સાથે આવે છે. આ ઉપરાંત, ફોનમાં 6.53-ઇંચ 8T LTPO સેકન્ડરી ડિસ્પ્લે પણ ઉપલબ્ધ થશે. આ બંને ડિસ્પ્લે 120Hz હાઇ રિફ્રેશ રેટ અને 4500 nits સુધીની પીક બ્રાઇટનેસ સુવિધાને સપોર્ટ કરે છે. તેમાં PWM ડિમિંગ રેટ, ગ્લોબલ આઇ પ્રોટેક્શન 3.0 સહિત ઘણા પ્રમાણપત્રો છે.
Vivo X Fold 5 માં Qualcomm Snapdragon 8 Gen 3 પ્રોસેસર છે. આ સાથે, 16GB LPDDR5X RAM અને 1TB સુધી UFS 4.1 સ્ટોરેજ સપોર્ટ ઉપલબ્ધ થશે. આ ફોલ્ડેબલ ફોન Android 15 પર આધારિત OriginOS 5 પર કામ કરે છે. iPhone વપરાશકર્તાઓ માટે આ ફોનમાં Apple ઇકોસિસ્ટમ સુસંગતતા પણ આપવામાં આવી છે.
આ ફૉલ્ડેબલ ફોનના પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે. ફોનમાં 50MPનો મુખ્ય કેમેરા હશે. આ ઉપરાંત, 50MP અલ્ટ્રા વાઇડ અને 50MP પેરિસ્કોપ લેન્સ આપવામાં આવ્યો છે. આ ફોનનો કેમેરા 3x સુધીના ઓપ્ટિકલ ઝૂમને સપોર્ટ કરશે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 20MPનો કેમેરા હશે.
આ ફોનમાં 6,000mAh ની શક્તિશાળી બેટરી છે. તે 80W વાયર્ડ અને 40W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ ફૉલ્ડેબલ ફોનની જાડાઈ ફોલ્ડ કર્યા વિના માત્ર 4.03mm છે. જ્યારે ફોલ્ડ કર્યા પછી, તેની જાડાઈ 9.2mm છે. તેમાં IPX8, IPX9 અને IPX9+ રેટિંગ છે, જેના કારણે ફોન પાણીમાં ડુબાડવામાં આવે તો પણ તેને નુકસાન થતું નથી.





















