Vivo લૉન્ચ કરશે આ બે ધાંસૂ ફોન, 108MP કેમેરાની સાથે મળશે આ ખાસ ફિચર્સ
આ ફોન લેટેસ્ટ કેમેરા ફિચર્સની સાથે માર્કેટમાં ઉતારવામાં આવશે. Vivo S10ની ખાસિયત શાનદાર કેમેરા હશે તો વળી Vivo S10 Proની ખૂબી દમદાર પ્રૉસેસર હોઇ શકે છે.
![Vivo લૉન્ચ કરશે આ બે ધાંસૂ ફોન, 108MP કેમેરાની સાથે મળશે આ ખાસ ફિચર્સ Vivo S10 Vivo S10 Pro may Launched India 108 mega pixel camera Release Soon Vivo લૉન્ચ કરશે આ બે ધાંસૂ ફોન, 108MP કેમેરાની સાથે મળશે આ ખાસ ફિચર્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/09/7bc2ad9b11b99cc3622ab73b56865cc4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની Vivo બહુ જલ્દી પોતાના બે ખાસ સ્માર્ટફોન Vivo S10 અને Vivo S10 Pro લૉન્ચ કરવા જઇ રહી છે. આ ફોન લેટેસ્ટ કેમેરા ફિચર્સની સાથે માર્કેટમાં ઉતારવામાં આવશે. Vivo S10ની ખાસિયત શાનદાર કેમેરા હશે તો વળી Vivo S10 Proની ખૂબી દમદાર પ્રૉસેસર હોઇ શકે છે. જોકે હજુ સુધી આની કિંમત સામે નથી આવી. જાણો આ ઉપરાંત આ બન્ને ફોનમાં કંપની શું આપશે ખાસ.....
Vivo S10ના આ હોઇ શકે ફિચર્સ-
સામે આવેલી ડિટેલ્સ અનુસાર, Vivo S10 સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 1100 પ્રૉસેસર આપવામાં આવી શકે છે. ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જેનો પ્રાઇમરી કેમેરો 108 મેગાપિક્સલનો હશે. ફોનમાં 12 GB રેમ મળી શકે છે. પાવર માટે ફોનમાં 44વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરનારી બેટરી મળી શકે છે.
Vivo S10 Proના સંભવિત ફિચર્સ-
Vivo S10 Proના સ્પેક્સની વાત કરીએ તો હજુ આના સાથે જોડાયેલી વધુ ડિટેલ્સ સામે નથી આવી પરંતુ એ જરૂર જાણવા મળ્યુ છ કે આમાં 6.44 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. ફોનમાં 44 મેગાપિક્સલનો ડ્યૂલ ફ્રન્ટ કેમેરા સેટઅપ મળી શકે છે. પરફોર્મન્સ માટે આમાં મીડિયાટેક ડામેન્સિટટી 1100 પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવી શકે છે.
OnePlus Nord 2 સાથે થશે ટક્કર-
Vivoના સ્માર્ટફોન્સનો મુકાબલો ભારતમાં OnePlus Nord 2 સાથે થઇ શકે છે. આ સ્માર્ટફોનમાં 6.43 ઇંચની ફૂલ એચડી પ્લસ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોન એન્ડ્રોઇડ 11 આધારિત OxygenOS પર કામ કરે છે. ફોન ઓક્ટાકૉર મીડિયાટેક ડાયમેન્સિટી 1200 પ્રૉસેસર વાળો છે. આમાં 8 GB રેમ આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે OnePlus Nord 2માં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો છે. સાથે જ ફોનમાં 8 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલના બે કેમેરા બીજા છે. સેલ્ફી અને વીડિયો કૉલ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રેન્ટ કેમેરો મળી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)