શોધખોળ કરો
Vi યૂઝર્સ માટે ખુશખબર, આ રિચાર્જ પ્લાનની સાથે મળી રહ્યો છે સ્વાસ્થ્ય વીમો
Vi Hospicareના નામથી લોન્ચ કરવામાં આવેલ આ પ્લાન્સમાં આપવામાં આવેલ સ્વાસ્થ્ય વીમાનો લાભ યૂઝર્સ પ્રાઈવેટ અને આયુષ હોસ્પિટલમાં લઈ શકે છે.
![Vi યૂઝર્સ માટે ખુશખબર, આ રિચાર્જ પ્લાનની સાથે મળી રહ્યો છે સ્વાસ્થ્ય વીમો vodafone idea users can get health insurance on 51 and 301 rupees plan Vi યૂઝર્સ માટે ખુશખબર, આ રિચાર્જ પ્લાનની સાથે મળી રહ્યો છે સ્વાસ્થ્ય વીમો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/02174453/vodafone-idea-vi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જો તમે એક Vi યૂઝર્સ છો તો તમારા માટે ખુશખબર છે. ટેલીકોમ કંપની Vi એટલે કે વોડાફોન આઈડિાયએ બે પ્લાન્સ રીલોન્ચ કર્યા છે. આ પ્લાન્સમાં ખાસ એ છે કે તેમાં કોલિંગ અને ડેટાની સાથે સાથે સ્વાસ્થ્ય વીમો પણ આપવામાં આવી રહ્યો છે. 51 રૂપિયા અને 301 રૂપિયાવાળા આ પ્લાન કોમ્બો પ્રીપેડ પ્લાન છે, જેમાં યૂઝર્સને આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સ પણ મળી રહ્યો છે. કંપનીએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર આ પ્લાન્સની જાણકારી આપી છે.
દરરોજ મળશે 2000 રૂપિયા
Viએ જાહેરાત કરી છે કે યૂઝર્સ 51 રૂપિયા અને 301 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનની સાથે હેલ્થ ઇન્શ્યોરન્સનો ફાયદો પણ લઈ શકે છે. કંપનીની વેબસાઈટ અનુસાર આ પ્લાન્સ અંતર્ગત બીમાર થવા પર યૂઝર્સને દસ દિવસ સુધી હોસ્પિટલમાં ભરતી થવા પર દરરોજ 1000 રૂપિયા આપવામાં આવશે. જ્યારે જો કોઈ આઈસીયૂમાં ભરતી થાય છે તો દરરોજ 2000 રૂપિયા મળશે. આ હેલ્થ ઇન્શ્યોરન્સનો લાભ 18 વર્ષથી 55 વર્ષ સુધીના લોકોને જ મળશે.
10 દિવસની અંદર કરી શકાય છે ક્લેમ
Vi Hospicareના નામથી લોન્ચ કરવામાં આવેલ આ પ્લાન્સમાં આપવામાં આવેલ સ્વાસ્થ્ય વીમાનો લાભ યૂઝર્સ પ્રાઈવેટ અને આયુષ હોસ્પિટલમાં લઈ શકે છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે દુર્ઘટના થવા પર સ્વાસ્થ્ય વીમાના પહેલા જ દિવસે ક્લેન કરવાનો રહેશે, જ્યારે અન્ય કેસમાં 10 દિવસની અંદર ક્લેમ કરી શકાય છે. આ દસ દિવસની અંદર ડિસ્ચાર્જ સર્ટિફઇકેટ બતાવીને હોસ્પિટલમાં ખર્ચ થયેલ રકમ તમને પરત મળી શકે છે.
આ છે રિચાર્જ ઓફર
Viના 51 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકે છે. સાથે જ આ પ્લાન અંતર્ગત દરરોજ 500 એસએમએસ અને 1.5 જીબી ડેટા પણ મળશે. આ પ્લાન 28 દિવસ સુધી વેલિડ રહેશે. જ્યારે 301 રૂપિયવાળો પ્લાન અંતર્ગત યુઝર્સને દરરોજ 2 જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ધર્મ-જ્યોતિષ
સુરત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)